Abtak Media Google News

સિંહના હુમલાથી યુવકને ઈજા પહોંચી: ગ્રામજનો આવી પહોંચતા, બુમરાણ થતા સિંહ ભાગી ગયો

અમરેલી જિલ્લાના ધારી તાલુકાના દાહિદા ગામે શનિવારે ૩૫ વર્ષિય યુવક પર સિંહે હુમલો કર્યો હતો. જેના પરિણામે તે ઘાયલ થયો હતો.

આ હુમલો ત્યારે થયો જયારે યુવક તેનીભેંસને સિંહથી બચાવવાનો પ્રયાસ કર્યો હતો. હકિકતમાં, પીડીતા સવારે પાંચ વાગ્યાની આસપાસ જયારે તેની ભેંસને ખવડાવી રહ્યો હતો. ત્યારે સિંહે ભેંસ પર હુમલો કરવાનો પ્રયાસ કર્યો હતો. ભોગ બનનાર પોતાનીભેંસને સિંહના હુમલાથી બચાવવા આગળ આવ્યો હતો અને સિંહે વ્યકિત પર હુમલો કર્યો હતો.

વન અધિકારીઓનાં જણાવ્યા મુજબ ધારી તાલુકાના દહિદા ગામમાં રહેતા જોરૂભાઈને પીઠ અને પગમાં ઈજાઓ પહોચી હતી ભેંસને ખવડાવતાતા ત્યારે સવારે પાંચ વાગ્યાની આસપાસ જોરૂભાઈ પર સિંહે હુમલો કર્યો હતો યુવકના ભાઈએ જણાવ્યું હતુ કેમારાભાઈએ સિંહને ડરાવવાનો પ્રયાસ કર્યો હતો. ત્યારે તેને હુમલો કર્યો મેં એક લાકહી લીધી અને સિંહને ડરાવવાનો પ્રયાસ કર્યો હતો. જોકે ત્યારબાદ ગ્રામજનો આવી જતા બૂમરાડ થતા સિંહ નાશી ગયો હતો. અને હાલ યુવકની હાલત સ્થિર છે.

વન્ય પ્રાણીના હુમલાની ઘટના વધી

નોંધનીય છે કે, અમરેલી જિલ્લામાં દિન પ્રતિદિન સિંહો એ દીપડા દ્વારા ખેડુતો ઉપર રહેણાંક વિસ્તારમાં હુમલો કરવાની ઘટના સામે આવી રહી છે. ગ્રામીણ વિસ્તારમાં સિંહો શિકારની શોધમાં આવી ચડે છે. અને એ સમયે વન્યપ્રાણીઓ દ્વારા સ્થાનિકો પર હુમલો કરવામાં આવે છે. વન્ય પ્રાણીઓનાં હુમલાથી ગ્રામજનોમાં ફફડાટ વ્યાપી ગયો છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.