Abtak Media Google News

પ્રિ-મોનસુન બેઠકમાં દરેક મહત્વના વિભાગોને નોડલ ઓફિસરની નિમણુક કરવા સુચના ફલડ કંટ્રોલમાં ફરજમાં બેદરકાર રહેનાર સામે સસ્પેન્શન સુધીનાં પગલા

આગામી વર્ષાઋતુમાં આપદા વ્યવસ્થાપનનું આયોજન ઘડી કાઢવા આજે જિલ્લા કલેકટર ડો.રાહુલ ગુપ્તાના અધ્યક્ષ સ્થાને યોજાયેલી પ્રિ-મોનસુન બેઠકમાં તમામ પ્રાંત અધિકારીઓને જિલ્લાના નિચાણવાળા વિસ્તારોની જાત મુલાકાત લઈ અતિવૃષ્ટિના પુરના સંજોગોમાં પુરગ્રસ્ત વિસ્તારના લોકોને સલામત સ્થળે ખસેડવા માટેના સ્થળો નકકી કરવા તેમજ ભયગ્રસ્ત મકાનોનો સર્વે કરવા આદેશ આપવામાં આવ્યો હતો.

પ્રાપ્ત વિગતો મુજબ જિલ્લા કલેકટર કચેરીમાં આજે મળેલી પ્રિ-મોનસુન બેઠકમાં માર્ગ અને મકાન, સિંચાઈ, આરોગ્ય, પીજીવીસીએલ, મહાનગરપાલિકા, નગરપાલિકા, તમામ પ્રાંત અધિકારી, મામલતદાર સહિતના જુદા-જુદા ૬૧ વિભાગોના વડાઓ સાથે જિલ્લા કલેકટર ડો.રાહુલ ગુપ્તાએ બેઠક યોજી હતી.

આ બેઠકમાં નકકી થયા મુજબ જિલ્લામાં આવેલી જુદી-જુદી ૧૨ સિંચાઈ યોજના હેઠળના ૬૫ જેટલા નિચાણવાળા ગામોમાં પુર હોનારત સમયે તુરંત જ રાહત બચાવ કામગીરી થઈ શકે તે માટે આગોતરું આયોજન ઘડી કાઢવા સુચના આપવામાં આવી હતી. સાથો સાથ પ્રાંત અધિકારીઓને ઉપરોકત તમામ ગામોમાં ‚બરૂ જઈ નિચાણવાળા સ્થળથી નજીકના સ્થળાંતરણ માટેના સ્થળની જગ્યાઓ શોધી કાઢવા માટે જણાવાયું હતું.

વધુમાં આજની આ બેઠકમાં નકકી થયા મુજબ જિલ્લામાં તમામ તાલુકાઓમાં ૧લી જુનથી ફલડ કંટ્રોલ‚મ શ‚ કરી દેવામાં આવશે અને આરએનબી, નેશનલ હાઈવે, પીજીવીસીએલ અને સિંચાઈ વિભાગ સહિતના મહત્વના તમામ વિભાગોને નોડલ ઓફિસરની નિમણુક કરી ચોમાસા દરમિયાન સતત જિલ્લા વહિવટી તંત્ર સાથે સંપર્કમાં રહેવા જણાવાયું હતું.

ઉલ્લેખનીય છે કે, ભુતકાળના અનુભવોને ધ્યાને લઈ જિલ્લા વહિવટીતંત્ર દ્વારા તમામ ગામોમાં રસ્સા, રસ્સી, લાઈફ જેકેટ સહિતના બચાવ સાધનોની કીટ પણ આપવામાં આવશે અને ડિઝાસ્ટર મેનેજમેન્ટ દ્વારા તમામ પરિસ્થિતિ પર સતત નજર રાખવામાં આવશે.

દરમિયાન જિલ્લા કલેકટરે આજની પ્રિ-મોનસુન બેઠકમાં સબ કંટ્રોલ‚મની ફરજ દરમિયાન જરાપણ બેદરકાર ન રહેવા તાકીદ કરી તમામ વિભાગોને સોંપાયેલી ફરજ અચુકપણે નિભાવવા કડક સુચના આપી હતી અને જો ફરજમાં બેદરકારી દાખવવામાં આવશે તો સસ્પેન્શન સુધીના પગલા લેવામાં આવનાર હોવાનું પણ સ્પષ્ટપણે જણાવ્યું હતું.

(Latest Gujarati News) સાથે જોડાયેલા રહો અને અન્ય માહિતી મેળવવા માટે અમને Facebookhttps://facebook.com/abtakmedia/ અને Twitterhttps://twitter.com/abtakmedia પર ફોલો કરો, લાઈક કરો અને શેર કરો. વાંચતા રહો લાખો વાચકોની મનપસંદ અને ગુજરાતની નં.1 “અબતક મીડિયા” પોઝિટીવ ન્યુઝ, ઇન્ફોર્મેટિવ ન્યુઝ વેબસાઇટ abtakmedia.com

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.