CM ભૂપેન્દ્ર પટેલને કોરોના પોઝીટીવ, હળવા લક્ષણો દેખાતા કરાવ્યો હતો ટેસ્ટ

ગુજરાતમાં કોરોનાના કેસો સતત વધી રહ્યા છે. ગતરોજ 450થી વધુ સંક્રમિતો નોંધાયા છે.ત્યારે રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ કોરોનાની ઝપેટમાં આવ્યા છે. મુખ્ય પ્રધાન કોરોના સંક્રમિત થતા હોમ આઇસોલેટ થયા છે.

ઉલ્લેખનીય છે કે આજરોજ મુખ્ય પ્રધાનની અધ્યક્ષતામાં રાજ્યમાં કાયદા અને વ્યવસ્થા મુદ્દે ચર્ચા થવાની હતી. બેઠકમાં રથયાત્રામાં સુરક્ષા સંબંધિત ચર્ચાઓ આ બેઠકમાં થવાની હતી. જોકે મુખ્ય પ્રધાન કોરોના સંક્રમિત થતા બેઠક રદ કરવામાં આવી છે અને હાલ ભુપેન્દ્ર પટેલ સંપૂર્ણ સ્વસ્થ છે તેવું સૂત્રો દ્વારા જણાવાયું છે