Abtak Media Google News

નલીયાનું લઘુતમ તાપમાન ૩.૪ ડિગ્રી, રાજકોટ ૭.૬ ડિગ્રી અને જૂનાગઢ ૮.૮ ડિગ્રી સો ઠંડાગાર: ઉત્તરીય રાજ્યોમાં હિમવર્ષાના કારણે રાજ્યભરમાં કાતિલ કોલ્ડવેવ:

મહારાષ્ટ્રમાં સાયકલોનિક સર્ક્યુલેશનની અસરના કારણે હજુ લઘુતમ તાપમાનનો પારો પટકાય તેવી શકયતા: રાજકોટમાં ૨૬મી સુધી શાળાનો સમય અડધો કલાક મોડો કરાયો

છેલ્લા એક માસી કાતિલ ઠંડી ગુજરાતવાસીઓને થર થર ધ્રુજાવી રહી છે. છેલ્લા બે દિવસી સૌરાષ્ટ્ર-કચ્છમાં ગાત્રો જિાવતી ઠંડી પડી રહી હોય. જનજીવન રીતસર ઠુઠવાઈ ગયું છે. ઉત્તર રાજ્યોમાં હિમવર્ષાના કારણે રાજ્યમાં હજુ ત્રણ દિવસ કોલ્ડવેવની આગાહી આપવામાં આવી છે. મહારાષ્ટ્રમાં સાયકલોનિક ર્સ્ક્યુલેશન સર્જાયું છે. જેની અસરના કારણે હજુ લઘુતમ તાપમાનનો પારો ૨ થી ૩ ડિગ્રી  સુધી નીચે પટકાય તેવી સંભાવના હવામાન વિભાગ દ્વારા વ્યકત કરવામાં આવી છે. કાતિલ ઠંડીના કારણે શહેરમાં શાળાનો સમય પણ બદલવામાં આવ્યો છે. આગામી ૨૬મી સુધી રાજકોટમાં શાળાનો સમય સવારે અડધો કલાક મોડો કરવાનો પરિપત્ર ડીઈઓ દ્વારા પ્રસિધ્ધ કરવામાં આવ્યો છે.

હવામાન વિભાગના સુત્રો પાસેી પ્રાપ્ત તી વધુ વિગત મુજબ આજે કચ્છના નલીયાનું લઘુતમ તાપમાન ૩.૪ ડિગ્રી  સેલ્સીયસ નોંધાવા પામ્યું છે. નલીયામાં એક જ દિવસમાં તાપમાનનો પારો ૨ ડિગ્રીથી વધુ નીચે પટકાતા જનજીવન રીતસર ઠીગરાયું છે. ગઈકાલે નલીયાનું લઘુતમ તાપમાન ૫.૮ ડિગ્રી  સેલ્સીયસ નોંધાયું હતું. રાજકોટમાં પણ આજે ઠંડીનું જોર વધ્યું છે. આજે લઘુતમ તાપમાન ૭.૬ ડિગ્રી રહેવા પામ્યું હતું. ગઈકાલ કરતા પારો આજે અડધો ડીગ્રી સુધી નીચે પટકાયો હતો. સવારે ૮:૩૦ કલાકે તાપમાન ૧૦.૨ ડિગ્રી રહેવા પામ્યું હતું. વાતાવરણમાં પવનની ઝડપ સરેરાશ ૮ કિ.મી. પ્રતિ કલાક અને ભેજનું પ્રમાણ ૭૯ ટકા રહેવા પામ્યું છે. જૂનાગઢનું તાપમાન આજે સિંગલ ડિગ્રી નોંધાયું હતું. જૂનાગઢ આજે ૮.૮ ડિગ્રી સેલ્સીયસ સો રર ધ્રુજવું હતું. ગીરનાર પર્વત પર પારો ૩.૫ ડિગ્રી આસપાસ પહોંચી જવા પામ્યો હતો. જૂનાગઢમાં લઘુતમ અને મહત્તમ તાપમાનમાં માત્ર ૩ ડિગ્રીનો જ તફાવત હોવાના કારણે લોકો દિવસભર કાતિલ ઠંડીનો અહેસાસ કરી રહ્યાં છે. રાજ્યભરમાં ગાત્રો થીજાવતી ઠંડી પડી રહી છે. ઉત્તરના રાજ્યોમાં હિમવર્ષા સાો સા મહારાષ્ટ્રમાં સાયકલોનિક સર્ક્યુલેશન સર્જાયું છે જેની અસરના કારણે આગામી ત્રણ દિવસ સુધી રાજ્યમાં કોલ્ડવેવની આગાહી હવામાન વિભાગ દ્વારા આપવામાં આવી છે. લઘુતમ તાપમાનનો પારો હજુ ૨ થી  ૩ ડિગ્રી  પટકાઈ શકે છે. કાતિલ ઠંડીના કારણે રાજકોટમાં આગામી ૨૬મી જાન્યુઆરી સુધી શાળાનો સમય વહેલી સવારે અડધો કલાક મોડો કરવાનો પરિપત્ર જિલ્લા શિક્ષણાધિકારી દ્વારા પ્રસિધ્ધ કરવામાં આવ્યો છે. વહેલી સવારે કાતિલ ઠંડીના કારણે રાજમાર્ગો પર સ્વયંભુ સંચારબંધી જેવો માહોલ જોવા મળે છે. મોડી રાત સુધી જાગવા ટેવાયેલુ રાજકોટ ઠંડીની આગોસમાં સપડાઈ ગયું હોય. સમી સાંજે જ રાજમાર્ગો સુમસામ ઈ જાય છે. મોર્નિંગ વોકમાં જતા લોકોની સંખ્યામાં પણ છેલ્લા અમુક દિવસોથી ઘટાડો જોવા મળી રહ્યો છે. ઠંડીથી બચવા લોકો હિટર, તાપણા સહિતના ઉપરકણોનો ઉપયોગ કરી રહ્યાં છે. કાતિલ ઠંડીના કારણે ગીર પંકમાં આંબા પર બેસેલા કેરીના મોર બળી જાય તેવી પણ ભીતિ ઉભી વા પામી છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.