પડધરીમાં જી.એમ.ગોહિલ ક્રિકેટ એકેડમીનો પ્રારંભ

  • કોચ પ્રદીપસિંહ ગોહિલ દ્વારા બાળકોને સિઝન બોલમાં ક્રિકેટનું કોચિંગ અપાશે
  • ગામનાં સરપંચ સહિતના આગેવાનોના હસ્તે શાસ્ત્રીબાગમાં કોચિંગ કેમ્પ ખુલ્લો મુકાયો

પડધરીના શાસ્ત્રીબાગમાં જીએમ ગોહિલ ક્રિકેટ કેમ્પનો શુભારંભ કરવામાં આવ્યો છે. ગામના સરપંચ સહિતના આગેવાનોના હસ્તે આ કેમ્પને ગઈકાલે ખુલ્લો મુકવામાં આવ્યો હતો.

પડધરીના બાળકો ક્રિકેટ ક્ષેત્રે આગળ વધે તેવા ઉમદા આશય સાથે નિષ્ણાંત કોચ પ્રદીપસિંહ ગોહિલ દ્વારા જીએમ ગોહિલ ક્રિકેટ એકેડમિની સ્થાપના કરવામાં આવી છે.

આ ક્રિકેટ એકેડમીનું ગઈકાલે ઉદ્દઘાટન કરવામાં આવ્યું હતું. જે વેળાએ ગામના આગેવાન મનુભાઈ ડોડીયા, સરપંચ ડો.વિજયભાઈ પરમાર, મનુભાઈ વાઢેર, મનુભાઈ વાઢેર, નારણભાઈ પરમાર,ભગાભાઈ ગોહિલ,  શૈલેશભાઈ સોનેજી, રણજીતભાઈ પરમાર, અજિતભાઈ ડોડીયા, ડો.કમલેશભાઈ ત્રિવેદી, રામજીભાઈ ગોહિલ, કોચ દિલીપભાઈ ગોહિલ, ડો.કિરીટભાઈ પટેલ, લાલુભા વાળા, ચિરાગસિંહ રાઠોડ, નિર્મલસિંહ હેરમા અને ભગીરથસિંહ ડોડીયા સહિતના ઉપસ્થિત રહ્યા હતા.

આ અંગે કોચ પ્રદીપસિંહ ગોહિલે જણાવ્યું કે પડધરીના બાળકોને આ એકેડમીમાં સિઝન ક્રિકેટની પ્રેક્ટિસ કરાવવામાં આવશે. બાળકોને ક્રિકેટની ટ્રેઇનિંગ આપી ઉપરી કક્ષાએ આવતા સિલેક્શનમાં પણ મોકલવામાં આવશે. આમ ક્રિકેટ ક્ષેત્રે પડધરીના બાળકો આગળ વધે તે માટે આ એકેડમી સતત પ્રયાસ કરતી રહેશે.