Abtak Media Google News

મુખ્યમંત્રી વિજય ભાઈ રૂપાણી એ રાજ્યમાં શેરડી ના પાક માં ૧૦૦ટકા ડ્રીપ ઇરીગેશન માટે ખેડૂતો ને રાજ્ય સરકાર પ્રેરિત કરશે તેવી નેમ વ્યક્ત કરી છે.

B6Df5472 Ff59 4923 A47D 995190Af068A

મુખ્યમંત્રી એ ખેડૂત સુખી તો ગામડું સુખી ના ધ્યેય ને સાકાર કરવા  રાજ્ય ના હરેક કિસાન ને  ઇઝરાયેલ પદ્ધતિ એ ડ્રીપ ઇરીગેશન ભણી વળવા ની હિમાયત કરી છે. તેમણે  અમદાવાદ માં ઇફ્કો આયોજિત ખેડૂત અને સહકાર સંમેલન માં પ્રગતિશીલ કૃષિકારો અને સહકારી અગ્રણીઓ નું સન્માન કર્યું હતું. વિજય ભાઈ રૂપાણી એ જણાવ્યું કે હવે પરંપરાગત બીબાઢાળ ખેત પદ્ધતિ ને સ્થાને અદ્યંતન કૃષિ પદ્ધતિ અપનાવી સમય સાથે ચાલવા ખેડૂતો એ માઈન્ડ સેટ બદલવો પડશે..

તેમણે કહ્યું કે ઇઝરાયેલ જેવા નાના દેશે ટપક સિંચાઇ પદ્ધતિ અને કૃષિ ક્ષેત્રે જે ઈનોવેશન્સ અપનાવ્યા છે તેનો વ્યાપક વિનિયોગ ગુજરાત માં કેળા શેરડી ડાંગર જેવા પાકો માં કરી ૨૦૨૨ સુધી માં ખેડૂત ની આવક બમણી કરવા ના પ્રધાનમંત્રી ના સંકલ્પ માં ગુજરાત લીડ લેશે  એવો વિશ્વાસ તેમણે દર્શાવ્યો હતો..

મુખ્યમંત્રી એ ગુજરાતે ખેડૂતો ને ૦ ટકા વ્યાજે લોન.. ખેડૂત ના ખેતર માં સૌર ઉર્જા થી વીજ ઉત્પાદન દ્વારા ખેત વપરાશ ની વીજ અને વધારા ની વીજળી વેચી ને આર્થિક આધાર મેળવી શકે તેવા અનેક આયોજનો કર્યા છે તેની ભૂમિકા આપી હતી.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.