Abtak Media Google News

ભારતના વીર પુત્ર સમ્રાટ પૃથ્વીરાજ ચૌહાણની યશોગાથાને ઉજાગર કરતી પૃથ્વીરાજ ફિલ્મને ગુજરાતમાં કરમુક્ત કરવાની જાહેરાત રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે ટ્વીટ કરીને જણાવ્યુ હતું. રાજ્ય સરકારના આ નિર્ણયથી રાજ્ય સરકારની ફિલ્મ પ્રોત્સાહન નીતિના મળવાપાત્ર થતા લાભો મળશે. જણાવી દઈએ કે આ ફિલ્મ ઉત્તરપ્રદેશ, મધ્યપ્રદેશ, ઉત્તરાખંડ અને હવે ગુજરાતમાં પણ આ ફિલ્મને કરમુક્ત કરવામાં આવી છે.

Screenshot 1 12

ફિલ્મ પૃથ્વીરાજમાં અક્ષય કુમાર સિવાય, સોનુ સુદ, સંજય દત્ત પણ મુખ્ય ભુમિકામાં જોવા મળશે. મિસ વર્લ્ડ રહી ચૂકેલી માનુષી છિલ્લર અક્ષયની અપોઝિટ જોવા મળશે. ડૉક્ટર ચંદ્રપ્રકાશ દ્વિવેદીના ડાયરેક્શનમાં બનેલી છે.અને આ ફિલ્મને કરમુક્ત કરવામાં આવી છે. આ ફિલ્મની સ્ટોરી સમ્રાટ પૃથ્વી રાજ ચૌહાણની લવ સ્ટોરી પર આધારિત હશે. આ ઉપરાંત, ફિલ્મનાં ટ્રેલરમાં 1191 અને 1192માં થયેલા પૃથ્વીરાજ ચૌહાણ અને મોહમ્મદ ઘોરી વચ્ચેનાં યુદ્ધની પણ ઝાંખીઓ જોવા મળે છે.

ગુજરાતી ફિલ્મ નાયિકા દેવી ગુજરાતના સિનેમાગૃહો દ્વારા આ ફિલ્મ પ્રદર્શિત કરવા બદલ ચૂકવાયેલા કરનું વળતર તેમને રાજ્ય સરકાર દ્વારા આપવામાં આવશે.રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલે ગુજરાતી ચલચિત્ર નાયિકા દેવીને રાજ્ય સરકારની ફિલ્મ પ્રોત્સાહન નીતિના મળવાપાત્ર થતા લાભો આપવાની જાહેરાત કરી છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.