Abtak Media Google News

આજે હાલાર હિરોઝ અને કચ્છ વોરિયર્સ વચ્ચે જામશે જંગ

 

સૌરાષ્ટ્ર ક્રિકેટ એસોસિએશન આયોજીત સૌરાષ્ટ્ર પ્રિમિયર લીગની બીજી સિઝનનો ગુરૂવારથી રંગારંગ આરંભ થઇ ચૂક્યો છે. ઓપનીંગ મેચમાં સોરઠ લાયન્સ સામે ઝાલાવાડ રોયલ્સનો શાનદાર વિજય થયો છે. આજે હાલાર હિરોઝ અને કચ્છ વોરિયર્સ વચ્ચે જંગ જામશે.

02

એસપીએલની સિઝન-2ના આરંભ વેળાએ પાંચેય સુકાની સોરઠ લાયન્સના કેપ્ટન ચિરાગ જાની, ઝાલાવાડ રોયલ્સના કેપ્ટન શેલ્ડન જેક્શન, કચ્છ વોરિયર્સના સુકાની અગ્નિવેશ અપાચી, હાલાર હિરોઝના સુકાની અર્પીત વસાવડા અને ગોહિલવાડ ગ્લેડિયર્સના સુકાની જયદેવ ઉનડકટ ખાસ ઉપસ્થિત રહ્યા હતા. આ તકે બીસીસીઆઇના પૂર્વ સેક્રેટરી નિરંજનભાઇ શાહે જણાવ્યું હતું કે એસપીએલથી સૌરાષ્ટ્ર-કચ્છના પ્રતિભાશાળી ખેલાડીઓની પ્રતિભા ખીલી ઉઠે છે. જ્યારે સૌરાષ્ટ્ર ક્રિકેટ એસોસિએશનના પ્રમુખ જયદેવ શાહે સ્પોન્સરોનો આભાર માન્યો હતો. સાથોસાથ તમામ ખેલાડીઓને શુભકામના પાઠવી હતી.

11મી જૂન સુધી ચાલનારી આ એસપીએલ-2નો ઓપનીંગ મેચ સોરઠ લાયન્સ અને ઝાલાવાડ રોયલ્સ વચ્ચે પ્રથમ મેચ રમાયો હતો. જેમાં સુકાની શેલ્ડન જેક્શનની આકર્ષક અને અણનમ અડધી સદીની મદદથી ઝાલાવાડનો વિજય થયો હતો. આજે હાલાર હિરોઝ અને કચ્છ વોરિયર્સ વચ્ચે જંગ જામશે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.