દ્વારકા આહીર સમાજમાં મંગલમ અન્નક્ષેત્રનો પ્રારંભ

આહીરનો આશરો…: સમાજ સેવાની વધુ એક મિશાલ શરૂ

૧૦ વિઘામાં રાત દિવસ અન્નક્ષેત્ર ધમધમશ

શાસ્ત્રોકત વિધિ સાથે નવા સંકુલનું ભૂમિપૂજન

દ્વારકાની ભાગોળે આહીર સમાજમાં અન્નક્ષેત્ર સેવાનો પ્રારંભ થયો છે. દેવભૂમિ દ્વારકા જિલ્લાના દ્વારકા ખાતે આહીર સમાજ દ્વારા વધુ એક સેવાની જ્યોત પ્રગટાવવામાં આવી છે. સંત જીવણનાથ બાપુના કરકમલ હસ્તે મંગલમ અન્નક્ષેત્રનો પ્રારંભ કરવામાં આવ્યો છે. દ્વારકા પ્રવેશતાની  સાથે જ દસ વીઘા જગ્યામાં સેવાની જ્યોત નિર્માણ પામી રહી છે. આ સેવાનો  યાત્રાળુઓ-પદયાત્રી અને તમામ જરૂરિયાત જન લાભ લ્યે એવી સેવાની અનોખી મિશાલ શરુ કરવામાં આવી છે.

આહીરનો આસરો, એ ઉક્તિ અનેક વખત વડવાઓએ સિદ્ધ કરી છે. આસરા ધર્મ માટે પરિવારનું બલિદાન આહીર સમાજે આપ્યાના દાખલા છે. આજે પણ આ આસરા ધર્મને નિભાવવાના આશયથી દ્વારકા ખાતે અનોખી સેવા કેન્દ્રનો પ્રક્લ્ય શરુ કરવામાં આવ્યો છે. દ્વારકા શહેરમાં વર્ષોથી સ્થાપિત અને સમાજ તથા અનેક જરૂરિયાત મંદ માટે અનોખી સેવાનું કેન્દ્ર બની ગયેલ આહીર સમાજ આજે પણ પૂજ્ય જીવણનાથ બાપુની છત્રછાયામાં એજ સેવાની અહેલાક આપી રહ્યું છે. આ અહેલાકની સુગંધ વધુ પ્રશરે તે માટે દ્વારકાની ભાગોળે વધુ મંગલમ અન્નક્ષેત્ર અને ગૌ શાળાના અસ્તિત્વનું ખાતમુહુર્ત સંપન્ન થયું.

જીવણનાથ બાપુના હસ્તે અને આહીર સમાજના આગેવાનોની હાજરીમાં સેવાયજ્ઞનો પ્રારંભ થયો છે. અહી દસ વીઘા જમીન પર દિવસ રાત ધમધમતું અન્નક્ષેત્ર ઉભું કરવામાં આવશે. અહી આવતા પદયાત્રીઓ, યાત્રીઓ અને સમાજજન તથા જરૂરિયાત મંદ નાગરિક માટે અહી સેવાનો નવો આયામ શરુ કરવામાં આવ્યો છે. શાસ્ત્રોક્ત વિધિ દ્વારા ખાત મુર્હુત કરવામાં આવ્યું હતું. આગામી દિવસોમાં અહી મોટું સંકુલ ઉભું થશે. સાથે સાથે ટ્રસ્ટની રચના પણ કરવામાં આવી છે. જેના પ્રમુખ તરીકે સંત જીવણનાથ અને ટ્રસ્ટીઓની ટીમની ટીમ નક્કી કરવામાં આવી છે. જેના ઉપપ્રમુખ તરીકે ધરણાતભાઈ ચાવડા,મંત્રી તરીકે, રાજાભાઈ પોસ્તરીયા, ટ્રસ્ટી તરીકે પરબતભાઈ ભાદરકા, રમેશભાઈ રાવલીયા, નેભાભાઇ સુવા, રામશીભાઈ ચાવડા,પાલભાઈ આંબલીયા, માલદેભાઈ કંડોરિયા, ભરતભાઈ ગોરીયા, ભીમસીભાઈ આંબલીયાનો સમાવેશ કરવામાં આવ્યો છે. તમામ ટ્રસ્ટીગણ ઉપરાંત પીઠાભાઈ વારોતરીયા, ખીમભાઈ ભોચીયા, રામસીભાઈ ગોરિયા, દેવસીભાઈ કરમુર, દેવશીભાઈ કરમુર, કાનભાઈ ભાટુ, હિતેશભાઈ પીંડારિયા, કરણાભાઈ વાઢીયા, દુદાભાઈ કેસરિયા, પરબતભાઈ વરુ, દિલીપભાઈ હાથલિયા, નેભાભાઈ પીંડારિયા સહિતના અગ્રણીયો ઉપસ્થિત રહ્યા હતા.