Abtak Media Google News

“અબતક” એ ઓગસ્ટ 2021માં લખ્યું હતું કે જીએસટીનું કલેક્શન હવે રૂ.1 લાખ કરોડથી નીચે નહિ રહે

ગુડ્સ એન્ડ સર્વિસ ટેક્સમાં ગત જુલાઇ દરમિયાન ના કલેક્શનમાં 28 ટકાનો વધારો થયો છે.  સમીક્ષા હેઠળના મહિનામાં સરકારને જીએસટી હેઠળ 1.49 લાખ કરોડ રૂપિયા મળ્યા છે. અબતકે અગાઉ ઓગસ્ટ 2021માં જ લખ્યું હતું કે હવેથી દર મહિને જીએસટી કલેક્શન 1 લાખ કરોડને પાર રહેવાનું છે.

આ વાત સાચી ઠરી છે. જીએસટી ચોરીને રોકવા માટે સરકાર છેલ્લા કેટલાક મહિનાઓથી ઘણાં પગલાં લઈ રહી છે.  આ સાથે આ ક્ષેત્રમાં ઘણા આર્થિક સુધારા પણ થયા છે.  તેની અસર જોવા મળી હતી અને જુલાઈ 2022માં જીએસટી કલેક્શન 148995 કરોડ રૂપિયા હતું.

ગયા વર્ષે આ જ મહિનામાં સરકારને આમાંથી 116393 કરોડ રૂપિયા મળ્યા હતા. એક નિવેદનમાં, નાણા મંત્રાલયે જણાવ્યું હતું કે આ વર્ષે જુલાઈમાં માસિક ટેક્સ કલેક્શન જુલાઈ 2017 માં જીએસટી લાગુ થયા પછી બીજા ક્રમનું સૌથી વધુ હતું.  અગાઉ એપ્રિલ 2022માં, કલેક્શન રૂ. 1.68 લાખ કરોડની વિક્રમજનક સપાટીએ પહોંચ્યું હતું. સમીક્ષા હેઠળના સમયગાળામાં વસ્તુઓની આયાતમાંથી આવકમાં 48 ટકાનો વધારો થયો હતો.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.