મુખ્યમંત્રી જૂનાગઢમાં : વિદ્યાર્થીઓને એનાયત કરી પદવી

મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીએ ગઈકાલે ભાવનગરમાં 70 કરોડના વિકાસ કામોની ભેટ આપ્યા બાદ આજે સવારે તેઓ જૂનાગઢની મુલાકાતે આવ્યા હતા ભકતકવી નરસિંહ મહેતા યુનિવર્સિટીની સ્થાપના બાદ આજે પ્રથમ વખત પદવીદાન સમારોહ યોજાયો હતો. જેમાં મુખ્યમંત્રીના હસ્તે 54 વિદ્યાર્થીઓને ગોલ્ડ મેડલ એનાયત કરવામાં આવ્યા હતા. આ ઉપરાંત કુલ 30362 છાત્રોને ડિગ્રી પ્રદાન કરવામાં આવી હતી બપોરે મુખ્યમંત્રીનું દેવભૂમી દ્વારકામાં આગમન થશે તેઓ શિવરાજપુર બીચ ખાતે પ્રવાસીઓની સુવિધા વધારવા માટે ચાલી રહેલી કામગીરી ઉપરાંત સિગ્નેચર બ્રિજની કામગીરીનું નિરીક્ષણ કરશે રાત્રી રોકાણ પણ દ્વારકામાં કરશે.

જૂનાગઢમાં ભકતકવિ નરસિંહ મહેતા યુનિવર્સિટીની સ્થાપના થયાબાદ આજે પ્રથમવાર પદવીદાન સમારોહ યોજાઈ રહ્યો છે. જેમાં મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણી અને શિક્ષણમંત્રી ભુપેન્દ્રસિંહ ચુડાસમાની વિશેષ ઉપસ્થિતિમાં વિવિધ ફેકલ્ટીના 54 વિદ્યાર્થીઓને ગોલ્ડ મેડલ એનાયત અર્પણ કરવામાં આવ્યા હતા જૂનાગઢ, પોરબંદર, ગીર સોમનાથ અને દેવભૂમી દ્વારકા એમ ચાર જિલ્લાના 30362 વિદ્યાર્થીઓને ડીગ્રી એનાયત કરવામાં આવશે. જૂનાગઢની મૂલાકાત દરમિયાન મુખ્યમંત્રી ઐતિહાસિક ધરોહર એવી ઉપરકોટની પણ વીઝીટ કરશે અહી 45 કરોડના ખર્ચે કાર્યરત થયેલી રિસ્ટોરેશન કામગીરીનું નિરીક્ષણ કરશે.

બપોરે 4.20 કલાકે મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણી દેવભૂમી દ્વારકાની મૂલાકાતે જશે. અહીં શિવરાજપૂર બ્રિજ ખશતે પ્રવાસીઓની સુવિધા વધારવા માટે થઈ રહેલા વિકાસ કામોનું નિરીક્ષણ કરશે અને સિગ્નેચર બ્રિજની કામગીરીની પણ સમીક્ષા કરશે દ્વારકાના સર્કિટ હાઉસ ખાતે જિલ્લા વહીવટી તંત્રના અધિકારીઓ સાથે બેઠક યોજશે. રસીકરણ સહિતની કામગીરી અંગે ચર્ચાકરશે અને જરૂરીસુચનાઓ આપશે.

મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણી આજે રાત્રી રોકાણ દ્વારકામાં સર્કિટ હાઉસ ખાતે કરશે આવતીકાલે સવારે દ્વારકાધીશના ચરણોમાં શીશ ઝૂકાવી જામનગર જવા રવાના થશે.