નવા સંસદ ભવનનું ખાતમુહૂર્ત : આજનો દિવસ લોકશાહીના ઈતિહાસમાં યાદગાર-મોદી

ગૃહમંત્રી અમિત શાહ, સંરક્ષણ મંત્રી રાજનાથસિંહ, ઉદ્યોગપતિ રતન ટાટા, વિદેશના રાજદૂતો સહિતના મહાનુભાવોની ઉપસ્થિતિ

પાટનગરમાં નવા સંસદ ભવનના નિર્માણ માટે વડાપ્રધાન નરેન્દ્ર મોદીના હસ્તે બપોરે ભૂમિપૂજન કર્યા બાદ ખાતમૂહૂર્ત કરવામાં આવ્યું હતુ. ભૂમિપૂજન-ખાતમૂહૂર્ત પહેલા સર્વધર્મ પ્રાર્થના યોજવામાં આવી હતી જેમાં વિવિધ સંપ્રદાયના ધર્મગુરૂઓ જોડાયા હતા. ભૂમિપૂજન ખાતમૂહૂર્ત કાર્યક્રમમાં ગૃહમંત્રી અમિત શાહ, સંરક્ષણ મંત્રી રાજનાથસિંહ, કાયદામંત્રી રવિ શંકર પ્રસાદ સહિત આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા. ઉદ્યોગપતિ રતન ટાટા વિદેશના રાજદૂતો લોકસભા સ્પીકર ઓમ બિરલા, મંત્રીઓ પી.વી. જોશી, હરદીપસિંહ પુરી, રાજયસભાના નાયબ સ્પીકર હરિવંશ નારાયણસીંઘ ઉપરાંત ઉદ્યોગપતિ રતન ટાટા અમિત શાહ, રાજનાથસિંહ સહિત ૨૦૦ મહાનુભાવો પણ ઉપસ્થિત રહ્યા હતા. રૂ.૯૭૧ કરોડના ખર્ચે બનનાર આ નવા સંસદ ભવનની ઉંચાઈ વર્તમાન સંસદ ભવન જેટલી જ હશે અને ૬૪૫૦૦ ચો.મી. ક્ષેત્રફળ વિસ્તારમાં પથરાયેલું હશે જેમાં અધતન સુવિધાઓ હશે. શિલાન્યાસ પ્રસંગે વડાપ્રધાન નરેન્દ્ર મોદીના હસ્તે આ અંગેની એક તકિતનું અનાવરણ કરવામાં આવ્યુ હતું. નવું સંસદ ભવન બનાવવાનો વિચાર પ્રસ્તાવ સાત વર્ષ પહેલા આવ્યો હતો. અને હવે એ સાકાર કરવાના પ્રથમ પ્રયાસ રૂપે ભૂમિપૂજન ખાતમૂહૂર્ત થયું છે.

આજનો દિવસ લોકશાહીના ઈતિહાસમાં યાદગાર: મોદી

વડાપ્રધાને નવા સંસદ ભવનનું ખાતમૂહૂર્ત કરતા જણાવ્યું હતુકે આજનો દિવસ લોકશાહીના ઈતિહાસમાં યાદગાર બનશે દેશના ૧૩૦ કરોડથી વધુ ભારતીયો માટે સૌભાગ્યનો દિવસ છે. આપણે સૌ સાથે મળી નવા સંસદક ભવનનું નિર્માણ કરીશું નવું સંસદ ભવન ૨૧મી સદીનું ભવન હશે. નવું ભવન ભૂકંપ પ્રતિરોધક અને અવકાશમાંથી ત્રિકોણીય ત્રણ કિરણો જેવું દેખાશે. નવા સંસદ ભવનના બાંધકામ સાથે ઈન્ડિયા ગેટ આસપાસની ૧૦ ઈમારતોનું પૂન: નિર્માણ કરાશે તેમ વડાપ્રધાને જણાવ્યુંં હતુ

નવી ઈમારતો બનવાથી પાટનગર વધુ સુંદર બનશે

સંસદ ભવનના નવા બિલ્ડીંગ સહિતની કેટલીક ઈમારતોના નિર્માણથી પાટનગર નવીદિલ્હીની સુંદરતામાં વધારો થશે. બહુ મોટા પ્રોજેકટ માટે તબક્કાવાર કામ કરવું પડે છે. એટલે શરૂઆતના તબક્કામાં સ્થાપત્ય અને લેન્ડ સ્કેપીંગ પર ચર્ચા બાદ કામ થશે.

આઝાદીની ૭૫મી વર્ષગાંઠ સુધીમાં નવું ભવન નિર્માણ થશે

દેશ જ્યારે આઝાદીની ૭૫મી વર્ષગાંઠ ઉજવતો હોય ત્યાં સુધીમાં આ બિલ્ડીંગ બનાવવાનો સરકારનો ઈરાદો છે એટલે કે નવા સંસદ ભવનનું બિલ્ડીંગ ૨૦૨૨ સુધીમાં બનાવવાની ઈચ્છા છે.