જંતુનાશક દવા-ખાતરના ઝેરથી બચવા પાકૃતિક ખેતી અપનાવવા મુખ્યમંત્રીનો અનુરોધ

ઐતિહાસિક તીર્થ કુંડળધામની મુલાકાત લેતા મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઇ પટેલ

મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઇ પટેલ ઐતિહાસિક તીર્થ કુંડળધામની શુભેચ્છા મુકાલાત લીધી હતી. કુંડળધામના પ્રણેતા પરમ પુજય સદગુરુ શ્રી જ્ઞાનજીવનદાસજી સ્વામીના દર્શન કરી આશીર્વાદ પ્રાપ્ત કર્યા હતા. મુખ્યમંત્રીએ જણાવ્યું હતું કે, ખુબ સારો કાર્યો કરી અમારી ટીમ ગુજરાતમાં આગળ વધવા માંગે છે. વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદીના આત્મનિર્ભર ભારતના કોલને સાર્થક કરવા  ગુજરાતને પણ આત્મનિર્ભર બનાવી નરેન્દ્રભાઇ સાથે ખભેખભો મિલાવી કામ કરીશું તેમ જણાવ્યું હતું.મુખ્યમંત્રીએ પ્રાકૃતિક ખેતી અપનાવી પ્રજાને જંતુનાશક દવા અને યુરિયાના ઝેરથી બચાવવા અનુરોધ કર્યો હતો.

આ પ્રસંગે કુંડળધામના પ્રણેતા પરમ પુજય સદગુરુ જ્ઞાનજીવનદાસજી સ્વામીએ મુખ્યમંત્રી અને તેમની ટીમને આશીર્વાદ પાઠવતા જણાવ્યું હતું કે સારા કાર્યો  જોઇને અમ સૌ સંતોના દિલમાં ખુબ રાજીપો થાય છે. ભુપેન્દ્રભાઇ અને તેમની ટીમને સંગઠને નિમ્યા છે અને જે વિશ્ર્વાસ મૂકયો છે તેમાં કાંકરી જેટલી પણ ઉપણ ના આવે તેવી હજારો સંતો ભકતો ભગવાનને પ્રાર્થના કરીએ છીએ.

કુંડળધામની શુભેચ્છા મુલાકાત આવેલા મુખ્યમંત્રીએ સૌ પ્રથમ નિજ મંદિરમાં ભગવાન શ્રી સ્વામીનારાયણનાં દર્શન કર્યા હતા ત્યારબાદ તેમણે ભગવાન સ્વામીનારાયણ દ્વારા પધરાવેલા કુંડલેશ્રવર મહાદેવની દૂધ જળથી અભિષેક દ્વારા પુજા કરી હતી ત્યાર પછી ઐતિહાસિક દરબારગઢની મુલાકાત લીધી હતી.

આ પ્રસંગે વડતાલ ટેમ્પલ બોર્ડના ચેરમેન દેવપ્રકાશ સ્વામી તથા નાર ગોકુલધામના પ્રણેતા શુકદેવસ્વરુપ સ્વામી તથા શહેરી વિકાસ મંત્રી વિનુભાઇ મોરડીયા, ધારાસભ્ય આત્મારામભાઇ પરમાર, જીલ્લા ભાજપ પ્રમુખ ભીખુભાઇ વાઘેલા, બોટાદ જીલ્લા કલેકર બોટાદ જીલ્લા એસ.પી. સહીત અન્ય મહાનુભાવો પણ મોટી સંખ્યામાં ઉ5સ્થિત રહ્યા હતા.