Abtak Media Google News

અબતક, રાજકોટ

છેલ્લા કેટલાક દિવસોથી દેશની ઉત્તરીય ભાગમાં હિમવર્ષા થઈ રહી છે. તેની અસરથી દેશના તમામ ભાગોમાં ઠંડા પવન ફૂંકાઈ રરહ્યા છે ત્યારે ગુજરાતમાં પણ છેલ્લા કેટલાક દિવસોથી કડકડતી ઠંડીનો અહેસાસ થઈ રહ્યો છે. જો કે સૌરાષ્ટ્રમાં આજથી ઠંડીનું જોર ઘટ્યું છે અને આગામી 3 થી 4 દિવસ પારો પટકાશે અને તાપમાન 12 થી 15 ડીગ્રી સુધી રહેવા પામશે.આંકડા પર નજર કરીએ તો આજે સવારે નલિયા 34.2 ડિગ્રી સાથે રાજ્યનું સૌથી ઠંડુ શહેર બન્યું છે. ઉપરાંત રાજ્યના વિવિધ શહેરમાં દિવસનું તાપમાન સામાન્યથી ઓછું રહેવાની સાથે સાથે દિવસભર સૂસવાટા મારતા પવનને કારણે લોકો દિવસે પણ ઠુંઠવાઈ રહ્યા છે. આજે પણ વાસી ઉત્તરાયણના દિવસે સવારથી જ પવનની ગતિ તેજ જોવા મળી હતી અને પતંગ રસિકો ખુશખુશાલ જોવા મળ્યા હતા.

નલિયા 4.2 ડીગ્રી સાથે સૌથી ઠંડુ શહેર બન્યું:રાજકોટનું લઘુતમ તાપમાન 9.7 ડીગ્રી

રાજકોટનું આજે લઘુતમ તાપમાન 9.7 ડીગ્રી રહેવા પામ્યું હતું અને 10 કિમિ પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાયો હતો. આ ઉપરાંત અમદાવાદનું 9.6, ભુજનું 9.6, ડીસાનું 9.2, કંડલાનું 12.8, પોરબંદરનું 13, સુરતનું 14.2 અને વેરાવળનું 14.7 ડીગ્રી લઘુતમ તાપમાન નોંધાયું હતું.

ઉલ્લેખનીય છે કે, ગુજરાતને અડીને આવેલા હિલ સ્ટેશન માઉન્ટ આબુનું તાપમાન છેલ્લા ઘણા દિવસોથી માઈનસમાં નોંધાઈ રહ્યું છે ત્યારે ગુરુવારે પણ તાપમાનમાં ફરી ઘટાડો નોંધાતા સાર્વત્રિક બરફની ચાદર પથરાઈ હતી.

પ્રાપ્ત માહિતી અનુસાર માઉન્ટ આબુમાં ફરી અડઢો ડિગ્રી તાપમાનમાં ફરી અડધો ડિગ્રીનો ઘટાડો થતાં માઉન્ટ આબુ શહેરનું તાપમાન માઈનસ 4.5 ડિગ્રી જેટલું નીચું નોંધાયું હતું. જે જાન્યુઆરી મહિનાનું સૌથી નીચું તાપમાન હોવાનું સામે આવ્યું છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.