Abtak Media Google News

સુરતમાં 7 ઇચ, ઉમરપાડામાં 6ાા ઇંચ, માંગરોળ અને વાલીયામાં પ ઇંચ, નડીયાદ અને દેડીયા પાડામાં 4ાા ઇંચ, રાજયના 118 તાલુકાઓમાં મેધમહેર: સવારથી 31 તાલુકાઓમાં વરસી રહી છે મેધ કૃપા

ગુજરાતમાં હવે નૈઋત્વનું ચોમાસુ જમાવટ કરી રહયું છે છેલ્લા ર4 કલાક દરમિયાન રાજયના 118 તાલુકાઓમાં મેધ મહેર રહેવા પામી હતી. દરમિયાન સવારથી 31 તાલુકાઓમાં મેધકૃપા વરસી રહી છે. મઘ્ય  ગુજરાત તથા દક્ષિણ ગુજરાતમાં મેધરાજાએ સટાસટી બોલાવી હતી. આણંદના બોરસદમાં માત્ર છ કલાકમાં સુપડાધારે અગીયાર ઇંચથી વધુ વરસાદ ખાબકતા આપું ગામ બેટમાં ફેરવાયું ગયુ હતું. સુરતના કામરેજના પણ આઠ ઇંચ અને સુરતમાં સાત ઇંચ વરસાદ પડયો હતો. આગામી ત્રણ દિવસ રાજયમાં હજી વરસાદની આગાહી આપવામાં આવી છે. દક્ષિણ ગુજરાતમાં ભારે વરસાદની જયારે સૌરાષ્ટ્રમાં હળવાથી મઘ્યમ વરસાદની આગાહી હવામાન દ્વારા આગાહી આપવામ)ં આવી છે. સવારથી રાજયમાં મેઘાવી માહોલ છવાયેલો છે. સૌરાષ્ટ્રમાં વાદળ છાંયુ વાતાવરણ જોયા મળી રહ્યું છે.

આજે સવારે પુરા થતાં છેલ્લા ર4 કલાક દરમિયાન રાજયના 118 તાલુકાઓમાં વરસાદ વરસ્યો હતો. મઘ્ય ગુજરાતના આણંદ જીલ્લાના બોરસદમાં જાણે બારે મેધ ખાંગા થયા હોય તેમ મધરાતે માત્ર છ કલાકમાં સુપડાધારે 11 ઇંચથી વધુ વરસાદ ખાબકયો હતો. અતિ ભારે વરસાદથી આખુ બોરસદમાં જળ બંબાકાર જેવી સ્થિતિ સર્જાય જવા પામી હતી. સ્થળ ત્યાં જળ જેવી સ્થિતિ સર્જાઇ જવા પામી હતી. નીચાણવાળા વિસ્તારોમાં  કેડ સમાણા પાણી ભરાયા હતા નીચાણવાળા વિસ્તારમાં વરસાદ કરતા લોકોનું સલામત સ્થળે સ્થળાંતર કરવાની ફરજ પડી હતી. હજી અનેક વિસ્તારોમાં વરસાદના પાણી ભરેલા છે.

બોરસદમાં 11ા ઇંચ વરસાદ ઉપરાંત સુરતના કામરેજમાં આઠ ઇંચ, સુરત શહેરમાં સાત ઇંચ, ઉમરવાડામાં 6ાા ઇંચ, માઁગરોળમાં 16 ઇંચ, ભરુચના વાલીયામાં 4ાા ઇંચ, નડીયાદમાં 4ાા ઇંચ, ડેરીયાપાડામાં 4ાા ઇંચ, દેવભૂમિ દ્વારકા જીલ્લાના ખંભાળીયામાં ચાર ઇંચ, વડોદરાના પાદરામાં 3ાા ઇંચ, ભરુચના નેત્રાંગમાં 3ા ઇંચ, અંકલાલમાં 3 ઇંચ, વડોદરામાં 3 ઇંચ, વલસાડમાં 3 ઇંચ, ચોર્યાસીમાં 3 ઇંચ, જવુસરમાં 3 ઇંચ, કરજણમાં રાા ઇંચ, સોજીત્રામાં રાા ઇંચ, ભરુચમાં રાા ઇંચ, વસોમાં રાા ઇંચ, સાગબારામાં રાા ઇંચ, નવસારીમાં રાા ઇંચ, જણળપોરમાં રાા ઇંચ, ઓલપાડમાં રાા ઇંચ, પલાસણા, લખતર, અંકેલેશ્ર્વર, ચુડા:, પેટલાદ, તારાપુરામાં બબ્બે ઇંચ, તિલકવાડા, ચીખલી, ખેરગામ, સિંનોર, ભાણવડ, આમોદ, ગરુડેશ્ર્વર, ધરમપુર, મહુવામાં દોઢ ઇંચ અમરેલી, દેવગઢ બારીયા, પાલિતાણા, કલ્યાણપુર, આણંદ, વાણી, ડાંગમાં સવા ઇંચ, બારડોલી,  સંનખેડા, ખાંભા, વાઘોડીયામાં એક ઇંચ વરસાદ વરસ્યો હતો. આજે સવારથી 31 તાલુકાઓમાં વરસાદ વરસી રહ્યો છે. વસો અને વલસાડમાં અર્ધો ઇંચ વરસાદ વરસ્યો હતો અન્ય સ્થળોએ ઝાપટા પડયા હતા.

હવામાન વિભાગ દ્વારા આગામી ત્રણ દિવસ સુધી વરસાદની આગાહી આપવામાં આવી છે સૌરાષ્ટ્રમાં હળવાથી મઘ્યમ અને દક્ષિણ ગુજરાતમાં ભારેથી અતિ ભારે વરસાદની આગાહી આપવામાં આવી છે.

  • સૌરાષ્ટ્રમાં પણ મેઘો મહેરબાન… ખંભાળીયામાં અનરાધાર 4 ઇંચ: ચુડા-લખતરમાં બે ઇંચ
  • ભાણવડ અને મહુવામાં દોઢ ઇંચ, કલ્યાણપુર, પાલિતાણા, અમરેલીમાં સવા ઇંચ, ખાંભામાં એક ઇંચ વરસા

અષાઢી બીજના પાવન પર્વ પૂર્વ મેધરાજા સૌરાષ્ટ્ર પર પણ મહેરબાન થયા હતા અલગ અલગ વિસ્તારોમાં વરસાદ વરસ્યો હતો. ખંભાળીયામાં સૌથી વધુ ચાર ઇંચ વરસાદ વરસી ગયો હતો. સુરેન્દ્રનગર જીલ્લાના ચુડામાં બે ઇંચ, લખતરમાં બે ઇંચ, સાયલા અને વઢવાણમાં અર્ધો ઇંચ વરસાદ વરસ્યો હતો. દેવ ભૂમિ દ્વારકા જીલ્લામાં મેઘરાજાએ સટાસટી બોલાવી હતી. ખંભાળીયામાં ચાર ઇંચ, ભાણવડમાં દોઢ ઇંચ, કલ્યાણપુરમાં સવા ઇંચ, દ્વારકામાં પોણો ઇંચ, અમરેલી જીલ્લામાં અમરેલી શહેરમાં સવા ઇંચ, ખાંભામાં એક ઇંચ, જાફરાબાદ, લીલીયા અને રાજુલમાં હળવા ઝાપટા પડયા હતા. ભાવનગર જીલ્લાના મહુવામાં દોઢ ઇંચ, પાલીતાણામાં સવા ઇંચ, જયારે ભાવનગર, ગારિયાધાર, જેસર, ઉમરાળામાં ઝાપટા પડયા હતા બોટાદમાં અર્ધા ઇંચ વરસાદ પડયો હતો.સૌરાષ્ટ્રમાં અત્યાર સુધીમાં સીઝનનો 10.46 ટકા વરસાદ વરસી ગયો  આજે સવારથી વાદળછાંયુ છવાયેલું છે. અસહ્ય ઉકળાટનો અહેસાસ થઇ રહ્યો છે. મેધરાજા ગમે ત્યારે હેત વરસાવે તેવા અસાર મળી રહ્યા છે.

આજી-3 અને ફાડદંગ બેટીમાં નવા નીરની આવક

Untitled 1 2

રાજકોટ સહિત સૌરાષ્ટ્રમાં મેધરાજા છુટાછવાયા વિસ્તારોમાં હળવું હેત વરસાવી રહ્યા છે જેના કારણે જળાશયોમાં નવા નીરની આવક થઇ રહી છે. આજે સવારે પુરા થતા છેલ્લા ર4 કલાક દરમિયાન બે જળાશયોમાં નવા નીરની આવક થવા પામી છે. રાજકોટ સિંચાઇ વર્તુળ પુર એકમના સૂત્રોના જણાવ્યાનુસાર આજે સવારે પુરા થતાં છેલ્લા ર4 કલાક દરમિયાન આજી-3 ડેમમાં 0.03 ફુટ પાણીની આવક થવા પામી હતી. 26.70 ફુટ ઓવર ફલો થતા આજી-3 ની સપાટી 16.80 ફુટે પહોંચી જવા પામી હતી. ડેમમાં 563 એમસીએફટી પાણી ભરેલું છે. આ ઉપરાંત ફાડદંગ બેટીમાં નવું 0.33 ફુટ પાણીની આવક થવા પામી છે.

 

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.