રાજકોટમાં ૨૬મીથી લઘુ ઉદ્યોગ મેળો મુખ્યમંત્રી ‚રૂપાણી કરશે ઉદઘાટન

vijay rupani | gujarat | cm | national
vijay rupani | gujarat | cm | national

ચાર દિવસીય લઘુ ઉદ્યોગ મેળામાં રાજય સરકાર તરફથી ઉદ્યોગો અંગેની વિકાસ યોજનાઓ અને સવલતોની જાહેરાત થવાની શકયતા

લઘુ ઉદ્યોગ ભારતી દ્વારા ચોથા ઈન્ડીયા ઉદ્યોગ ફેરનું આગામી ૨૬મીથી ૨૯મી સુધી એનએસઆઈસી ગ્રાઉન્ડ, આજી ઈન્ડસ્ટ્રીયલ એરીયા ખાતે મુખ્યમંત્રી વિજયભાઈ ‚પાણી કેન્દ્રીય મંત્રી હરીભાઈ ચૌધરીની ઉપસ્થિતમાં પ્રારંભ થઈ રહ્યો છે. આ લઘુ ઉદ્યોગ મેળાને કેન્દ્રીય લઘુ ઉદ્યોગ મંત્રી કલરાજ મિશ્ર, રેલવે મંત્રી સુરેશ પ્રભુ તથા ટોચના અનેક વિભાગના મંત્રીઓ અને અધિકારીઓએ શુભેચ્છા અને સહકાર પાઠવ્યો છે. ગુજરાત સરકાર તરફથી પણ સૌરાષ્ટ્રના ઉદ્યોગ જગતને અનેક વિકાસ યોજનાઓ અને ઉદ્યોગીક સવલતો મળે તેવી જાહેરાત આ મેળાના ઉદઘાટન સમારંભમાં થવાની અપેક્ષા છે દસ એરક્ધડીશન્ડ ડોમમાં એનએસઆઈસી ગ્રાઉન્ડ ખાતે લઘુ ઉદ્યોગ મેળાના આખરી ઓપ આપવા તૈયારીઓનો ધમધમાટ ચાલી રહ્યો છે.

આ લઘુ ઉદ્યોગ મેળા સંદર્ભે માહિતી આપતા લઘુ ઉદ્યોગ ભારતીનાં હંસરાજભાઈ ગજેરા, ગણેશભાઈ ઠુમ્મર તથા કેતનભાઈ વસાએ જણાવ્યું હતુ કે, સૌરાષ્ટ્રમાં પ્રથમવાર આવો રાષ્ટ્રીય કક્ષાનો ઉદ્યોગ મેળો થવા જઈ રહ્યો છે. આ ઉદઘાટન કાર્યક્રમમાં રાજયના કેબીનેટ મંત્રી ચીમનભાઈ સાપરીયા, જયેશભાઈ રાદડીયા તેમજ રાજયમંત્રી રોહિતભાઈ પટેલ બજરંગલાલ ગુપ્તા, મોહનભાઈ કુંડારીયા ધારાસભ્ય ગોવિંદભાઈ પટેલ, ભાનુબેન બાબરીયા, મેયર જૈમનભાઈ ઉપાદ્યાય, ધનસુખભાઈ ભંડેરી, ડો. વલ્લભભાઈ કથીરીયા સહિતના ઉપસ્થિત રહેશે.

આ લઘુ ઉદ્યોગ મેળામાં લઘુ ઉદ્યોગકારોઓ મોટાપાયે સ્ટોલ બુકીંગ કરી જબ્બર પ્રતિસાદ આપ્યો છે. દસ એ.સી.ડોમમાં ફેલાયેલા આ ઉદ્યોગ મેળામાં મશીનરી ટુલ્સ, ઓયોપાર્ટસ ટુલ્સ, બ્રોસ પાર્ટ, જનરલ કાસ્ટીંગ, ઈન્વેસ્ટમેન્ટ કાસ્ટીંગ, પ્લાસ્ટીક પ્રોડકટસ, એગ્રો. એન્ડ ફૂડ પ્રોસેસીંગ, ઈલેકટ્રીકલ, હાર્ડવેર અને કિચનવેર, એગ્રો ઈકવીપમેન્ટ તેમજ પંપ મોટર અને ડીઝલ એન્જીનના સ્ટોલો આકર્ષણ જમાવશે.

સંપૂર્ણ વાતાનુકુલીન ડોમમાં પ્રદર્શનકારો પોતાની ઉત્પાદીત પ્રોડકટસનું સંપૂર્ણ રીતે પ્રદર્શન કરી શકે તે માટે તમામ વ્યવસ્થા ઉભી કરાઈ છે. રાજકોટના આંગણે જયારે આવો રાષ્ટ્રીય ફેર યોજાઈ રહ્યો છે. ત્યારે સવારે ૧૦ થી સાંજે ૬ સુધીમાં વધુમાં વધુ ઉદ્યોગકારો તમામ સ્ટોલોની મુલાકાત લઈ જ‚રી માહિતી મેળવી પોતાના ઉદ્યોગ ધંધાનો વિકાસ કરે તે હેતુથી સમગ્ર આયોજન કરાયું છે.