Abtak Media Google News

કોરોનાના કપરાકાળમાં તબીબી સેવા આપનાર ડોક્ટરોનું જિલ્લા કલેકટર કચેરી ખાતે સન્માન કરવામાં આવ્યું હતું. ઇન્ડિયન મેડિકલ એસોસિએશનના રાજકોટના ૧૬૦ જેટલા તબીબોએ જ્યારે કોરોનાનું સંક્રમણ વધુ હતું તે સમયે સિવિલ હોસ્પિટલમાં વિનામૂલ્યે સેવા આપી હતી. દરરોજ તબીબો ત્રણથી ચાર કલાક અલગ અલગ વિભાગોમાં સેવા આપતા હતા. ડોક્ટરોની આ સેવા બદલ તેઓને પ્રોત્સાહિત કરવા માટે જિલ્લા કલેકટર રેમ્યા મોહન દ્વારા તેમને સન્માનિત કરવામાં આવ્યા હતા. ૧૭ જેટલા તબીબોને જિલ્લા કલેકટર રેમ્યા મોહનના હસ્તે પ્રમાણપત્ર આપી પ્રતીકાત્મક રૂપે સન્માનિત કરાયા હતા. આ વેળાએ અધિક જિલ્લા કલેકટર રેમ્યા મોહન પણ ઉપસ્થિત રહ્યા હતા. બાદમાં બાકીના તબીબોને પ્રમાણપત્ર પોતાના સ્થળે મોકલી દેવામાં આવ્યા હતા. આઈએમએના હોદેદારો અને અધિકારીઓની ઉપસ્થિતીમાં યોજાયેલા આ કાર્યક્રમમાં જિલ્લા કલેકટરે ડોક્ટરોની કામગીરીને બિરદાવી કપરા સમયે આવી જ રીતે તેમનો સાથસહકાર મળે તો તંત્ર કોઈ પણ  સ્થિતિને પહોંચી વળે તેવો વિશ્વાસ વ્યક્ત કર્યો હતો.

ઉલ્લેખનીય છે કે, રાજકોટમાં કોરોના સામેની જંગમાં તબીબોનો મહત્વનો રોલ રહ્યો છે ત્યારે સામે તંત્રએ પણ તેઓની કાબેલીદાદ કામગીરીને બિરદાવવા તમામ પગલાઓ લીધા છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.