- લેન્ડ ગ્રેબિંગ અરજીઓની સમીક્ષા બેઠક યોજાઈ
- જિલ્લા કલેક્ટર પ્રભવ જોશીની અધ્યક્ષતામાં મળેલા બોર્ડમાં 63 અરજીઓને ધ્યાને લેવાઈ
જમીન પચાવી પાડવા અધિનિયમ હેઠળ રાજકોટ જિલ્લા કલેક્ટર પ્રભવ જોશીની અધ્યક્ષતામાં મળેલી બેઠકમાં 63 અરજીઓને ધ્યાને લેવામાં આવી હતી. ઉપરાંત નવી માર્ગદર્શિકા મુજબ બે ડઝન જેટલા અરજદારોને અધિકારીઓએ રૂબરૂ સાંભળ્યા હતા.
ખાનગી કે સરકારી જમીન પચાવી પાડનારા ભૂમાફિયાઓ સામે કડક કાર્યવાહી કરવા રાજ્ય સરકાર દ્વારા લેન્ડ ગ્રેબિંગનો કાયદો અમલી બનાવાયો છે. જમીન પચાવી પાડવા અધિનિયમ હેઠળ જિલ્લા કલેક્ટર સમક્ષ રૂ.2000નું ચલણ ફી ભરીને ઓનલાઈન અરજી કરવી પડે છે. ત્યાર બાદ અરજદારની અરજી અંતર્ગત મામલતદાર અને પ્રાંત અધિકારી દ્વારા અરજી થયેલ હોય. જે-તે જમીન ઉપર દબાણ થયું છે કે નહીં અને લેન્ડ ગ્રેબિંગનો કેસ બની શકે કે નહીં તેનો સંપૂર્ણ રિપોર્ટ જિલ્લા કલેક્ટરની અધ્યક્ષ સ્થાને રચાયેલી કમિટીને કરાતો હોય છે.રાજકોટ જિલ્લામાં લેન્ડગ્રેબિગ હેઠળ મળેલી 63 અરજીઓની સમીક્ષા કરવા કલેકટર પ્રભવ જોશીના અધ્યક્ષ સ્થાને બેઠક મળી હતી. સમીક્ષા બેઠકમાં જિલ્લા પોલીસવડા, જિલ્લા વિકાસ અધિકારી, જિલ્લા સરકારી વકીલ તેમજ અન્ય સભ્યોની બનેલી લેન્ડગ્રેબિંગ સમિતિ ઉપસ્થિત રહી હતી.