Abtak Media Google News

એનડીઆરએફ સાથે ગીર સોમનાથ અને જૂનાગઢ જિલ્લાને રાહત બચાવમાં મદદરૂપ થવા એક એસઆરપીની રેસ્કયુ ટીમ: જરૂર પડયે કોસ્ટગાર્ડ અને એરફોર્સની મદદ લેવાશે

મુખ્યમંત્રી વિજયભાઇ રૂપાણીએ આજે ગીર-સોમનાથ અને જૂનાગઢ જિલ્લા સહિત ભારે વરસાદી અસરગ્રસ્ત વિસ્તારોનું હવાઇ નિરિક્ષણ કરી જિલ્લા સેવાસદન, વેરાવળ ખાતે રાહત-બચાવ કામગીરી અંગે રીવ્યુ બેઠક યોજી અધિકારીઓને માર્ગદર્શન આપ્યું હતું. મુખ્યમંત્રીએ એરફોર્સનાં હેલીકોપ્ટર દ્વારા હવાઇ નિરીક્ષણ કર્યું હતું. હેલીકોપ્ટરનું સોમનાથ ખાતે ઉતરાણ ન થતા મુખ્યમંત્રી મુખ્ય સચિવ અને પ્રિન્સીપલ સેક્રેટરી સાથે જેતપુર ખાતે ઉતરાણ કરી મોટર માર્ગે સોમના આવી પહોંચ્યા હતા.

મુખ્યમંત્રીએ ભારે વરસાદી પ્રભાવિત વિસ્તારોમાં સૈા-પ્રથમ રાહત-બચાવ કામગીરીને પ્રામિકતા આપી યુધ્ધનાં ધોરણે હાથ ધરવા સાથે જાનહાની અને પશુ મૃત્યુ ના થાય તે અંગે પુરતી તકેદારી લેવા જણાવ્યું હતું. ગીર-સોમનાથ જિલ્લામાં એન.ડી.આર.એફ. ની બે ટીમ કાર્યરત છે. વધુ બે ટીમ કાર્યરત થશે. તેમજ જૂનાગઢ અને ગીર-સોમનાથને એસ.આર.પી. ની એક-એક રેસ્કયુ ટીમ ફાળવાશે.

મુખ્યમંત્રી રાહત-બચાવ કામગીરીમાં જિલ્લા વહિવટીતંત્રને સહાયરૂપ થવા જરૂર જણાયે કોસ્ટગાર્ડ અને એરફોર્સની મદદ લેવા જણાવી રાજ્ય સરકાર લોકોને તમામ રીતે મદદરૂપ થવા પ્રતિબધ્ધ છે, તેમ જણાવ્યું છે.

વડાપ્રધાન કાર્યલય પણ ભારે વરસાદી પ્રભાવિત વિસ્તારોની પળે-પળની જાણકારી મેળવવા સાથે લોકોને ઉપયોગી થવા કોઇ કચાશ ના રહે તેની કાળજી રાખે છે તેમ જણાવી મુખ્યમંત્રીએ કહ્યું કે, બુધવારની કેબીનેટ મીટીંગ થતા તા. ૨૦મી  નાં રોજ વડાપ્રધાનનો કાર્યક્રમ રદ કરેલ છે.  અધિકારીઓ-કર્મચારીઓને રજા રદ કરવા સો જિલ્લા પ્રભારી સચિવ સંજય નંદન, વરીષ્ઠ સનદી અધિકારી સુનયના તોમરને ગીર-સોમના અને જૂનાગઢ જિલ્લાની રાહત-બચાવ કામગીરીમાં સહયોગી બનશે અને જિલ્લાનાં વિસ્તારોની મૂલાકાત લઇ અધિકારીઓને માર્ગદર્શન આપશે.

મુખ્યમંત્રી જિલ્લાનાં ઉચ્ચ અધિકારીઓને વધુ અસરગ્રસ્ત ગામોની તાત્કાલીક મૂલાકાત લેવા સાથે ગ્રામ્ય વિસ્તારોમાં લોકોને કોઇપણ પ્રકારની હાલાકી ના રહે તેની તકેદારી લેવા સ્પષ્ટ સુચનાઓ આપી હતી. ગીર-સોમનાથ જિલ્લામાં સાગરખેડૂઓ દરિયા અને પાણીથી ટેવાયેલા હોય ત્યારે આ માચ્છીમાર ભાઇઓનો જિલ્લાતંત્રને સહયોગ લેવા મુખ્યમંત્રીએ જણાવી ટીમવર્ક સાથે કાર્યરત રહેવા માર્ગદર્શન આપ્યું હતું.

અસરગ્રસ્ત વિસ્તારોમાં તમામ જરૂરી આરોગ્ય સેવાઓ અને પીવાના પાણીનો પૂરવઠો અવિરત મળતો રહે તેમજ પાણીજન્ય કે કોઇપણ પ્રકારનો રોગચાળો ન ફેલાય તે માટે મુખ્યમંત્રીએ અધિકારીઓને જરૂરી તમામ પગલાઓ લેવા જણાવ્યું હતું.

રાહતબચાવ કામગીરી પૂર્ણ થયા બાદ અને વરસાદી પાણી ઓસરી ગયા બાદ લોકોને યેલ તમામ પ્રકારની નુકશાની અંગે અધિકારીઓની ટીમો કાર્યરત કરી સર્વે હાથ ધરી જરૂરી તમામ સહાય કરવામાં આવશે. તેમ મુખ્યમંત્રીએ ઉમેરી જણાવ્યું કે, આ તમામ કામગીરી સમયમર્યાદામાં પૂર્ણ થાય તેની ખાસ તકેદારી લેવા સ્પષ્ટ પણે જણાવ્યું હતું.  મુખ્યમંત્રી સાથે હવાઇ નિરિક્ષણમાં મુખ્ય સચિવ ડો.જે.એન.સિંઘ, મુખ્યમંત્રીનાં અગ્ર સચિવ કે.કૈલાસના પણ હવાઇ નિરિક્ષણ કરી સેવાસદન ઇણાજ ખાતે રીવ્યું બેઠકમાં જિલ્લાનાં અધિકારીઓને માર્ગદર્શન આપ્યું હતું.

જિલ્લામાં હાલ એનડીઆરએફની ૨ ટીમ ઉના-ગીર ગઢડા વિસ્તારમાં કાર્યરત છે અને વધુ બે ટીમ  આવી પહોંચશે. એનડીઆરએફના તાલીમબધ્ધ જવાનો ધ્વારા અસરગ્રસ્તોને સલામત સ્થળે ખસેડવા તથા રેસ્કયુની અસરકારક કામગીરી કરવામાં આવી હતી.બન્ને તાલુકાના ગ્રામ્ય વિસ્તારોમાંથી એક હજારી લોકોનું હંગામી સ્ળાંતર કરવામાં આવ્યુ હતુ. જે પાણી ઓસરતા તેમના ઘરે પરત ફર્યા હતા. જિલ્લાના હાલ ૧૦ ગામોમાં વિજ પુરવઠો બંધ છે, પાણી ઓસરતા વિજ પુરવઠો પુન:સપિત કરવામાં આવશે. બે દિવસમાં ભારે વરસાદમાં પાણી ભરાતા કુલ ૨૨૫ લોકોને એનડીઆરફએફની ટીમ દ્વારા રેસ્કયુ કરી સલામત સ્થળે ખસેડાયા હતા.

ઉના તાલુકાના ખજુદ્રામાં તા.૧૧ જૂલાઇના રોજ એક માનવમૃત્યુ થતા તેમના પરિવારને તાત્કાલીક રૂ. ૪ લાખની સહાય જિલ્લા વહિવટીતંત્ર ધ્વારા ચૂકવવામાં આવી હતી. ઉપરાંત બસમાં  ૮૦ લોકો તા હરમડીયા પાસે ટ્રેન ભારે વરસાદમાં રોકાઇ જતા ૨૫૨ લોકોને સલામત બહાર કઢાયા હતા. ભારે વરસાદમાં નાના મોટા ૪૦ પશુ તણાયા છે. હાલ વરસાદનું જોર ઘટતા રાહત બચાવની કામગીરી ઝડપભેર કાર્યરત છે.  તેમ કલેકટર અજયપ્રકાશે વધુમાં જણાવ્યુ હતુ.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.