- મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ શુક્રવાર, તા. 7મી ફેબ્રુઆરીએ પ્રયાગરાજ કુંભમેળામાં જશે
- બપોરે 12:30 કલાકે ત્રિવેણી સંગમ ખાતે પવિત્ર સ્નાન કરશે
- ગુજરાત સરકારના પ્રવાસન વિભાગ દ્વારા પ્રયાગરાજમાં ઊભા કરાયેલ ગુજરાત પેવેલિયનની લેશે મુલાકાત
મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ ઉત્તર પ્રદેશના પ્રયાગરાજમાં યોજાઈ રહેલા કુંભમેળામાં ત્રિવેણી સંગમ ખાતે પવિત્ર સ્નાન માટે શુક્રવાર, તા. 7મી ફેબ્રુઆરીએ જશે. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના નિર્ધારિત કાર્યક્રમ અનુસાર, તેઓ આવતીકાલે શુક્રવારે બપોરે 12:30 કલાકે ત્રિવેણી સંગમ ખાતે પવિત્ર સ્નાન કરશે. આ પૂર્વે તેઓ સવારે 9:30 કલાકે પ્રયાગરાજ પહોંચીને બડે હનુમાનજી મંદિરના દર્શન-પૂજન પણ કરવાના છે.
મુખ્યમંત્રી પ્રયાગરાજના પ્રવાસ દરમિયાન ગુજરાત સરકારના પ્રવાસન વિભાગ દ્વારા પ્રયાગરાજમાં ઊભા કરવામાં આવેલા ગુજરાત પેવેલિયનની મુલાકાત કરશે અને સાંજે ગાંધીનગર પરત આવશે.
મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ તા. 5 માર્ચના રોજ કચ્છ જિલ્લાની મુલાકાતે આવી રહ્યા છે. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ બપોરે 4 વાગ્યે ભુજ-ભચાઉ હાઇવે, શિકરા ખાતે આયોજિત કાર્યક્રમમાં રૂ.996 કરોડના કુલ 12 કામોનું ઇ-ખાતમુહૂર્ત તેમજ રૂ. 11 કરોડના 8 કામોનું ઇ-લોકાર્પણ કરી કુલ રૂ.1 હજાર કરોડથી વધુના વિવિધ વિકાસકામોની કચ્છવાસીઓને ભેટ આપશે.
મુખ્યમંત્રીની આ મુલાકાતમાં સાંસદ વિનોદ ચાવડા, જિલ્લા પંચાયત પ્રમુખ જનકસિંહ જાડેજા, ધારાસભ્યો કેશુભાઇ પટેલ, પ્રદ્યુમનસિંહ જાડેજા, વિરેન્દ્રસિંહ જાડેજા, માલતીબેન મહેશ્વરી, અનિરૂધ્ધભાઇ દવે તથા ત્રિકમભાઇ છાંગા સહિતના મહાનુભાવો ઉપસ્થિત રહેશે.