મુખ્યમંત્રી ગુરૂવારે કરશે કોર્પોરેશન અને રૂડાના રૂ.૪૮૯ કરોડના વિકાસકામોનું લોકાર્પણ-ખાતમુહૂર્ત

આમ્રપાલી  અન્ડરબ્રિજનું લોકાર્પણ: કેકેવી ચોક, જડુસ ચોક, નાનામવા ચોક અને રામદેવપીર ચોકમાં ફ્લાય ઓવર બ્રિજનું ખાતમુહૂર્ત

આમ્રપાલી  અન્ડરબ્રિજનું લોકાર્પણ: કેકેવી ચોક, જડુસ ચોક, નાનામવા ચોક અને રામદેવપીર ચોકમાં ફ્લાય ઓવર બ્રિજનું ખાતમુહૂર્ત રાજકોટ  મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીના  હસ્તે આગામી ગુરુવારે કોર્પોરેશન તથા રૂડાના ૪૮૯ કરોડના વિવિધ પ્રોજેકટનું લોકાર્પણ અને ખાતમુહૂર્ત કરવામાં આવશે.તિરુપતિ હેડ વર્કસ, કોઠારીયા ચોકડીથી આગળ, કોઠારીયા રોડ ખાતે ગુરુવારે સવારે ૯:૩૦ વાગ્યે દ્વારા મુખ્યમંત્રી દ્રારા  આમ્રપાલી અન્ડરબ્રિજ, કોઠારીયા અને વાવડી પાણી પુરવઠા યોજનાનું, કેકેવી ચોક, જડુસ ચોક, નાનામવા ચોક અને રામદેવપીર ચોકમાં ફ્લાય ઓવરબ્રિજ તથા અન્ય વિવિધ વિકાસ કામોનું લોકાર્પણ અને ખાતમુહૂર્ત કરવામાં આવશે.ર મહાનગરપાલિકા દ્વારા નિર્માણ પામેલી જુદી જુદી આવાસ યોજનાઓમાં ખાલી રહેલા ૫૬.૫૮ કરોડના ૪૧૬ આવાસોનો  કમ્પ્યુટરાઈઝડ ડ્રો કરવામાં આવશે.તેમજ “હેકેથોન-૨૦૨૧સ્પર્ધાનું આયોજન તથા આવાસ યોજનાના લાભાર્થીઓને “પ્રોપર્ટી સ્માર્ટ કાર્ડ પાઇલોટ પ્રોજેક્ટનો પણ શુભારંભ કરવામાં આવશે તેમજ મુખ્યમંત્રી દ્વારા કિશાનપરા ચોક ખાતે પબ્લિક બાઈક શેરીંગ પાઈલોટ પ્રોજેક્ટનું લોકાર્પણ થશે.

મહાપાલિકા દ્વારા  ૨૫.૫૩ કરોડના ખર્ચે નિર્માણ પામેલ શહેરના રૈયા રોડ આમ્રપાલી રેલ્વે ક્રોસીંગ ખાતે અન્ડરબ્રિજનું લોકાર્પણ કરવામાં આવશે.વોર્ડ ન.-૩, પોપટપરા વિસ્તારમાં રૂપિયા ૪૩ લાખના ખર્ચે બનેલા ગાર્ડન અને બાલક્રિંડાંગણનું લોકાર્પણ કરવામાં આવશે.

આ ઉપરાંત કોઠારિયા અને વાવડી તેમજ જિલ્લા ગાર્ડન વિસ્તાર માટે રૂ. ૧૦૫ કરોડના ખર્ચે પીવાના પાણી માટે ઈ.એસ.આર., જી.એસ.આર. પમ્પિંગ મશીનરી અને ડી.આઈ. પાઈપલાઈનના કાર્યો પૂર્ણ કરવામાં આવેલ છે.

“અમૃત યોજનાં અંતર્ગત, વોર્ડ નં.૭ અને ૧૪ જીલ્લા ગાર્ડન ખાતે વોટર સપ્લાય હેડવર્કસનાં સિવિલ કામનું, વોર્ડ નં.૧૮ કોઠારીયા રોડ, તિરૂપતીનગર પાસે, વોટર સપ્લાય હેડવર્કસનાં સિવિલ કામનું, વોર્ડ નં.૧૨ વાવડી વિસ્તારમાં વોટર સપ્લાય હેડવર્કસનાં સિવિલ કામનું, વોર્ડ નં.૧૮ કોઠારીયા, નારાયણનગરપાસે, વોટર સપ્લાય હેડવર્કસનાં સિવિલ કામ સહીત કુલ રૂપિયા ૧૭.૧૩ કરોડના ખર્ચે હેડવર્કસના વિકાસના કામોનું લોકાર્પણ કરવામાં આવશે.

સ્માર્ટ સીટી પ્રોજેક્ટ અંતર્ગત  ૭૦ લાખના ખર્ચે બનાવવામાં આવેલ સ્માર્ટ બસ સ્ટોપનું લોકાર્પણ કરવામાં આવશે.કોર્પોરેશનના  કુલ ૧૩૨.૨૩ કરોડના વિવિધ કામોનું લોકાર્પણ કરવામાં આવશે.

જયારે કાલાવડ રોડ  કે.કે.વી.ચોક તથા જડૂસ ચોકમાં બનનારા ઓવરબ્રીજ અને ૧૫૦ ફુટ રીંગ રોડ પર નાનામવા ચોક તથા રામદેવપીર ચોકમાં ઓવરબ્રિજ સહિત ૨૫૪.૫૦ કરોડના વિવિધ કામોનું ખાતમુહૂર્ત  કરવામાં આવશે.

જયારે રૂડાના  રીંગરોડ-૨ ફેઝ-૪ ફ્રોમ ભાવનગર રોડ ટુ અમદાવાદ રોડના  કામનું ડી.પી રોડ ફ્રોમ કોર્પોરેશન બાઉન્ડ્રી ટુ એઇમ્સ હોસ્પીટલ ઇન રૂડા એરીયાના કામનું રૂપિયા, ક્ધસ્ટ્રકશન ઓફ બ્રીજ ફોર રીંગરોડ-૨ ફેઝ-૪  કામનું , ક્ધસ્ટ્રકશન ઓફ ૩૦.૦મી ડી.પી રોડ ફ્રોમ કોર્પોરેશન બાઉન્ડ્રી ટુ ૯૦ મી ડી.પી રોડ કનેકટીંગ એઇમ્સ હોસ્પીટલ ઇન રૂડા એરીયાના કામનું રૂપિયા ૪.૯૫ કરોડના ખર્ચનું તેમજ ક્ધસ્ટ્રકશન ઓફ બ્રીજ ફોર રીંગરોડ-૨ ફેઝ-૪ એટ ચે.૮૭૮૦ના કામનું રૂપિયા ૪.૮૮ કરોડના ખર્ચ સહીત કુલ ૪૬.૧૯ કરોડના વિકાસ કામોનું ખાતમુહૂર્ત કરવામાં આવશે.

પ્રધાનમંત્રી આવાસ યોજનાના ખાલી ૪૧૬ આવાસોનો કમ્પ્યુટરાઈઝડ ડ્રો કરવામાં આવશે. “હેકાથોન સ્પર્ધા અને “પ્રોપર્ટી સ્માર્ટ કાર્ડ પ્રોજેક્ટનો શુભારંભ કરાશે અને પબ્લિક બાઈક શેરીંગ પાઈલોટ પ્રોજેક્ટનું લોન્ચિંગ કરાશે.

Loading...