Abtak Media Google News

છેલ્લા દોઢ મહિનાથી સારવાર હેઠળ હતા, દિલ્હીની એઇમ્સમાં  તેઓએ અંતિમ શ્વાસ લીધા  

પ્રખ્યાત કોમેડિયન રાજુ શ્રીવાસ્તવ છેલ્લા દોઢ મહિનાથી હોસ્પિટલમાં દાખલ હતા. કોમેડિયન છેલ્લા 41 દિવસથી હોશમાં નહોતો આવ્યા. આજે તેઓનું અવસાન થયું છે.આ અંગે સતાવાર જાહેરાત કરી દેવામાં આવી છે. છેલ્લા ઘણા સમયથી તેમની બીમાર હાલત જોઈને ચાહકો અને પરિવારજનો ચિંતિત હતા. ડોક્ટરો માટે પણ તેમને ફરી ઠીક કરવા તે મુશ્કેલીનો વિષય હતો.

આખરે પરિવાર અને ચાહકોની પ્રાર્થના ફળી- જાણીતા સ્ટેન્ડઅપ કોમેડિયન રાજુ  શ્રીવાસ્તવ 15 દિવસ બાદ આવ્યા ભાનમાં- જાણો તેમની તબિયત વિશે

દેશના સૌથી લોકપ્રિય કોમેડિયન રાજુ શ્રીવાસ્તવ 10 ઓગસ્ટથી દિલ્હીની એઇમ્સ હોસ્પિટલમાં દાખલ હતા.  જીમમાં કસરત કરતી વખતે તેને હાર્ટ એટેક આવ્યો હતો, જેના પછી ડોક્ટર્સ રાજુનો જીવ બચાવવા સતત પ્રયાસ કરી રહ્યા હતા. રાજુ હાલ સુધી વેન્ટિલેટર સપોર્ટ પર હતા. અગાઉ તેમના ભાઈ દીપુ શ્રીવાસ્તવે કહ્યું હતું કે તેમની હાલત સ્થિર છે.  દીપુએ એ પણ જણાવ્યું કે ડોક્ટરોએ ઘણી વખત વેન્ટિલેટર હટાવવાનું વિચાર્યું. પરંતુ, અવારનવાર તાવને કારણે ડોકટરો આ કરી શકતા ન હતા.

રિપોર્ટ્સ અનુસાર, કોમેડિયન રાજુ શ્રીવાસ્તવના મગજમાં ઓક્સિજન પહોંચી રહ્યો ન હતો.  એવું કહેવામાં આવી રહ્યું હતું  કે જ્યાં સુધી રાજુના મગજના ઉપરના માથા સુધી ઓક્સિજન નહીં પહોંચે ત્યાં સુધી તે ભાનમાં નહીં આવે.

અહેવાલો અનુસાર, છેલ્લા ઘણા દિવસોથી એઇમ્સમાં દાખલ રાજુ શ્રીવાસ્તવને પાઈપ દ્વારા દૂધ અને અન્ય પ્રવાહી આપવામાં આવી રહ્યા હતા.  આ દરમિયાન, તેના અંગોમાં પણ સુધારો થયો હતો, પરંતુ તેમ છતાં તેનું મગજ યોગ્ય રીતે કામ કરી રહ્યું ન હતું, જેના કારણે તે ફરીથી હોશમાં આવી શક્યા ન હતા.

કોમેડિયન હોવા ઉપરાંત, રાજુ શ્રીવાસ્તવ એક ન મિમિક્રી આર્ટિસ્ટ પણ હતા અને અમિતાભ બચ્ચન સહિત અન્ય ઘણા કલાકારો અને રાજકારણીઓની મિમિક્રી કરતા હતા.  તેણે બોલિવૂડની ઘણી ફિલ્મોમાં નાની-નાની ભૂમિકાઓ ભજવી છે.  આ સિવાય તેમણે રાજકારણમાં પણ ઝંપલાવ્યું પરંતુ તેમને ખાસ સફળતા મળી ન હતી. રાજુ શ્રીવાસ્તવનું સાચું નામ સત્ય પ્રકાશ શ્રીવાસ્તવ છે.  તેમનો જન્મ 25 ડિસેમ્બર 1963ના રોજ કાનપુરમાં એક મધ્યમવર્ગીય પરિવારમાં થયો હતો.

તેમના પિતાનું નામ રમેશ ચંદ્ર શ્રીવાસ્તવ અને માતાનું નામ સરસ્વતી શ્રીવાસ્તવ છે.  તેમના પિતા કવિ હતા.  બધા તેમના પિતાને ’બલાઈ કાકા’ કહીને બોલાવતા.  તેની માતા ગૃહિણી હતી. રાજુ શ્રીવાસ્તવે પ્રારંભિક શિક્ષણ કાનપુરથી મેળવ્યું હતું, તેમને નાનપણથી જ હાસ્ય કલાકાર બનવાનો ખૂબ શોખ હતો અને તેઓ હાસ્ય કલામાં પણ સમૃદ્ધ હતા. તેઓ પોતાની હાસ્ય કલાથી લોકોના ચહેરા પર સ્મિત લાવતા હતા.  રાજુ શ્રીવાસ્તવે 1 જુલાઈ 1993ના રોજ લખનૌની શિખા સાથે લગ્ન કર્યા હતા.  બંનેને બે બાળકો અંતરા અને આયુષ્માન છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.