કોફી સ્વાસ્થ્ય વર્ધક પીણું: એન્ટિઓક્સિડન્ટ હોવાથી ઘણા બધા રોગોમાં રક્ષણ આપે

ભારતમાં કર્ણાટક, કેરળ અને તામિલનાડુમાં સૌથી વધુ ઉત્પાદન થાય છે: 1લી ઓક્ટોબર દર વર્ષે વિશ્ર્વ કોફી દિવસ ઉજવાય છે: તેલ પછી કોફી દુનિયાનો બીજો સૌથી મોટો કારોબાર છે

ઇમ્યુનિટી બુસ્ટર કોફી દુનિયામાં સૌથી વધુ પીવાતું પીણું છે: કિડની ફંક્શનમાં સુધારો કરે અને ડાયેરીયામાં તેને પીવાની સલાહ તબિબો પણ આપે છે

કોફીનો ઇતિહાસ જૂનો-નિરાળો અને પ્રેમ સાથે જોડાયેલો છે. યુવાવર્ગમાં કોફી શોપની કોલ્ડ, હોટ, કોફી પ્રેમસભર વાતાવરણમાં રોમાન્સ લાવે છે. ચા કરતાં કોફી સ્વાસ્થ્ય માટે ઘણી સારી છે. કોફી પીવા અંગે જાગૃતિ માટે વિશ્ર્વભરમાં કોફી દિવસ છેલ્લા દશકાથી ઉજવાય છે. જો કે અલગ-અલગ દેશમાં જુદી-જુદી તારીખે ઉજવાય છે પણ મોટા ભાગે 1લી ઓક્ટોબરે ઘણાં દેશોમાં ઉજવાય છે. કોફી ઉત્પાદકોની દુર્દશા પ્રત્યે જાગૃતિ લાવવા આ દિવસે કોફી પીવડાવાય છે. ગ્રીટીંગ કાર્ડ પણ મોકલાય છે.

માર્ચ-2014માં એક બેઠક મળીને એકસ્પો-15ના ભાગરૂપે મિલાત દેશમાં સૌ પ્રથમ કોફી ડે ઉજવાયો હતો. દેશની ઉજવણીમાં મહાનુભાવો પણ જોડાય છે. આજનો કોફી દિવસ યુવા પેઢીનું, નવી પેઢીનું સમર્થન કરે છે. કોવિડ-19ની મહામારીમાં કોફીની ખેતી કરતા કિસાનો માટે ઘણી સમસ્યાઓ છે.

વિશ્ર્વ કોફી દિવસ એક વૈશ્ર્વિક ઉત્સવ છે. જેમાં કોફી પ્રેમીઓ એક સાથે જોડાય છે. ઇથોપીયાના એક બકરી ચરાવતા માણસે પ્રથમવાર કોફીના બી ની જાણ કરી. તેલ પછી કોફી દુનિયાનો બીજો સૌથી મોટો કારોબાર છે. ભારતમાં દક્ષિણના રાજ્યનો ઉત્પાદન ક્ષેત્રે અગ્રિમ ફાળો છે. કર્ણાટક 71% ઉત્પાદન કરે છે. કેરળ અને તામિલનાડું પણ ઉત્પાદન કરે છે. ભારત વિશ્ર્વમાં 6ઠ્ઠાં નંબરે છે. આપણી પાસેથી ઇટાલી-રશિયા અને જર્મની જેવા દેશો કોફી ખરીદે છે. 3.92 લાખ ટન કોફીની નિકાસ કરીએ છીએ. 1963માં આંતરરાષ્ટ્રીય કોફી સંગઠનની રચના કરાય હતી. કોફી વિશ્ર્વમાં સૌથી વધુ પીવાતું પીણું છે. કોફી ઇમ્યુનિટી બુસ્ટર છે અને તે પીવાથી કિડની ફંક્શનમાં સુધારો થાય છે. તે સ્વાસ્થ્યવર્ધક પીણું છે. ડાયેરીયામાં પણ ડોક્ટર કોફી પીવાની સલાહ આપે છે.

એક સંશોધનમાં એવું પણ જાણવા મળ્યું કે બે-ત્રણવાર કોફી પીનારાને લાંબુ જીવન મળે છે. બ્લેક કોફી પીવાથી ઘણા ફાયદા છે કારણ કે તેમાં મેગ્નેશિયમ, પોટેશિયમ, વિટામીન બી-5, બી-3 અને બી-2 મળે છે. તેમાં કેલેરીની માત્રા પણ બહું ઓછી હોય છે. તે એન્ટીઓક્સિડન્ટ હોવાથી પાર્કિન્સન, અલ્ઝાઇમર, ડિમેન્શિયા જેવા ન્યુરોડિજેરેટિવ રોગોથી બચાવે છે. કોફી તમને યુવાન રાખે છે. તેમાં રહેલ કેફીન ડોપામાઇનનું સ્તર વધારે છે. કોફી પીવાથી તમારો મુડ જલ્દી બદલાય છે. દર વર્ષેે 1લી ઓક્ટોબરે વિશ્ર્વકોફી દિવસ ઉજવાય છે.

કોફી બ્રેક સામાન્ય રીતે કામમાંથી હળવાશ અને મગજની બેટરી રિચાર્જ કરે છે. ઘણા લોકો મોર્નિંગ બ્રેકફાસ્ટ સાથે કોફી લેતા હોય છે. આજકાલ તો ગ્રીન કોફીથી વજન ઉતારવાના પ્રયોગો થઇ રહ્યાં છે. કોફી 15મી સદીમાં યમન દેશમાંથી શરૂ થઇ. આજે 80થી વધુ દેશો તેનું ઉત્પાદન કરે છે. કોફી શબ્દ 1582માં ડચ કોફીના રૂપમાં અંગ્રેજી ભાષામાં નોંધ થઇ હતી. 16મી સદીથી આજ સુધીમાં કોફી યાત્રામાં વિવિધ પરિવર્તનો આવ્યા આજે તો ઠંડા-ગરમ સાથે અદ્યતન કોફી પાછળ યુવાધન પાગલ છે. વિશ્ર્વભરના યુવાનો કોફી ટેબલ ઉપર બેસીને વિવિધ વાતો સાથે વાર્તાલાપ કરતાં જોવા મળે છે. “કોફીબ્રેક” શબ્દ એટલે જ પ્રચલિત થયો છે.

બ્લેક કોફી પીવાના ઘણા ફાયદા

સંશોધકોના તારણોમાં એવું જાણવા મળ્યું કે દિવસમાં બે-ત્રણવાર કોફી પીનારા લાંબુ જીવે છે. બ્લેક કોફી પીવાના ઘણા ફાયદાઓ છે કારણ કે તેમાં મેગ્નેશિયમ, પોટેશિયમ, વિટામીન-બી-5, બી-3, અને બી-2 મળે છે. તેમાં કેલરીના માત્રા ઓછી હોવાથી ફાયદાકારક છે. એન્ટિઓક્સિડન્ટ હોવાથી પાર્કિન્સન, અલ્ઝાઇમર, ડિમેન્શિયા જેવા ન્યુરોડિજેરેટિવ રોગોથી બચાવે છે. કોફી તમને યુવાન રાખે છે. કોફીમાં રહેલ કેફીન તત્વ ડોયામાઇનનું સ્તર વધારે છે. કોફી પીવાથી મુડ જલ્દી બદલાય છે. વિશ્ર્વભરમાં યુવાનો કોફી શોધમાં ટેબલ પર બેસીને વાર્તાલાપ કરે છે તેથી જ ‘કોફી બ્રેક’ શબ્દ ચલણમાં આવ્યો છે.