‘જયારે મુંજાઈ જીવ ત્યારે આવી જાવ દીવ’ ટલ્લી થયેલ યુવાને આખલાની સવારી કરતા પટકાયો નીચે, જુઓ વીડીયો

સામાન્ય રીતે લોકો પ્રવાસમાં પોતાનું માઈન્ડ ફ્રેશ કરવા માટે જતા હોય છે. ત્યારે ગુજરાતની જનતા માટે ફરવા માટેનું ગમતુંસ્થળ એટલે દીવ. ઘણા લોકો ત્યાં બીચની મજા માણવા માટે પણ જતા હોય છે. ત્યારે ઘણા બધા ટલ્લી થયેલા લોકો પણ જોવા મળે છે. આવો જ એક અમરેલીના શખ્સનો વીડીયો વાયરલ થઈ રહ્યો છે.

પર્યટન સ્થળ દિવમાં એક નશાખોર પર્યટક રખડતા ખતરનાક આખલા ઉપર બેસી ને મોજ માણતો હતો તેનો વિડિયો સોશિયલ મિડિયા માં વાઇરલ થયો.આ નશાખોર પર્યટક અમરેલી હતો.

અમરેલીના આ શખ્સે દિવના બંદર ચોકથી છેક અપના હોટેલ સુધી આખલા ઉપર બેસીને મસ્તી કરતો હતો આખલાએ નીચે પછાડી દેતા આ નશાખોર યુવાનને મોઢા અને નાકમાં ગંભીર ઈજાઓ થઈ હતી.

દિવ પોલીસ તંત્ર એલર્ટ થઈને આવી હરકતોથી પર્યટકોને બચવા સલાહ આપવામાં આવી.આખલાઓ નુકશાન પહોંચાડી શકે તેથી આવી હરકતોથી સાવધાન રહેવા પર્યટકોને જણાવવામાં આવ્યું