Abtak Media Google News

સિવિલ હોસ્પિટલ તેમજ ખાનગી હોસ્પિટલમાં કોરોના સંક્રમિત દર્દીઓની સારવાર માટે  વેઇટિંગ જોવા મળી રહ્યું છે. બીજી તરફ  કલેકટર રેમ્યા મોહનનો માનવીય અભિગમ દાખવી કોરોના પોઝિટિવ ગર્ભવતી મહિલાની ડિલીવરી અર્થે તેને રાત્રિના અઢી વાગ્યે સિવિલ હોસ્પિટલ ખાતે દાખલ  કરાવી સફળ પ્રસૂતિ કરાવી છે. ત્યારે મહિલાએ દીકરીને જન્મ આપ્યો છે.

પ્રાપ્ત માહિતી અનુસાર, મુળ કોડીનારના પ્રિયંકાબેન બારડ સગર્ભા હતા. જેમનો કોરોના રિપોર્ટ પોઝિટિવ આવ્યો હતો. પ્રિયંકાબેનને ઇન્ફેક્શન વધારે હોવાથી તેમને ઓક્સિજનનો સપોર્ટની જરૂરિયાત હતી. જે માટે તેમને જૂનાગઢની સિવિલ હોસ્પિટલમાં એડમીટ કરવામાં આવ્યા હતા. જોકે, ડિલિવરી માટે પૂરતા દિવસો થઈ ગયા હોવાથી તેમની તાત્કાલિક ડિલીવરી કરવી પણ અનિવાર્ય હતી. જૂનાગઢ સિવિલ હોસ્પિટલની કેટલીક મર્યાદાના કારણે ત્યાં ડિલીવરી કરવી શક્ય ન હતી. ત્યારે બીજી તરફ  સિવિલ હોસ્પિટલમાં પણ બેડની કટોકટી વચ્ચે મહિલાને ટ્રાન્સફર કઈ રીતે કરવી તે પણ એક મોટો સવાલ હતો. આ અંગે  કલેકટર રેમ્યા મોહન અને અધિક કલેકટર પરિમલ પંડ્યાને રજૂઆત મળતાં તેઓએ માનવતા દાખવી હતી. રાત્રિના અઢી વાગ્યા આસપાસ મહિલાને  સિવિલ હોસ્પિટલમાં ટ્રાન્સફર કરીને તેની સારવાર શરૂ કરવામાં આવી હતી. ત્યારબાદ ગાયનેક ડોક્ટરની ટીમ દ્વારા તેની સફળ પ્રસૂતા કરાવી પ્રિયંકાબેન એક દીકરીને જન્મ પણ આપ્યો હતો.

હાલ, દીકરી અને તેની માતાની તબિયત સારી છે. દીકરીનો કોરોના રિપોર્ટ પણ હાલ કરવામાં આવ્યો છે. કોરોના કાળમાં સગર્ભા મહિલા કોરોના સંક્રમિત હોય તો તેની ડિલિવરી કરતા અનેક ગાયનેક ડોક્ટરો અનુભવતા હોય છે. જેના કારણે કેટલાક કિસ્સાઓમાં પરિવારજનો પણ મુશ્કેલીમાં મુકાઇ જતા હોય છે. પરંતુ  સિવિલ હોસ્પિટલમાં ડોક્ટર કમલ ગોસ્વામી અને તેમની ટીમ દ્વારા કોરોના સંક્રમિત સગર્ભા મહિલાઓને કોઇપણ જાતનો ડર રાખ્યા વગર ડિલીવરી કરાવવામાં આવે છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.