Abtak Media Google News

ત્રિદિવસીય એકિઝબીશનમાં વેડીંગ, ફેશન, લાઇફસ્ટાઇલને અનુરૂપ અસંખ્ય આઇટમો ઉપલબ્ધ

દિવાળીનો તહેવાર નજીક આવી રહ્યો છે લોકો બજારમાં ખરીદી કરતા જોવા મળે છે. ત્યારે રંગીલા રાજકોટમાં અર્બન એકિઝબીશનનું રેસકોર્ષ  ગ્રાઉન્ડ ખાતે તા. રર, ર3 અને ર4 ત્રિદિવસીય આયોજન કરવામાં આવ્યું છે. જેમાં દિપાવલી, લગ્નસરા અને શુભ પ્રસંગોની ખરીદી માટે જવેલરી, ગારમેન્ટસ, એસેસરીઝ, દિવાળી માટે ગૃહ શુશોભનની વસ્તુઓ સહિતની આઇટમો ઉપલબ્ધ છે.

અમદાવાદ, દિલ્હી, મુંબઇ, સુરત સહીતના શહેરોમાંથી 100 થી વધુ એકઝીબીટરોએ ભાગ લીધો છે. રંગીલા રાજકોટના લોકો બહોળી સંખ્યામાં એકિઝબીશનમાંથી ખરીદી કરી રહ્યાં છે.

હાલ દિવાળીનો તહેવાર નજીક આવી રહ્યો છે ત્યાર બાદ લગ્નસરાની સિઝન નજીક આવી રહી છે ત્યારે શહેરમાં અનેકવિધ જગ્યાએ એક્ઝિબીશન યોજાય રહ્યા છે જેમાં જવેલરી, ડિઝાઇનર કલોથસ, એસેસરીઝ, ઇમીટેશન જવેલરી, ફુટવેર, ગૃહ શુસોભનની વસ્તુઓ ઉપલબ્ધ હોય અને લોકો જરૂરીયાત મુજબ ખરીદી કરતા હોય છે.‘અબતક’ સાથેની વાતચીત દરમિયાન અર્બન એકિઝબીશનના દ્રષ્ટિ વીડલાણીએ જણાવ્યું હતું કે રેસકોષર્ર્ ગ્રાઉન્ડ ખાતે એકિઝબીશનનું આયોજન કરેલ છે જેમાં વેડીંગ, ફેશન, લાઇફ સ્ટાઇલને અનુરુજ તમામ આઇટમો રાખી છે.

અને દિવાળીના તહેવારને ઘ્યાને રાખી દિવાળી કલેકશન, શુશોભનની વસ્તુઓના સ્ટોલ રાખ્યાં છે. અહીંયા 100 થી વધુ એકઝીબીટરોએ ભાગ લીધો છે. જેમાં મુંબઇ, દિલ્હી, કોલકતા, સુરત, અમદાવાદથી  આવે છે. અમે દર વખતે અલગ અલગ નવા એકઝીબીટરોને આવકારીએ છીએ. જેથી તેઓનું યુનિક કલેકશનનો લાભ લોકો લે તેમના કલેકશનની ખરીદી કરે રાજકોટ રંગીલું  શહેર છે લોકોને ફેશન ડીઝાઇનની સમજ છે અને જયારે જયારે અમે એકિઝબીશન કરીએ છીએ ત્યારે અમને ખુબ જ સારો પ્રતિસાદ મળે છે. અમારા એક્ઝિબીશનની વિશેષતા એ છે કે અમે દર વખતે નવા એક્ઝિબીટરોને બોલાવીએ છીએ. રાજકોટ સહિત અનેકવિધ શહેરોમાંથી એક્ઝિબીટરો આવી પોતાનું કલેકશન લોકો સમક્ષ રાખે છે અને લોકો તેની ખરીદી પણ કરે છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.