Abtak Media Google News

24 કલાકમાં જ ઠંડીનો પારો બે ડીગ્રી ગગળ્યો: વહેલી સવારે ધૂમમ્સ થવાથી વાહનચાલકોને મુશ્કેલી

વેસ્ટર્ન ડિસ્ટબન્સની અસર તળે સર્જાયેલા સર્ક્યુલેશનથી સૌરાષ્ટ્રમાં માવઠું પડ્યું હતું. જો કે હવે વાતાવરણ ક્લિયર થતા આજે સવારે ઝાકળવર્ષા થવા પામી હતી. જેને કારણે વિઝીબીલીટી 300 રહેવા પામી હતી અને વાહનચાલકોને ભારે મુશ્કેલી પડી હતી.

હવામાન વિભાગની આગાહી મુજબ હજુ આગામી ત્રણ થી 4 દિવસ દરમિયાન ઠંડીનું જોર વધશે અને પારો ગગડવાની શકયતા છે. આજે રાજકોટ શહેરનું લઘુતમ તાપમાન 16 ડીગ્રી અને મહત્તમ તાપમાન 19.8 ડિગ્રી નોંધાયું હતું. હવામાં ભેજનું પ્રમાણ 89 ટકા સાથોસાથ 3 કિમીની ઝડપે પવન ફૂંકાયો હતો.

ઉતરના રાજ્યમાં હિમવર્ષા બાદ ગુજરાતમાં શિયાળાની સિઝન બરાબરની ઝમાવટ લેશે. આગામી ત્રણથી ચાર દિવસમાં સૌરાષ્ટ્ર સહિત રાજ્યભરમાં લઘુતમ તાપમાનમાં બેથી લઈ ચાર ડિગ્રીનો ઘટાડો નોંધાઇ તેવી હવામાન વિભાગ દ્વારા સંભાવના વ્યકત કરવામાં આવી છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.