Abtak Media Google News

વેસ્ટર્ન ડિસ્ટબન્સની અસરતળે આજે પણ સૌરાષ્ટ્ર કચ્છમાં કમૌસમી વરસાદની આગાહી; ખેતરોમાં તૈયાર થઈ રહેલા પાકને પારાવાર નુકશાની

ચોમાસાની સીઝનના આરંભ પ્રથમ બે મહિના અપુરતા વરસાદ ત્યારબાદ સપ્ટેમ્બર માસમાં અતિવૃષ્ટિનો સામનો કરનાર જગતના તાતને કુદરતે વધુ એકવાર પડયા પર પાટુ માર્યુ છે ખેતરોમાં તૈયાર થઈને ઉભેલા પાકને ગઈકાલે માવઠાનો માર પડયો છે. રવિવારે સાંજે સૌરાષ્ટ્રના અનેક વિસ્તારોમાં પડેલા કમૌસમી વરસાદના કારણે કપાસ, મગફળી, સોયાબીન, તલ અને કઠોળ સહિતના પાકને નુકશાન થવા પામ્યું છે.

વેસ્ટર્ન ડિસ્ટબન્સ અને પાકિસ્તાનમાં સર્જાયેલા સાયકલોનિક સરકયુલેશનની અસરનાં કારણે સૌરાષ્ટ્રના ગઈકાલે બપોરબાદ અચાનક વાતાવરણમાં પલ્ટો આવ્યો હતો.

જોડીયા પંથકમાં દોઢ ઈંચ જેટલો વરસાદ વરસી ગયો હતો. ચોટીલા, જેતપુર, ધોરાજી, જામકંડોરણા, ચૂડા અને જેસર પંથકમાં અર્ધાથીપોણો ઈંચ વરસાદ વરસી ગયો હતો. માવઠાના મારના કારણે ખેડુતોને ખેતરોમાં તૈયાર થઈને ઉભેલા પાકને પારાવાર નુકશાની થવા પામી છે. રાજકોટમાં પણ રાત્રે ઝરમર વરસાદ પડયો હતો. દિવાળીના તહેવાર નજીક આવતા ફટાકડાના સ્ટોલ ખૂલ્લી ગયા છે. કમૌસમી વરસાદના કારણે ફટાકડાના વેપારીઓ મુશ્કેલીમાં મૂકાઈ ગયા હતા તલ, કપાસ, મગફળી, સોયાબીન, જીરૂ, કઠોળ સહિતના પાકને ભારે નુકશાન થયું છે. ખેડુતોએ મગફળીના પાકને વાઢીને ખેતરોમાં રાખ્યા હતા જે કમૌસમી વરસાદમાં પલળી ગયા હતા.

વેસ્ટર્ન ડિસ્ટબન્સના કારણે આજે પણ સૌરાષ્ટ્રમાં એકાદ બે સ્થળોએ હળવો વરસાદ પડે તેવી સંભાવના વ્યક્ત કરવામાં આવી છે. આવતી કાલથી વાતાવરણ સંપૂર્ણ પણે કિલયર થઈ જશે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.