Abtak Media Google News
  • મેળાના આયોજન-સંચાલન માટે 18 સમિતિઓ ખડેપગે, ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવાયો: કલેક્ટર
  • મેળામાં રોજ સાંજે સાંસ્કૃતિક કાર્યક્રમોનો આનંદ માણી શકાશે, મેળાની આવક નાગરિકોની સુવિધાના કામોમાં વપરાશે

રાજકોટમાં જન્માષ્ટમી પર આયોજિત લોકમેળાનું આજે સાંજે 5 કલાકે મુખ્યમંત્રીના હસ્તે ઉદ્ઘાટન થશે, તેમ જિલ્લા કલેકટર અરુણ મહેશ બાબુએ જણાવ્યું હતું. આ મેળામાં રોજ સાંજે વિવિધ સાંસ્કૃતિક કાર્યક્રમો યોજાશે. મેળામાંથી જે આવક થશે તેનો ઉપયોગ નાગરિકો સુવિધાના કામોમાં કરવામાં આવશે, એમ તેમણે ઊમેર્યું હતું.

Dsc 9195Dsc 9181

કલેકટર કચેરી ખાતે પત્રકારો સાથે સંવાદ કરતા તેમણે કહ્યું હતું કે, તા. 17થી 21 ઓગસ્ટ એમ પાંચ દિવસ માટે લોકમેળાનું આયોજન કરાયું છે.

આ લોકમેળાનું નામ આઝાદીનો અમૃત લોકમેળો રાખવામાં આવ્યું છે. આ મેળામાં લોકોની સલામતી તેમજ સ્વચ્છતા પર ભાર મૂકીને, જિલ્લા વહીવટી તંત્ર દ્વારા સુચારુ આયોજન કરવામાં આવ્યું છે. લોકમેળાના આયોજન  માટે વિવિધ 18 સમિતિઓ બનાવવામાં આવી છે. આ સમિતિઓ અને સ્ટાફ છેલ્લા 10 દિવસથી ખડે પગે ફરજ બજાવી રહ્યા છે.

Dsc 9201

લોકમેળામાં જિલ્લા ગ્રામ વિકાસ એજન્સી, મહિલા, આર્થિક વિકાસ નિગમ તેમજ ઈન્ડેકસ-સી ગાંધીનગરને સ્ટોલ ફાળવવામાં આવેલા છે. જે સ્ટોલ દ્વારા નાના વર્કરોને તેમજ મહિલાઓને રોજગાર મળી રહે તેમજ તેમના ધંધાને પ્રોત્સાહન મળે તે માટે માર્કેટીંગ પ્લેટફોર્મ પૂરું પાડી તેઓના આજીવિકામાં વધારો થાય તે માટે પ્રયત્નો કરવામાં આવ્યા છે.

18 સ્થળોએ પાર્કિંગની વ્યવસ્થા

Dsc 9211

લોકમેળામાં રાજકોટ શહેર તથા સૌરાષ્ટ્રભરનાં ગામડાઓમાંથી ખૂબ જ બહોળી સંખ્યામાં જાહેર જનતા પોતાના વાહનો સાથે મેળો માણવા આવતી હોવાથી, ટ્રાફીકની સમસ્યા ન સર્જાય તે માટે 18 સ્થળે પાર્કિંગની વ્યવસ્થા પણ કરવામાં આવેલ છે. તથા ટ્રાફીક પોલીસ ટીમ દ્વારા સતત મોનીટરીંગ અને ટ્રાફીક નિયંત્રણની વ્યવસ્થા કરવામાં આવેલી છે.

લોકમેળામાં ચાર કંટ્રોલરૂમ રહેશે – મોબાઈલ નંબર જાહેર કરા

Dsc 9267

લોકોની સુરક્ષા અને સુવિધા માટે ચાર કંટ્રોલરૂમ બનાવવામાં આવ્યા છે અને તેના મોબાઈલ નંબર જાહેર કરવામાં આવ્યા છે. (1)  લોકમેળા સમિતી (ફનવર્લ્ડ ગેઈટ પાસે) – 94998 81562 (2) પોલીસ ક્ધટ્રોલ (ફનવર્લ્ડ ગેઈટ પાસે) – 94998 81563 (3) રાજકોટ મહાનગર પાલિકા (હેડ કવાર્ટર ગેઈટ પાસે)  – 94099, 01561 (4) પીજી વી સી એલ તથા ઇલે. કંટ્રોલ રૂમ – 94996 51565. જરૂરિયાતના સમયમાં આ કંટ્રોલ રૂમ પર સંપર્ક કરી શકાશે. આ કંન્ટ્રોલરૂમનો મોબાઈલ નંબર જાહેર જનતાને ઉપયોગ કરવા માટે તમામ ગેઈટ ઉપર લોકો જોઈ શકે તે રીતે બેનર મારફત પ્રદર્શીત કરવામાં આવેલ છે.

ખાસ તો દર વખતે મેળામાં અનેક નાના બાળકો ભુલા  પડી જતા હોય છે. ત્યારે આ વખતે ખાસ સુચારુ વ્યવસ્થા તંત્ર દ્વારા કરવામાં આવી છે અને વિવિધ કંટ્રોલ રૂમના નંબર પણ જાહેર કરવામાં આવ્યા છે.

પાણી, શૌચાલય અને ફાયર ફાઈટરની સુવિધા

Dsc 9201

કલેક્ટરે કહ્યું કે, લોકમેળામાં પાણી પુરવઠા વિભાગ દ્વારા જાહેર જનતા માટે સ્વચ્છ પીવાના પાણીની વ્યવસ્થા પુરી પાડવામાં આવી છે. આ ઉપરાંત રાજકોટ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા ચાર જગ્યાએ જાહેર જનતા માટે શૌચાલયની વ્યવસ્યા કરવામાં આવેલી છે. આ ઉપરાંત જરૂર પડ્યે વધારાના શૌચાલયની વ્યવસ્થા પણ કરવામાં આવશે. લોકમેળા દરમ્યાન કોઈ દુર્ઘટના ન ઘટે તે માટે કોર્પોરેશન દ્વારા ફાયર ફાઈટરની વ્યવસ્થા કરવામાં આવેલી છે.

યાંત્રિક રાઈડનું દરરોજ ચેકીંગ થશે

Dsc 9254

લોકમેળામાં યાંત્રિક રાઈડ ચકાસણી સમિતી દ્વારા લોકમેળામાં લોકોની સુરક્ષાની દ્રષ્ટિએ તમામ યાંત્રિક રાઈડનું રોજબરોજ ચેકીગ કરવામાં આવે છે. ત્યારબાદ ફિટનેસ સર્ટીફીકેટ ઈસ્યુ કરીને રાઈડ ચાલુ કરવા માટેની મંજૂરી આપવામાં આવે છે. કલેક્ટરએ કહ્યું કે, લોકમેળા સમિતિ દ્વારા અગાઉના લોકમેળામાંથી થયેલી આવકમાંથી રૂપિયા 51 લાખ મુખ્યમંત્રી રાહત ફંડમાં આપવામાં આવશે.

આવી હશે મેળાની સુરક્ષા

*18 વોચ ટાવર

*3 ડી.સી.પી.

*10 એ.સી.પી.

*28 પી.આઈ.

*81 પી.એસ.આઇ.

* 1067 પોલીસ કોન્સ્ટેબલ

*16 એસ.આર.પી

*100  ખાનગી સિકયુરીટી ગાર્ડ

* દરેક મેઇન ગેઈટ પર 1 પીએસઆઈ, 4 પોલીસ, 1 મહિલા પોલીસ, 2 હોમગાર્ડ

* ફેશિયલ રેકોગ્ની સિસ્ટમથી આવાર તત્વોને ઝડપી પાડવા 6 ટીમ તૈનાત

* પોલીસ કંટ્રોલ રૂમ

* ખોવાયેલા બાળકોની માઇક દ્વારા જાહેરાત

* 32 સિસિટિવિથી સજ્જ કંટ્રોલ રૂમ

* એન્ટી સબોટેઝ ચેકીંગ માટે બી.ડી.ડી.એસ. અને સ્નિફર ડોગ તૈનાત

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.