Abtak Media Google News

સૌરાષ્ટ્રભરના સંતો, રાજકીય આગેવાનો, સામાજીક અગ્રણીઓની હાજરીમાં પ્રમુખ સ્વામી મહારાજ શતાબ્દી મહોત્સવનો ભવ્યાતિભવ્ય ઉદઘોષ

પ.પૂ.પ્રમુખસ્વામી મહારાજના શતાબ્દી વર્ષ ઉપક્રમે ઇઅઙજ સ્વામિનારાયણ મંદિર, રાજકોટ દ્વારા તા. 1 જૂન થી 5 જૂન દરમ્યાન શહેરનાં રેસકોર્સ ગ્રાઉન્ડમાં સંસ્થાના તેજસ્વી અને ઓજસ્વી વક્તા સંત પૂ.અપૂર્વમુનિ સ્વામીનાં વ્યાસાસ્થાને માનવ ઉત્કર્ષ મહોત્સવનાં પુર્ણાહુતી દિને પૂ.અપૂર્વમુનિ સ્વામીએ ઠાકર કરે તે ઠીકવિષયક વકતવ્ય દ્વારા જીવનમાં આવતા દુ:ખોમાં પ્રસન્ન રહેવાની કળા દ્રઢાવી હતી. સંસ્થાના વરિષ્ઠ સદ્દગુરુ સંત પ.પૂ.ડોક્ટર સ્વામી, સૌરાષ્ટ્રના ગોંડલ, જુનાગઢ, લીમડી, ભુજ, સુરેન્દ્રનગર, સારંગપુર મંદિર અને રાજકોટ મંદિરનાસંતોની ઉપસ્થિતિમાં પ્રમુખસ્વામી મહારાજ શતાબ્દી મહોત્સવનોભવ્યાતિભવ્યઉદ્દઘોષ સમારોહ યોજાયો હતો. જેમાં રાજ્યમંત્રીશ્રી રાઘવજીભાઈ પટેલ,રાજ્યમંત્રીશ્રી બ્રિજેશભાઈ મેરજા, મંત્રીશ્રી અરવિંદભાઈ રૈયાણી,રાજ્યસભા સાંસદશ્રી રામભાઈ મોકરિયા,ધારાસભ્ય  ગોવિંદભાઈ પટેલ,ધારાસભ્યશ્રી લાખાભાઈ સાગઠીયા,  કમિશનરી અમિતકુમાર અરોરા,  દેવભાઈ ચૌધરી,ઙૠટઈક મેનેજીંગ ડિરેક્ટર  વરુણકુમાર બર્નવાલ ઉપસ્થિત રહ્યા હતા.

Lal 1540 Scaled

મહોત્સવના મુખ્યપ્રવેશ દ્વારથી મુખ્યમંચ સુધી મશાલવાળા યુવકો, ધજાવાળા યુવકો દ્વારા રથ પર બિરાજીત પ.પૂ.પ્રમુખસ્વામી મહારાજની મૂર્તિની ભવ્ય રથયાત્રાનું આયોજન કરવામાં આવેલું. રથયાત્રા મંચ પર પહોંચતા ઉપસ્થિત પ.પૂ.ડોક્ટર સ્વામી, પૂ.કોઠારી સ્વામી, વડીલ સંતોદ્વારા પ.પૂ.પ્રમુખસ્વામી મહારાજની મૂર્તિને કલાત્મક હાર અર્પણ કરી મહાનુભાવો દ્વારા વંદના કરવામાં આવી હતી.

અમદાવાદ ખાતે તા.15 ડિસેમ્બર, 2022થી 13 જાન્યુઆરી, 2023 દરમ્યાન ભાડજ સર્કલ ને ઓગણેજ સર્કલ વચ્ચેની જગ્યામાં 30 દિવસ સુધી ભવ્યાતિભવ્ય પ્રમુખસ્વામી મહારાજ શતાબ્દી મહોત્સવ ઉજવાશે. આ શતાબ્દી મહોત્સવનો મંચસ્થ સંતો અને મહાનુભાવો દ્વારા શતાબ્દી લોગો અને ફૂગ્ગાઓને ગગન ગામી કરી, ધજા ફરકાવી ઉદ્દઘોષ કરવામાં આવ્યો હતો. અમદાવાદ શહેર ખાતે યોજાનાર શતાબ્દી મહોત્સવના આકર્ષણોની વિડીયો દ્વારા પ્રસ્તુતિ કરવામાં આવી હતી.

પ્રમુખસ્વામી મહારાજ શતાબ્દી મહોત્સવ ઉપક્રમે રાજકોટ ખાતે યોજાયેલમાનવ ઉત્કર્ષ મહોત્સવમાંન કેવળ પ્રવચન પરંતુ સમાજ સેવાની વિવિધ પ્રવૃતિઓના પ્રકલ્પ પણ યોજાયા હતા. જેમાં

03 Scaled

રાજકોટ શહેરના 1800 શતાબ્દી સેવકો દ્વારા 1,42,455 વ્યક્તિઓનો સંપર્ક કરવામાં આવેલો જેમાં 33,000 પરિવારોએ ઘરસભા કરવાનો, 1,17,000 પરિવારોએ સમુહ ભોજન કરવાનો અને 70,000 પરિવારોએ સમુહ આરતી અને પ્રાર્થનાના નિયમ ગ્રહણ કર્યા હતા.

રાજકોટ શહેરના 281 બાળકો દ્વારા 30,090 લોકોનો સંપર્ક, 376 બાલિકાઓ દ્વારા 30,400 લોકોનો સંપર્ક કરી વ્યસનમુક્ત રહેવાના અને વીજળી, પાણી અને વૃક્ષોનું સંવર્ધન કરવાના સંકલ્પો દ્રઢાવ્યા હતા.   માનવ ઉત્કર્ષ મહોત્સવ દરમ્યાન યોજાયેલ પ્રમુખ રક્તદાન મહાયજ્ઞમાં1250 લોકો દ્વારા4,45,000 સી.સી. રક્તદાનથયેલ. સાથે 1800 જેટલા દાતાઓએ અંગદાનનો સંકલ્પ કરેલ .

IMA રાજકોટના 101 પ્રતિષ્ઠિત ડોકટરો દ્વારા, આગામી પાંચ મહિના દરમ્યાન 20,000 જરૂરિયાતમંદ દર્દીઓનું નિ:શુલ્ક નિદાન અને 2500જરૂરિયાતમંદ દર્દીઓના ઓપરેશન અને પ્રોસિજર કરવામાં આવશે.આજે સાંજે 6 થી 9 દરમ્યાન વિરાટ મહિલા સંમેલન યોજાશે જેમાં રાજકોટ ઇઅઙજ ની બાલિકા-યુવતી-મહિલાઓ સંવાદ, નૃત્ય, પ્રવચન અને વિડીયોની રસપ્રદ પ્રસ્તુતિથી સ્ત્રીશક્તિને શિક્ષણ, સંસ્કાર, સેવા, સમર્પણ અને શ્રદ્ધાના સન્માર્ગે પ્રેરશે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.