Abtak Media Google News

ડાયરેક્ટ પમ્પીંગ કરતા ૧૨ આસામીઓને બે-બે હજારનો દંડ ભરવા અંગે નોટિસ ફટકારાય

રાજકોટ શહેરમાં પાણી ચોરીની પ્રવૃત્તિ અટકાવવા રાજકોટ મહાનગરપાલિકાના કમિશનર બંછાનિધિ પાનીના આદેશ અનુસાર ગેરકાયદેસર નળ કનેક્શન અને ડાયરેક્ટ પમ્પીંગનાં કિસ્સાઓની તપાસ તથા પગલા ઉપરાંત પાણીનો બગાડ કરતા આસામીઓ સામે પણ પગલાં લેવામાં આવી રહયા છે. જેમાં આજે રાજકોટ મહાનગરપાલિકાની વોર્ડ નં. ૦૯ની ટીમ દ્વારા શહેરમાં જનકપુરી આવાસ યોજનામાં હાથ ધરાયેલ ચેકિંગ દરમ્યાન ડાયરેક્ટ પમ્પીંગ કરતા ૧૨ આસામીઓને ડાયરેક્ટ પમ્પીંગનો દંડ રૂપિયા બે હજાર ભરી જવા અંગેની નોટીસ આપવામાં આવી હતી.

વોર્ડ નં. ૦૯ માં ડાયરેક્ટ પમ્પીંગ કરતા આસામીઓનેનોટીસ આપવામાં આવી હતી, તેમાં (૧) શબીનાબેન, ક્વાર્ટર નં. ૧૦૬૯, (૨) જયાબેન, ક્વાર્ટર નં. ૧૦૬૩, (૩) સાંતુબા જાડેજા, ક્વાર્ટર નં. ૧૦૭૨, (૪) નરેશ ગણાત્રા, (૫) વિજય લોધિયા, ક્વાર્ટર નં. ૧૧૧૧, (૬) મીનાબેન જીવાણી, ક્વાર્ટર નં. ૧૦૯૦, (૭) જેશીન ડાભી, ક્વાર્ટર નં. ૧૦૪૫, (૮) કમલેશ વિઠલાણી, ક્વાર્ટર નં. ૧૦૫૨, (૯) જીતુભાઈ પરમાર, ક્વાર્ટર નં. ૧૧૬૧, (૧૦) ભવાનસિંહ નુરાભાઈ, ક્વાર્ટર નં. ૧૧૬૨, (૧૧) ઉષાબેન જેઠવા, ક્વાર્ટર નં. ૧૧૬૭, અને (૧૨) નરેશ વાળા, ક્વાર્ટર નં. ૧૧૬૬ આસામીઓનો સમાવેશ થાય છે.

આ કામગીરી મ્યુનિ. કમિશનર બંછાનિધિ પાનીના આદેશ અન્વયે વોર્ડ નં.૦૯ ના આસી. મેનેજર લખતરીયાભાઈ, ડે. એન્જી. નિતેશભાઈ મકવાણા અને બી.પી. વાઘેલા તેમજ વોટર વર્કસ શાખાની ટીમ અને વોર્ડ નં.૦૯ની ટીમ દ્વારા કરવામાં આવેલ હતી.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.