- ઓપરેશન સિંદુર પછી અમદાવાદમાં યોજાઈ ‘તિરંગા યાત્રા’
- CM ભુપેન્દ્ર પટેલ તિરંગા યાત્રામાં રહ્યા હાજર
- મુખ્યમંત્રીએ ભુપેન્દ્ર પટેલે આપી લીલી ઝંડી
જમ્મુ કાશ્મીરમાં આવેલા પર્યટન સ્થળ પહલગામમાં 22 એપ્રિલના રોજ આ*તં*કીઓએ 26 જેટલા નિર્દોષોનું લોહી વહાવ્યું હતું. જેની સામે સમગ્ર દેશમાં રોષની લાગણી ફેલાઇ હતી. જેમાં જાણવા મળ્યું હતું કે, આ*તં*કી હુ*મ*લો થયો હતો, જેની સામે ભારતીય સેનાએ ઓપરેશન સિંદુર હાથ ધરીને POK અને પાકિસ્તાનમાં આ*તં*કીઓના ઠેકાણા પર સ્ટ્રાઈક કરીને ત્યાં રહેલા આ*તં*કીઓનો ખાત્મો બોલાવ્યો હતો. આ ઉપરાંત ગુજરાતમાં ઓપરેશન સિંદુર બાદ અમદાવાદમાં તિરંગા યાત્રા યોજવામાં આવી હતી. આ તિરંગા યાત્રામાં મુખ્યમંત્રીએ ભુપેન્દ્ર પટેલે લીલી ઝંડી આપી હતી. તેમજ મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ પણ આ તીરંગા યાત્રામાં જોડાયા હતા.
View this post on Instagram
તિરંગા યાત્રા યોજવામાં આવી
અમદાવાદના લપકામણ ખાતે ઓપરેશન સિંદુર પછી તિરંગા યાત્રા યોજવામાં આવી હતી. ત્યારે આ યાત્રામાં બહોળી સંખ્યામાં લોકો જોડાયા હતા. આ ઉપરાંત ઉલ્લેખનીય છે કે, આ યાત્રામાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની સાથે સાથે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના અધિકારીઓ અને પદાધિકારીઓ પણ જોડાયા હતા. તેમજ તિરંગા યાત્રામાં લોકો દેશભક્તિના રંગમાં રંગાઈ ગયા હતા. તિરંગા યાત્રામાં લોકોએ વંદે માતરમ અને ભારત માતા કી જયના નારાઓ લગાવ્યા હતા.
મોટી સંખ્યામાં લોકો જોડાયા
તિરંગા યાત્રામાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે લોકોનું અભિવાદન ઝીલ્યું હતું. આ દરમિયાન બહોળી સંખ્યામાં લોકોએ તિરંગા ધ્વજ સાથે બાઈક પર સવાર થઈને યાત્રામાં જોડાયા હતા. તેમજ લોકોએ હાથમાં રાષ્ટ્ર ધ્વજ લઈને જય હિંદ અને ભારત માતા કી જય ના નારા લગાવ્યા હતા.