કોમેડી અને રોમાન્સથી ભરપૂર ફિલ્મ ‘તારી સાથે’ 15મીએ રિલીઝ, ભવ્ય ગાંધી સહિતના તારલા ‘અબતક’ની મુલાકાતે

અબતક,રાજકોટ

ગુજરાતી ફિલ્મ ઈન્ડસ્ટ્રી હવે કોવીડ બાદ જયારે ગુજરાતના સીનેમા હોલ ખૂલી ગયા છે. ત્યારે અવનવીન ફિલ્મ સાથે થીયેટર ધમધમી રહ્યા છે. ગુજરાતનાં લોકોને તો માનો સોનેરી પડદે એન્ટરટેનમેન્ટથી ભરપૂર ફિલ્મો આપણી જ ગુજરાતી ભાષામાં માણી શકશે. ફિલ્મ કેટેગરીમાં રોમેન્ટીક ફિલ્મ કોઈ નવી કેટેગરી નથી પરંતુ આગામી 15 ઓકટોબરના રીલીઝ થનાર ફિલ્મ ‘તારી સાથે’ જેમાં મૂખ્ય કલાકાર તરીકે આપણા સૌનો લોકચહીતો ‘ટપ્પૂડો’ એટલે કે ભવ્ય ગાંધીની સાથે જીનલ બેલાણી જોવા મળશે.

ફિલ્મમાં આજના યુથની વાતો છે: જીનલ બેલાણી

જીનલ બેલાણી ‘અબતક’ સાથે વિશેષ વાતચીત દરમ્યાન જણાવે છેકે આજના યૂથનો જે પ્રકારનો પ્રેમ છે. એ જ કયાંક રીફલેકટ કરે છે. ‘તારી સાથે’ ફિલ્મમાં જોઈન્ટ ફેમેલીની વાતોથી લઈ ફલર્ટ ફેકટરથી ભરપૂર છે. આ ફિલ્મ છોકરી મૂમ્બઈથી આવે છે. અને છોકરો બરોડાનો છે. ત્યારે આ બંને કઈ રીતના મળે છે. અને વાતો થાય છે. એ જ ફિલ્મને દર્શકોમાટે વધૂ ઈન્ટરસ્ટીંગ બનાવશે. ફિલ્મમા આજના યુથની વાતો છે તો કયાંક જે કઠોર અને રૂઢીચૂસ્ત વિચારો છે અને સનલગ્ન પણ આ ફિલ્મમાં એક ન્યૂટ્રલ પોઈન્ટ પર સ્ટોરી લાઈન છે.

ન્યૂટ કરીને ‘તારી સાથે’ જોવો તો લાગશે કે બોલીવુડની ફિલ્મ છે: ભવ્ય ગાંધી

ભવ્ય ગાંધી અબતક સાથે વિશેષ વાતચીત દરમ્યાન જણાવે છેકે ‘તારી સાથે’ ફિલ્મ માત્ર એક દિવસની જ સ્ટોરી છે જેમાં મૂખ્ય કલાકાર પણ બે જ છે. ફિલ્મમા લવ સ્ટોરીનો એંગલ કોઈ જાતીને લઈ વલણ કે પક્ષપાત નથી. એક ‘ન્યૂટ્રલ’ પોઈન્ટ પર બની છે. આ ફિલ્મ જેમાં ભરપૂર રોમાન્સ, કોમેડી અને એન્ટરટેનમેન્ટ દર્શકોને નિહાળવા મળશે. આ ફિલ્મ ઘણા ખરા અંશે વિવિધ એવા ઈમોશન્સને પણ ટચ કરશે. તો આ ફિલ્મની મેકીંગ પ્રોસેસ બાદ જો આ ફિલ્મ ન્યૂઝ કરીને કોઈ જોવે તો કોઈ બોલીવૂડ મૂવી જોતા છો એવૂં જ અનુભવાશે !!