Abtak Media Google News

કોકોનટ થિયેટર પ્રસ્તૃત ‘ચાય-વાય અને રંગ મંચ’ શ્રેણી

‘અબતક’ના સોશિયલ મીડીયાના ફેસબુક પેઈજ ઉપર દરરોજ સાંજે 6 વાગે આ શ્રેણીનું લાઈવ પ્રસારણ માણો

કાલે જાણીતા કલાકાર જીતેન્દ્ર  ઠકકર અને રવિવારે નિર્માતા-નિર્દેશક અને કલાકસાર રાગી જાની લાઈવ આવશે

સોશિયલ મીડિયાના ફેસબુક પેઈજ ઉપર ધૂમ મચાવતી  ‘ચાય-વાય અને રંગ મંચ’  શ્રેણીમાં  ટીવી ફિલ્મો અને નાટકોનાં  વિવિધ કલાકારો  દરરોજ સાંજે 6 વાગે લાઈવ આવીને પોતાના  વિચારો અને  અનુભવો દર્શકો સાથે શેર કરે છે. આવનારા દિવસોમાં પણ ખૂબ જાણીતા ફિલ્મ સ્ટારો પણ આ શ્રેણીમાં  જોડાવાના છે. આ લાઈવ  પ્રસારણનો લાભ કલારસિકો દેશ-વિદેશના ખૂણેખૂણેથી જોડાઈને લાભ લઈ રહ્યા છે.

શેમારુ આ નામથી હવે લોકો અજાણ નથી જેમણે ગુજરાતી નાટકોના ડીજીટલાઈઝે શન કરવાનું બીડું ઝડપ્યું છે. એ કંપનીના સર્વેસર્વા  કેતન મારૂ આજે કોકોનટ થિયેટર પ્રસ્તુત ચાય-વાય એન્ડ રંગમંચ ગુજરાતી તખ્તાને સંગ સીઝન- 3નાં મહેમાન બન્યા.  નાટકોનું ડીજીટલાઈઝેશન   એ વિષય પર કોકોનટ થિયેટરનાં ફેસબુક પેજ પર લાઈવ વાતો કરવા પધાર્યા. જેમણે ગુજરાતી નાટકો વિષે ઘણી વાતો કરી. ખાસ કરીને નાટકોની બનતી ડી.વી.ડી. વિષે. શરૂઆતમાં જ કેતન ભાઈએ  ગુજરાતી રંગભૂમિના દરેક કલાકાર કસબી અને નિર્માતાઓનો આભાર માન્યો કે જેમણે  શેમારુ  પર વિશ્વાસ કરી પોતાના નાટકો શુટિંગ માટે આપ્યા. અને આપે છે.

2004 કે 2005 ના નાટકો આજની જનરેશનને જોવા મળે એ મોટી વાત કહેવાય. જે પ્રસિદ્ધ નાટકો એકાદ વર્ષ કે અમુક મહિનાઓ સુધી જ ચાલ્યા હોય એવા નાટકો જેને આજની યુવાન પેઢી જોવા માંગતી હોય, પણ જોવાનો કોઈ સોર્સ ન હોય ત્યારે એ ફેમસ નાટકો ડી.વી.ડી. રૂપે શેમારુએ શુટિંગ કરી એમની સાઈટ ઉપર મૂકી યાદગીરી સાચવી રાખી. કેતન ભાઈએ જણાવ્યું કે આમ તો નાટકોના શુટિંગનાં  બજેટ ખુબ હોય છે. પણ જો બજેટ ધ્યાનમાં રાખીએ તો જુના યાદગાર નાટકો જેમ આજે જોવા નથી મળતા એમ આવતી પેઢીને અત્યારના નાટકો જોવા નહિ મળે એથી લગભગ દસ વર્ષ સુધી નુકસાની વેઠીને પણ નાટકોને સાચવી રાખવાનું નક્કી કર્યું. આજે શેમારુની એપ પર આપણે દરેક નાટકો જોવા મળશે. જેના ઉપર દર અઠવાડિયે નવું નાટક કે નવી ફિલ્મ જોવા મળશે. બીજી એક સરસ વાત કરી કે નાટકની ડી.વી.ડી. બનતાની સાથે જ બજારમાં એની પાયરેટેડ કોપી મળવા માંડે છે જેનાથી નાટકની ગુણવત્તાને ફરક પડે છે. માટે એક જાગૃત નાગરિક તરીકે લોકોએ પાયરેટેડ ડી.વી.ડી. ન ખરીદતા ઓરીજીનલ ડી.વી.ડી. લેવાનો આગ્રહ રાખવો જોઈએ.

મરાઠી,હિન્દી અને ગુજરાતી નાટકોનો સંગ્રહ કરતા શેમારુની એપ પર આવનારા સમયમાં ઘણા સારા નાટકો અને ફિલ્મો જોવા મળશે અને સાથે સાથે જો કોઈ સારી સ્ક્રીપ્ટ હશે તો એ નાટકનું નિર્માણ કરવાની પણ કેતન ભાઈની તૈયારી છે. તમને લાઈવ નાટક જોવા ગમે કે ડી.વી.ડી ? એવા એક પ્રશ્ન નાં જવાબમાં કેતન ભાઈએ જણાવ્યું કે નાટક એ જીવંત કલાનું માધ્યમ છે એટલે સ્ટેજ પર ભજવતા નાટકો જ ગમે પણ એ જ નાટક મારા પુત્ર કે પુત્રી કે એમના સંતાનોને જોવા ન મળે એટલે જ નાટકના શુટિંગ કરી એને સાચવી રાખવાનો વિચાર આવ્યો.  આજે 300 થી વધારે નાટકો શેમારુ મી ની એપ પર અવેલેબલ છે અને બીજી ભાષાના ઘણા કાર્યક્રમો આ મળશે. નાટકોની ગુણવત્તા બાબતે હમેશા સજાગ અને સતર્ક રહીએ છીએ એવું જણાવ્યું શ્રી કેતન ભાઈએ. અમે નાટકોના પરફોર્મન્સ પર જઈએ છીએ એના કેટલા શો થયા હોય છે અને ક્યા કલાકારો એમાં છે. ? લગભગ દરેક નાટકો સહ પરિવાર બેસીને માણવા જેવા હોય છે.

આ સિવાય ઘણી જાણવા જેવી માહિતી કેતન ભાઈએ  એમના લાઈવ શેશન માં કહી.  કેતન ભાઈની અનેક જાણવા લાયક વાતો આપને કોકોનટ થિયેટરનાં ફેસબુક પેજ પર મળી શકશે. તમે જો કેતન ભાઈ અને બીજા ગુજરાતી રંગભૂમિનાં નામાંકિત અને અનુભવી કલાકારોને જોવા અને સાંભળવા માંગતા હો તો કોકોનટ થીયેટરના ફેસબુક પેજ પર રોજ સાંજે 6;00 વાગ્યે લાઈવ જોઈ શકો છે. આવનારા દિવસોેમાં જાણીતા કલાકારો વંદના પાઠક, ટીકુ તલસાણીયા, દર્શન જરીવાલા, રાજેશ જોશી, ઉમેશ શુક્લા મીનળ પટેલ, ઘનશ્યામ નાયક, દીપક ઘીવાલા જેવા રંગભૂમિનાં પ્રખ્યાત મહેમાનોને લાઈવ જોઈ શકશો.તો આજે જ કોકોનટ થિયેટરનાં એ અબતકનાફેસબુક પેજ ને લાઈક એન્ડ ફોલો કરો અને મળો આપના મનગમતા મહેમાનને.

આજે રંગભૂમિના યુવા-ટેેલેન્ટેડ કલાકાર  હાર્દિક  સાંગાણી

Img 20210521 Wa0170

આજે સાંજે 6 વાગે  ‘ચાય -વાય અને રંગમંચ’  ગુજરાતી  તખ્તાને સંગ શ્રેણીમાં ગુજરાતી રંગભૂમીનું ઉજજવળ ભવિષ્ય અને ટેલેન્ટેડ યુવા કલાકાર  હાર્દિક સાંગાણી ‘ગમે તેકલાકરી શકે; આપણે બધા  કલાકાર જ છીએ’ એ  વિષય પોતાની  વાતવિચારો  અને અનુભવો શેર કરશે આ શ્રેણી ઉપર લાઈવ આવતા કલાકારોનેસાંભળીને કલામાં  રસ ધરાવતા યુવા કલાકારો ઘણુ બધુ  શીખી શકે છે. હાર્દિક સાંગાણી જેવા યુવા કલાકારોની પ્રગતિમાં  તેમને કરેલ વિવિધ  પ્રકાર મહેનત-ટ્રેનીંગ જેવી અન્ય બાબતો આજે યુવા કલાકારોને જાણવા મળશે. આજનો કાર્યક્રમ ચૂકશો નહીં.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.