Abtak Media Google News

હોળી-ધુળેટીના તહેવારો નજીક આવી રહ્યા છે. દર વર્ષે આ તહેવારો પૂર્વે બજારોમાં ધુમ ખરીદી નીકળે છે પરંતુ આ વર્ષે વૈશ્ર્વિક કોરોના મહામારીને કારણે હાલ બજારો સુમસામ ભાસી રહી છે. દર વર્ષે આ દિવસો દરમ્યાન હોળીમાં હોમવા માટે ખજુર, ધાણી, દાળિયા, પતાસાના હાયડા તો ધુળેટીએ રંગે રમવા રંગો, પિચકારી, ફુગ્ગા વગેરેનું ધુમ વેચાણ થતું હોય છે ત્યારે ચાલુ વર્ષે આ તમામ વસ્તુના વેચાણનાં ધરખમ ઘટાડો જોવા મળી રહ્યો છે.

Img 20210324 Wa0058

રંગો, પિચકારીના વેપારીઓના જણાવ્યા મુજબ ચાલુ વર્ષે માત્ર 10 ટકા જ ધંધો થઈ રહ્યો છે. આખો દિવસ દરમ્યાન જુજ ગ્રાહકો વસ્તુ ખરીદે છે. કોરોના સંક્રમણ અટકાવવા રાજય સરકારે આજે જ ગાઈડલાઈન જાહેર કરી છે. જે મુજબ મર્યાદિત સંખ્યામાં જ લોકો હોળી પ્રગટાવી શકશે. તેમજ હોળીની આસપાસ ભીડ ભેગી ન થાય તેનું ધ્યાન સંચાલકોએ રાખવાનું રહેશે. આ ઉપરાંત હોળીના બીજા દિવસ ધુળેટીએ પણ જાહેરમાં ઉજવણી કરી શકાશે નહીં. લોકો જાહેરમાં રંગોનો પર્વ ધુળેટી ઉજવી શકશે નહીં. ધુળેટી ઉજવણીમાં મનાઈ ફરમાવતા આગામી દિવસોમાં પણ આ વેપારીઓનો ધંધો વધે તેવા કોઈ સંજોગો જણાતા ન હોવાનું વેપારીઓ જણાવી રહ્યા છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.