Abtak Media Google News

રમતગમત યુવા અને સાંસ્કૃતિક પ્રવૃતિઓ ગાંધીનગર, સ્પોર્ટસ ઓથોરીટી ઓફ ગાંધીનગરના સંયુક્ત ઉપક્રમે જિલ્લા અમલીકરણ સમિતી અને જિલ્લા રમતગમત અધિકારીની કચેરી ગીર સોમનાથ દ્રારા ખેલ મહાકુંભ-૨૦૧૯ અંતર્ગત ઝોનકક્ષાની અંડર-૧૭ ભાઈઓ/બહેનોની વોલીબોલ સ્પર્ધાનો  સોમનાથ ડીએલએસએસ સ્કુલ કોડીનાર ખાતે કલેકટર અજયપ્રકાશના હસ્તે પ્રારંભ કરાયો હતો. જેમાં દક્ષિણામર્તિ વિધામંદિર કોડીનારનો પણ સહયોગ મળ્યો હતો. આ સ્પર્ધાનું સમાપન આજે થશે.

Voliball Spardha Kodinar 23 10 19 8

આ પ્રસંગે કલેકટર અજયપ્રકાશે સ્પર્ધકોને શુભેચ્છા પાઠવતા જણાવ્યું હતું કે, વિધાર્થીઓમાં રહેલી આંતરિક શક્તિને વિકસાવવા સરકાર દ્રારા ખેલ મહાકુંભનું આયોજન કરી જુદી-જુદી સ્પર્ધાઓ યોજવામાં આવે છે. આ સ્પર્ધાઓથી વિધાર્થીઓેને રમતગમત ક્ષેત્રે પ્લેટફોમ મળી રહે છે. વિધાર્થીઓ પરાજયની ચિંતા કર્યા વગર શ્રેષ્ઠ દેખાવ કરવા માટે મેદાનમાં તેમની કળા વિકસાવે. આ સ્પર્ધામાં ગુજરાત રાજ્યના સૌરાષ્ટ્રઝોનના ૧૫ જિલ્લાની અંદાજીત કુલ ૬૦ ટીમોએ ભાગ લીધો હતો. જેમાં અંડર-૧૭ વયજુથના અંદાજિત ૭૨૦ જેટલા ભાઈઓ/બહેનો સહભાગી થયા હતા. જેમાં વિજેતા થયેલ પ્રથમ અને દ્રિતીય ટીમ રાજ્યકક્ષાએ પ્રતિનિધિત્વ કરશે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.