Abtak Media Google News
કલેકટર અરૂણ મહેશ બાબુ, મેયર ડો. પ્રદિપ ડવ, શહેર ભાજપ પ્રમુખ કમલેશ મિરાણી વિગેરેની હાજરીમાં વિદ્યાર્થીઓને ઈનામોથી નવાજ્યાં

તારીખ 1 ઓક્ટોબર   શનિવારના રોજ ક્રાઈસ્ટ કેમ્પસ રાજકોટ દ્વારા નવરાત્રી રસોત્સવ 2022 નું અતિ ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું. આ રાસોત્સવમાં ક્રાઈસ્ટ કેમ્પસના અંદર આવેલી ક્રાઇસ્ટ કોલેજ, ક્રાઇસ્ટ પોલિટેક્નિક ઇન્સ્ટિટ્યૂટ, ક્રાઇસ્ટ ઈનસ્ટિટ્યૂટ ઓફ મેનેજમેન્ટ ના તમામ વિદ્યાર્થીઓ, સ્ટાફ મેમ્બર્સ, તેમજ વિધાર્થી અને સ્ટાફ ના પરિવાર ના સભ્યો એ ઉપસ્થિત રહી ગરબાનો લાહવો માણ્યો હતો.

Img 20221005 Wa0003 1

આ રાસોત્સવમાં મુખ્ય અતિથિ તરીકે રાજકોટ શહેરના પ્રથમ નાગરિક તેવા મેયર  ડો. પ્રદીપભાઈ ડવ હાજર રહ્યા હતા, રાજકોટ જિલ્લાના  કલેકટર   અરુણ મહેશ બાબુ, શહેર બીજેપી પ્રમુખ કમલેશભાઈ મીરાણી,    ચંદ્રેશભાઇ જેઠાણી, શહેર ભાજપ ઉપાધ્યક્ષ   અનિલભાઈ પારેખ, શહેર ભાજપ કાર્યાલય મંત્રી   હરેશભાઇ જોશી,   અતુલભાઈ પંડિત ચેરમેન શિક્ષણ સમિતિ રાજકોટ શહેર, ક્રાઇસ્ટ કેમ્પસ ના ચેરમેન બિશોપ જોસ પણ આ પ્રસંગે ઉપસ્થિત રહ્યા હતા.

આ રાસોત્સવ મા ઘણા બધા વિદ્યાર્થીઓને આકર્ષક ઇનામ પણ આપવામાં આવ્યા હતા જે દરમિયાન તમામ વિદ્યાર્થીએ અને સ્ટાફ મેમ્બર્સ દ્વારા ક્રાઈસ્ટ કેમ્પસ ના ડાયરેક્ટર ફાધર  જોમન થોમનના ને આ ભવ્ય આયોજન કરવા બદલ ખુબ ખુબ અભિનંદન પઢાવ્યા હતા.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.