Abtak Media Google News

મેષ રાશીફળ – આજના દિવસ દરમિયાન તમે થાકનો અનુભવ કરશો તથા નાની-નાની વાતે ગુસ્સો પણ આવી શકે છે. આ રાશિના જાતકોને ધન તમારા હાથમાં સરકી જશે, પરંતુ ગ્રહોનો સાથ તંગી નહીં લાવી શકે. અચાનક આવેલી કોઈ સમસ્યાથી પરિવારની શાંતી ભંગ થઈ શકે છે, પરંતુ થોડા સમયમાં બધુ જ સરખુ થઈ જશે. આ રાશિના વ્યાપારીઓ માટે આજનો દિવસ શુભ છે. આજના દિવસ દરમિયાન વ્યવસાય માટે કરેલી યાત્રા સકારાત્મક પરિણામ આપશે. કોઈ અચાનક સંબંધી ઘરે આવવાથી ફરવાનો કાર્યક્રમ ટળી શકે છે.

વૃષભ રાશીફળ – આ રાશિના જાતકોએ પરેશાનીઓમાંથી બાહર આવવા માટે મિત્રોની મદદ લેવી . અતિતને યાદ કરવાથી માત્ર દુખ જ અનુભવશો, જેથી ભવિષ્ય માટે પ્લાન બનાવો અને સકારાત્મક વિચારો કરો. આજે ઉતાવળમાં આવીને કોઈ રોકાણ માટેના નિર્ણય ન લેવા, નહીં તો નુકશાનીનો ભોગ બનવું પડી શકે છે. કાર્યસ્થળ પર રજા લેવાથી કે ગેરહાજર રહેવાથી વધારે પરેશાની નહીં થાય. આજે વાતચીતમાં મૌલીકતા રાખવી, કાર્યક્ષેત્રમાં ફાયદો થઈ શકે. જીવનસાથીની તબીયતનું ધ્યાન રાખવું.

મિથુન રાશીફળ – આજે વ્યસ્ત દિવસ છતા તમે તંદુરસ્ત રહેશો. આજના દિવસે લાંબા સમયગાળા માટે રોકાણ કરવાથી ફાયદો મળી શકે છે. ઘરમાં પરિવારને મદદ કરવાથી મન પ્રફૂલીત રહેશે અને દિવસ પણ આનંદમય પસાર થશે. પ્રેમીકાની ગેરજરૂરી માંગ સામે ઝૂકવું નહીં. ઓફિસમાં કામમાં બાધા આવી શકે છે પરંતુ ધીરજ રાખવાથી બધા જ કામ પૂરા થશે. આ રાશિના જાતકોને તેમના આધ્યાત્મિક ગુરૂનો આશિર્વાદ તમામ કાર્યોમાં સહાયતા કરશે. આજે તમારા જીવનસાથીની તબીયત તમારા કામકાજને પણ પ્રભાવિત કરી શકે છે.

કર્ક રાશીફળ – આજના દિવસ દરમિયાન તમારો ઉતાવળમાં લીધેલો નિર્ણય તમને પરેશાનીમાં મુકાવી શકે છે. કોઈ પણ નિર્ણય લેતા પહેલા શાંત મગજથી વિચારવું. આજે ઝવેરાત અને એન્ટીક વસ્તુમાં રોકાણ કરવાથી તમને ફાયદો રહેશે. આ રાશિના જાતકોનો દિવસ ખુશીઓથી ભરપુર રહેશે. મિત્રો સાથે વાતચીતમાં સંભાળીને વાત કરવી નહિતર સંબંધ બગડી શકે છે. આજે જે કામ કરવા તમે ન કરવા ઇચ્છતા હોય તે કામ કરવાની ના પડી દેવી. જો દિવસ વધારે સારો ઈચ્છતા હોવ તો જીવનસાથીને છંછેડતા નહી, ચુપ્પી સાધી લેવી વધારે હિતાવહ.

સિંહ રાશીફળ – આ રાશિના જાતકોનો ઉદાર સ્વભાવ ખુશીની પળ લાવી શકે છે. શંકાસ્પદ આર્થિક લેવડ-દેવડમાં ફસાવાથી બચવું. આજે પાડોશી સાથે થ્યેલો ઝગડો મૂડ ખરાબ કરી શકે છે, પરંતુ પોતાનું સંતુલન ગુમાવવું નહીં. તમે કોઈનો સહયોગ ન કરો તો તમારી સાથે ઝગડો થઈ શકે છે, બધા સાથે સંબંધ બનાવી રાખવાની કોશિશ કરો. કાર્યસ્થળ પર વરિષ્ઠ અધિકારીનો સહયોગ અને વખાણ તમારા આત્મવિશ્વાસમાં વધારો કરશે અને તમે પોતાની પ્રગતિના પંથ તરફ આગળ વધી શકશો.

કન્યા રાશીફળ – આજના દિવસ દરમિયાન કોઈ જુના મિત્ર સાથેની મુલાકાત તમારૂ મન ખુશ કરી દેશે. આજે શંકાસ્પદ આર્થિક લેવડ-દેવડથી સાવધાન રહેવું. પરિવારના સભ્યો અથવા જીવનસાથી તમારા તણાવનું કારણ બની શકે છે. અન્ય દિવસની અપેક્ષાએ તમારા સહકર્મીને સાથે મળીને પૂરી કરી શકશો. મનને સકારાત્મક રાખી પરેશાનીથી દુર રહી શકો છો.

તુલા રાશીફળ – હસતા રહેવું એ બધા જ દર્દ માટેની સારી દવા માનવામાં આવે છે તેથી હંમેશા હસતા રહેવું . આજે વિશેષજ્ઞની સલાહ વગર કોઈ પણ યોજનામાં રોકાણ કરવાથી નુકસાન સાબિત થઈ શકે છે. આજે પરિવારમાં કોઈ સાથે વાદવિવાદ થઈ શકે છે. આજે કાર્યસ્થળ પર તમારા કામ કરવાની ધગસના કારણે તમારા વખાણ થશે. આજે લોકોની મુલાકાત કરવા અથવા હરવા-ફરવા માટે સારો દિવસ છે. ગૃહિણીઓને ઘરકામ તણાવનું કારણ બની શકે છે.

વૃશ્ચિક રાશીફળ – આ રાશિના જાતકોની તબીયત બગડી શકે તેવા સંયોગ છે તેથી તબિયત સાચવવી કારણ કે ચેતતા નર સદા સુખી. આજના દિવસ દરમિયાન આર્થિક પરેશાનીના કારણે તમારે ટીકા અને વાદ-વિવાદનો સામનો કરવો પડી શકે છે. તેથી દરેક મુશ્કેલીઓનો સામનો કરવા તૈયાર રહો. તમે જેના પર વિશ્વાસ કરતા હોય તે તમારો વિશ્વાસઘાત કરી શકે છે. આ રાશિના લોકોએ પોતાની જાતને ખોટા વ્યસનથી દુર રાખવી નહિતર મુશ્કેલીમાં ફસાઈ શકો છો. આજે સમજી-વિચારીને નિર્ણયો લેવા. તથા વાણી પ્રયોજનમાં કાળજી રાખી જીભ પર કાબૂ રાખવો.

ધન રાશીફળ – આ રાશિના જાતકોએ સૌદર્ય અને સ્વાસ્થ્ય સુધરે તે માટેના પ્રયત્નો કરવા અનુકુળ રહેશે. આજે વધારે ખુલ્લા દિલથી ખર્ચ કરશો તો આર્થિક સમસ્યાનો સામનો કરવો પડી શકે છે. આ રાશિના જાતકોને પોતાના માતા-પિતાની તબીયત ચિંતાનું કારણ બની શકે છે. સહકર્મીઓ સાથે કામ કરતા સમયે યુક્તિ અને ચતુરતા રાખવી અનિવાર્ય છે નહિતર તેઓ તમને ફસાવી શકે છે. આજના દિવસ દરમિયાન આકસ્મિક યાત્રાના કારણે તણાવ પેદા કરી શકે છે. આજે જીવનસાથીને કોઈ ફરિયાદ ન કરો, નહીં તો વાદવિવાદ થઈ શકે છે.

મકર રાશીફળ – આજના દિવસ દરમિયાન તમારૂ વ્યક્તિત્વ અત્તરની માફક બધી જ જગ્યાએ લોકોને આકર્ષિત કરશે. આકસ્મિક નફાના કારણે આર્થિક પરિસ્થિતિ સુધરશે. જુના મિત્રો બધી જ મુશ્કેલીમાં મદદગાર સાબિત થશે. વ્યવસાયિક રીતે આજનો દિવસ સકારાત્મક રહેશે, જેનો ભરપૂર ઉપયોગ કરો. તમામ કર્યોમાં તમારા જીવનસાથીનો સાથ-સહકાર તમને મળશે. ખરીદદારી કરતા સમયે ખોટા ખર્ચ ન કરવા અને જરૂરી ચીજ-વાસ્તુઓ જ ખરીદવી.

કુંભ રાશીફળ – તમારી આશા એક ખુબસુરત ફૂલની જેમ ખીલશે. ઝવેરાત અને અન્ટીક વસ્તુમાં રોકાણ ફાયદાકારક રહેશે, અને સમદ્ધિ લઈને આવશે. પરિવાર સાથે સમય વિતાવવા સારી રીતે મળશે. તમારા વિચારો આજે લોકો સમક્ષ રજુ કરવાથી તમને ફાયદો મળશે. કાર્યસ્થળ પર કામ પ્રતિ સમર્પણ અને નિષ્ઠાના વણાખ થશે. તમે કોઈ વાતે જીવનસાથી સાથે ઝગડો કરી શકો છો.

મીન રાશીફળ – તમારી ક્ષમતાને ઓળખો, તમારી અંદર તાકાતની નહીં પરંતુ ઈચ્છા શક્તિની અછત છે તેથી આત્મવિશ્વાસ કેળવીને બધા જ સપનાઓ પૂરા કરો. નવો આર્થિક કરાર અંતિમ રૂપ લેશે અને તમારી આર્થિક વૃધ્ધિમાં વધારો થશે. બાળકના અભ્યાસની ચિતા કરવી. હાલના સમયમાં જે સમસ્યાઓ છે, તે ક્ષણિક માટે છે અને સમય સાથે બધુ સારૂ થઈ જશે. ભાગીદારીમાં ધંધો શરૂ કરવા માટે આજનો દિવસ શુભ છે જે શરૂ કરવાથી સારો નફો થઈ શકે છે. વાતચીતમાં કુશળતા રહેશે. જીવનસાથી સાથં સંબંધ સુધરશે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.