Abtak Media Google News

મોરબીમાં રવિવારે જે પુલ તૂટવાની ઘટનાને લીધે જે મોતનું તાંડવ સર્જાયું હતું આ ઘટનાના પડઘા માત્ર ભારતમાં જ નહિ પરંતુ સમગ્ર વિશ્વ આ ઘટના બાબતે લોકોએ દુખ વ્યક્ત કર્યું છે. ઝૂલતો પૂલ તુટતા ૧૪૧થી વધુ લોકો મોતને ભેટ્યા છે અને અનેક લોકો ઈજાગ્રસ્ત પણ થયા છે.

Dsc 8988

મોરબીમાં બનેલી દુ:ખદ ઘટનાથી સમગ્ર ગુજરાતમાં શોકનો માહોલ છવાયો છે. દરમિયાન આજે સમગ્ર ગુજરાતમાં રાજય વ્યાપી શોક પાળવામાં આવી રહ્યો છે. તમામ સરકારી કચેરીઓમાં આ શોક પાડવામાં આવી રહ્યો છે અને રાષ્ટ્રધ્વજ અડધી કાઠીએ ફરકાવવામાં આવી રહ્યો છે. પરંતુ શું તમે જાણો છો રાજ્ય શોક એટલે શું ? રાજ્યના શોકમાં ક્યાં કાર્યો ન કરી શકાય ? તો ચાલો જાણીએ વિગતવાર

રાજ્ય શોક એટલે..?

જ્યારે રાજ્યમાં શોક જાહેર કરવામાં આવે છે, ત્યારે તેને રાજકિય શોક કહેવામાં આવે છે.રાષ્ટ્રધ્વજ અડધી કાઠીએ લહેરવામાં આવે છે.

રાજ્યના શોકમાં ક્યાં કાર્યો ન કરી શકાય ?

ફ્લેગ કોડ ઓફ ઈન્ડિયાના નિયમો અનુસાર, રાજ્યના શોક દરમિયાન, વિધાનસભા, સચિવાલય સહિતની મહત્વપૂર્ણ કચેરીઓમાં રાષ્ટ્રધ્વજ અડધી ઝુકાવવામાં આવે છે. આ સિવાય રાજ્યમાં કોઈ ઔપચારિક અને સરકારી કાર્યક્રમોનું આયોજન થતું નથી. આ સમયગાળા દરમિયાન મેળાવડા અને સત્તાવાર મનોરંજન પર પણ પ્રતિબંધો છે.કોઈ સરકારી જાહેર સમારંભો, સત્કાર સમારોહ કે મનોરંજન કાર્યક્રમો યોજાશે નહીં.

મોરબી દુર્ઘટનાને લઈને આજે સમગ્ર ગુજરાતમાં રાજ્ય શોક પાડવામાં આવી રહ્યો છે ત્યારે મોરબી, રાજકોટ, જામનગરમાં રાષ્ટ્ર ધ્વજ અડધી કાઠીએ ફરકાવી રાજ્ય શોક પાડવામાં આવી રહ્યો છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.