Abtak Media Google News

મણના ભાવ 1046 રાજય સરકાર ખેડૂતોની સતત ચિંતા કરે છે: પ્રમુખ ઠુમર

અબતક, કીરીટ રાણપરીયા, ઉપલેટા

ઓણસાલ રવિ પાર્કમાં ચના અને તુવેરનું વાવેતર આ વિસ્તારમાં પુષ્કળ પ્રમાણમાં થતાં ખેડુતોના હિતને ઘ્યાનમાં રાખી જીલ્લા બેંન્કના ડીરેકટર હરિભાઇ ઠુમર દ્વારા રાજય અને કેન્દ્ર સરકારને પત્ર લખી ચણા અને  તુવેરની ખરીદી ટેકાના ભાવે કરવા માંગ ઉઠાવી હતી તેને સરકાર દ્વારા માન્ય રાખી ગઇકાલે ઉપલેટા સેવા સહકારી મંડળીને કેન્દ્ર ફાળવતા તાત્કાલીક ધોરણે ચણા અને તુવેરની ખરીદીનો યાર્ડ ખાતે પ્રારંભ કરાયો હતો.

જીલ્લા કેન્દ્રના ડિરેકટર અને સેવા સહકારી મંડળીના પ્રમુખ હરિભાઇ ઠુમરે ગઇકાલે તુવેર દાળના ટેકાના ભાવે ખરીદી કરતા જણાવેલ કે આ વિસ્તારમાં ઓણ સારા વરસાદને કારણે તુવેર દાળ અને ચણાના પાકનું ઉત્પાદન સારા પ્રમાણે થતા ખેડુતોને યોગ્ય ભાવ મળી રહે તે માટે રાજયની ભાજપ સરકાર હમેશા ખેડુતોની ચિંતા કરતી આવી છે. ખેડુતોને પોતાના માલના યોગ્ય ભાવ મળી રહે તે માટે ખેડુતોની વિવિધ જણસીના ટેકાના ભાવે ખરીદી કરી ખેડુતોનું હિત ઘ્યાનમાં રાખે છે.

ગઇકાલથી ઉપલેટા વિસ્તારના ખેડુતો માટે ચણા અને તુવેર દાળની ખરીદી કેન્દ્રની મંજુરી આપતા માકેટીંગ યાર્ડ ખાતે સેવા સહકારી મંડળી દ્વારા તુવેરની ખરીદીનો પ્રારંભ કરાયો હતો જયારે ચણાની ખરીદી આગામી 1લી માર્ચ થી કરવામાં આવશે. ખેડુતોને ચણાના એકમણના ભાવ રૂ. 1046 મળશે જયારે તુવેર દાળના એક મણના ભાવ 1260 મળશે ચણા એક ખેડુત પાસેથી વધુમાં વધુ 1રપ મણની ખરીદી કરવામાં આવશે આ તકે યાર્ડના ચેરમેન જેન્તીભાઇ બરોચીયા, સંઘના ઉપપ્રમુખ લક્ષ્મણભાઇ શેઠ સંઘના ડિરેકટર કિશનભાઇ વસોાયા યાર્ડના ડીરેકટર નિકુલભાઇ ચંદ્રવાડીયા, પાલીકા પ્રમુખ મયુરભાઇ સુવા, પૂર્વ પ્રમુખ દાનભાઇ ચંદ્રવાડીયા, શહેર ભાજપના પ્રમુખ કિરીટભાઇ પાદરીયા, તાલુકા મહામંત્રી પૃથ્વીસિંહ ચુડાસમા, શહેર કિશાન મોરચાના પ્રમુખ મહાવીરસિંહ વાળા, અરવિંદભાઇ ગજેરા, કિશોરભાઇ સોજીત્રા, અશ્ર્વિનભાઇ લાડાણી ખેડુત આગેવાનો હાજર રહેલ હતા.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.