Abtak Media Google News

175 કરોડના ખર્ચે બનેલા ઈફકો  પ્લાન્ટમાં 500 મી.લી.ની 1.50 લાખ બોટલ  નેનો યુરીયાનું ઉત્પાદન

મુખ્યમંત્રી  ભૂપેન્દ્રભાઈ પટેલે વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીએ તાજેતરમાં જેનું ઉદઘાટન કર્યું છે તે કલોલ ઇફકોના નેનો યુરીયા પ્લાન્ટ ની આજે મુલાકાત લીઘી હતી. કલોલમાં સ્થપાયેલો આ આધુનિક પ્લાન્ટ અત્યારે 1.5 લાખ બોટલનું ઉત્પાદન કરવાની ક્ષમતા ધરાવે છે.

Img 20220602 Wa0202

આગામી સમયમાં દેશમાં આવા 8 વધુ પ્લાન્ટ પણ શરૂ કરીને  યુરિયા પરની વિદેશી નિર્ભરતા ઘટાડવાની પ્રધાનમંત્રી  નેમ છે. ખાતરમાં આ નેનો ટેકનોલોજીમાં  વડાપ્રધાનના માર્ગદર્શનમાં આત્મનિર્ભરતા તરફ જે પગલું ભર્યું છે તે કેટલું મહત્ત્વનું છે તેની પ્રત્યક્ષ અનુભૂતિ મુખયમંત્રીએ આ પ્લાન્ટની મુલાકાતથી કરી હતી.  રૂપિયા175 કરોડના ખર્ચે ઈફકો કલોલ માં કાર્યરત થયેલા આ પ્લાન્ટમાં 500 મી.લી.ની 1.50 લાખ બોટલ  નેનો યુરીયા નું ઉત્પાદન થાય  છે.

Img 20220602 Wa0203

મુખ્યમંત્રી સાથે આ પ્લાન્ટ મુલાકાતમાં મુખ્ય સચિવ પંકજ કુમાર,ગાંધીનગર કલેક્ટર કુલદિપ આર્ય તેમજ ઈફકો કલોલ પ્લાન્ટ ના વરિષ્ઠ ઈજનેરો જોડાયા હતા. મુખ્યમંત્રીએ નેનો યુરીયાના સમગ્ર પ્લાન્ટની ગતિવિધીનું તેમજ કંટ્રોલ રૂમનું રસપૂર્વક નિરીક્ષણ કર્યું હતું.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.