Abtak Media Google News

ગુજરાત પ્રવાસન વિભાગ અને રાજકોટ મહાનગરપાલિકા દ્વારા તા.૦૯-૦૧-૨૦૧૯ ના રોજ સવારથી રેસકોર્સ મેદાન ખાતે આંતરરાષ્ટ્રીય પતંગ મહોત્સવનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં દેશ વિદેશના કુલ ૭૯ પતંગબાજો વિવિધ આકારની આકર્ષક અને રંગબેરંગી એવી વિરાટકાય પતંગો ઉડાડી હતી.

આ આંતરરાષ્ટ્રીય પતંગ મહોત્સવમાં રાજકોટ શહેર ધારાસભ્યશ્રી અરવિંદ રૈયાણી, રાજકોટ શહેર પોલીસ કમિશનર મનોજ અગ્રાવલ, રાજકોટ મ્યુનિ. કમિશનર બંછાનિધિ પાની, પી.જી.વી.સી.એલ. ના મેનેજિંગ ડાયરેક્ટર ભાવિન પંડ્યા, ડે. મ્યુનિ. કમિશનર સી. કે. નંદાણી, ડીવાય.એસ.પી. આર.બી ઝાલા, જિલ્લા પ્રવાસન અધિકારી કે.વી.પઢીયાર, એ,એમ.સી. એચ.આર. પટેલ, એ.એમ.સી. રવિન્દ્રસિંહ ચુડાસમા, આસી.મેનેજર દિપેન ડોડીયા, આસી. મેનેજર કે.બી. ઉનાવા, ચીફ ફાયર ઓફિસર બી.જે.ઠેબા, આરોગ્ય અધિકારીઓ ડો. પી.પી.રાઠોડ અને ડો. એમ.બી. ચુનારા, આસી.મેનેજર અમિતભાઈ ચોલેરા સહિતના અધિકારીઓ અને કર્મચારીઓ તેમજ દેશ-વિદેશથી આવેલ પતંગબાજો અને રાજકોટના શહેરીજનો બહોળી સંખ્યામાં હાજર રહ્યા હતા.

50029897 1192776237564136 5176948579809361920 N

કાર્યક્રમના પ્રારંભે મ્યુનિ. કમિશનર બંછાનિધિ પાનીએ જણાવ્યું હતું કે, રાજકોટના લોકો માટે આ પ્રસંગ મકર સંક્રાંતિ પૂર્વેનું એક સુંદર નઝરાણું બની રહ્યું અને સુર્ય દેવની પૂજા કરી ઉતરાયણની ઉજવણી કરીએ છીએ. આંતરરાષ્ટ્રીય પતંગ મહોત્સવ – ૨૦૧૯ ગુજરાત પ્રવાસન વિભાગ અને રાજકોટ મહાનગરપાલિકા દ્વારા ઉજવવામાં આવી રહ્યો છે. ફરી એક વખત આ વર્ષે પણ પતંગ મહોત્સવ રાજકોટમાં ઉજવવામાં આવી રહ્યો છે, દેશના તેમજ વિદેશી પતંગબાજો રાજકોટ આ મહોત્સવમાં ભાગ લેવા માટે આવેલ છે. ઉતરાયણની ઉજવણી સુર્ય દેવની પૂજા કરીને કરવામાં આવે છે. આ મહોત્સવની થીમ સ્વચ્છતા રાખવામાં આવી છે. સ્વચ્છતાનો મંત્ર ધ્યાને રાખી ઉજવણી કરવી જોઈએ.

પતંગ મહોત્સવની સાથે સાથે કરુણા અભિયાનનો પણ આજથી પ્રારંભ કરવામાં આવેલ છે, અબોલ જીવ, પક્ષીઓનું ધ્યાન રાખી ઉતરાયણની ઉજવણી કરવામાં આવે, કરુણા અભિયાનને મનમાં રાખીને ઉજવણી કરીએ, ચાઈનીઝ દોરીનો ઉપયોગ ન કરવો, સ્વછતા અને કરુણા અભિયાનના મંત્રથી ઉજવણી કરીએ અને આ બે બાબતોને ધ્યાનમાં રાખી ઉજવણી કરીએ, તેમ મ્યુનિ. કમિશનર બંછાનિધિ પાનીએ જણાવેલ હતું.

શહેર પોલીસ કમિશનરએ તમામ ઉપસ્થિત લોકોનું સ્વાગત કરતા કહેલું કે, આવેલ વિદેશી મહેમાનોનું માણસોની સાથે સાથે વાતાવરણ(પવન) પણ સાથ આપી રહ્યો છે, તેમણે લોકોને પ્લાસ્ટિક દોરી ન વાપરવાનું જણાવેલ હતું. તેમજ ઉતરાયણને ધ્યાનમાં રાખી શહેરીજનો પોતાનું રક્ષણ કરે અને ટુ વ્હીલર ધ્યાન રાખીને ચલાવવા જણાવેલ હતું.

49775704 1192776294230797 9078454999859593216 N

આ કાર્યક્રમમા ડે. મ્યુનિ. કમિશનર નંદાણી દ્વારા ઉપસ્થિત સૌનો શાબ્દિક સ્વાગત કરવામાં આવેલ હતું, જિલ્લા પ્રવાસન અધિકારી કે.વી. પઢીયાર દ્વારા પુસ્તક આપી સ્વાગત કરવામાં આવેલ હતું, તેમજ શાળાની બાળાઓ દ્વારા ભારતીય પરંપરા અને સંસ્કૃતિ મુજબ કુમકુમ તિલક લગાવી સ્વાગત કરવામાં આવ્યું હતું, આ અવસરે સુંદર સાંસ્કૃતિક કાર્યક્રમ પણ યોજાયો હતો. તેમજ સરોજીની નાયડુ હાઈસ્કુલની બાળાઓ દ્વારા સ્વચ્છતાનું માર્ગદર્શન આપતી કૃતિઓ રજુ કરવામાં આવી હતી. જ્યારે મ્યુઝીક ઓર્કેસ્ટ્રાનાં સથવારે ગીત સંગીત સૂરાવલી જીનીયસ સ્કૂલનાં બાળકો દ્વારા પ્રસ્તુત કરવામાં આવેલ.

આ આંતરરાષ્ટ્રીય પતંગ મહોત્સવમાં વિવિધ દેશોમાંથી જેમ કે, ફ્રાન્સના ૦૪, જર્મનીના ૦૨, હન્ગ્રીના ૦૪, ઇઝરાયેલના ૦૬, ઈટાલીના ૦૫, કેન્યાના ૦૨, કોરિયાના ૦૪, કુએતના ૦૩, લિથુઆનિયાના ૦૭, મલેશિયાના ૦૫, મેક્સિકોના ૦૨ અને ઇન્ડોનેશિયાના ૦૪ એમ કુલ મળીને ૪૮ વિદેશી પતંગબાજોએ ભાગ લીધો હતો. આ ઉપરાંત ભારતમાંથી કેરાલાના ૦૪, પંજાબના ૦૩, રાજસ્થાનના ૦૮, તામિલનાડુના ૦૭, લખનૌના ૦૪, ઉતરાખંડના ૦૫ એમ કુલ મળીને ૩૧ ભારતીય લોકોએ ભાગ લીધો હતો. તેમજ સૌરાષ્ટ્રમાંથી ભુજ, માંડવી, સુરેન્દ્રનગર, ખંભાળિયા, અમરેલી, આટકોટ અને રાજકોટના કુલ ૮૦ પતંગબાજો આંતરરાષ્ટ્રીય પતંગોત્સવમાં ભાગ લીધો હતો.

આ આંતરરાષ્ટ્રીય પતંગ મહોત્સવનાં આયોજન માટે ટુરીઝમ કોર્પોરેશન ઓફ ગુજરાત અને રાજકોટ મહાનગરપાલિકા દ્વારા તૈયારી કરવામાં આવી હતી. આ આયોજનની સફળતા માટે મહાનગરપાલિકા દ્વારા અધિકારીઓને વિવિધ જવાબદારીઓ સુપરત કરવામાં આવેલ હતી.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.