Abtak Media Google News

સૌરાષ્ટ્રના સાત સિઘ્ધહસ્ત ‘સુપર સેવન’ તબીબો નિર્મિત

ઓર્થોપેડિકને લગતી તમામ પ્રકારની સારવાર સાથે અદ્યતન આઈસીયુ લેપ્રોસ્કોપિક સર્જરી સેવા ઉપલબ્ધા: સુપર સ્પેશ્યાલીસ્ટ ઓર્થોપેડિક સર્જનોની નિયમિત સેવા મળશે

મેડિકલ ક્ષેત્રે દિન-પ્રતિદિન પ્રગતિ થઈ રહી છે. દેશ-દુનિયામાં વિકસી રહેલ અદ્યતન સારવાર સાથે કદમ મિલાવતા રાજકોટ-સૌરાષ્ટ્રના સાત સિઘ્ધહસ્ત ડોકટરોના ગ્રુપ દ્વારા સૌરાષ્ટ્રના પાટનગર રાજકોટમાં ઓર્થોપેડિક અને ટ્રોમા ક્ષેત્રે ક્રાંતિ સર્જક એવી શિવ ઓર્થોપેડિક સુપર સ્પેશ્યાલીટી હોસ્પિટલ અને ટ્રોમા સેન્ટરનો આવતીકાલે તા.૧લી જાન્યુ.થી શુભારંભ કરવામાં આવી રહ્યો છે. વર્ષોના અનુભવી ઓર્થોપેડિક સર્જનો અને સ્પાઈન સર્જનની ટીમ દ્વારા ઓર્થોપેડિક અને ટ્રોમાની તમામ પ્રકારની સંપૂર્ણ સારવાર એક છત્ર હેઠળ ઉપલબ્ધ કરાવવા સાથે અદ્યતન આઈ.સી.યુ., જનરલ સર્જરી વગેરે સુવિધાઓ સાથેની અદ્યતન શિવ હોસ્પિટલ આવતીકાલથી સંપુર્ણ કાર્યરત થશે. નવા વરસના આરંભ સાથે સૌરાષ્ટ્રના મેડિકલ ફિલ્ડમાં પણ નવા અઘ્યાયનો આરંભ થશે જયાં માનવીય અભિગમ સાથે સમાજના તમામ વર્ગને પરવડે તેવા દર સાથે વિશ્ર્વકક્ષાની સારવાર ઉપલબ્ધ બનશે.Vlcsnap 2020 12 31 12H57M28S381

સુપર સેવન ટીમનું સ્વપ્ન છે કે ઓર્થોપેડિક અને ટ્રોમા સંબંધી તમામ પ્રકારની સારવાર એક જ સ્થળે ઉપલબ્ધ બનાવવી અને આથી જ શિવ હોસ્પિટલમાં રાજકોટ, અમદાવાદના ટ્રોમા સર્જનો, ઓર્થોપેડિક સુપર સ્પેશ્યાલીસ્ટ સર્જનો, અનુભવી ઈન્ટેસ્ટીવીસ્ટ સાથે આઈ.સી.યુ.ની સવલત ઉભી કરવામાં આવી છે. નાના બાળકથી લઈ ઉંમર લાયક લોકોને ઉંમ્રના કારણે થતાં વિવિધ દર્દો હોય કે કોઈપણ પ્રકારના અકસ્માતના કારણે થતી ગંભીર ઈજા હોય, તમામ દર્દોના નિવારણ માટે અહીંની ટીમ સતત ૨૪ કલાક ઉપલબ્ધ છે. ટ્રોમા અને અકસ્માતના કેસમાં દર્દી અકસ્માતના સ્થળેથી હોસ્પિટલ સુધી પહોંચે એ સમયને મેડિકલની ભાષામાં લીડ સમય કહેવાય છે અને આ સમય દરમિયાન દર્દી હોસ્પિટલ પહોંચે ત્યારે ત્યાં નિષ્ણાંત તબીબ ઈમરજન્સીમાં સારવાર માટે હાજર જ હોઈ એવી વ્યવસ્થા કરવામાં આવી છે. રાજકોટ અને બહારગામથી આવતા દર્દીઓ માટે એમ્બ્યુલન્સની સુવિધા ઉપલબ્ધ છે.

Vlcsnap 2020 12 31 12H57M50S665

ચાર દાયકાથી ઓર્થોપેડિક સર્જન તરીકે હજારો લોકોની સારવાર કરનાર વરીષ્ઠ ઓર્થોપેડિક સર્જન ડો.શ્યામ ગોહિલ, સાડા ત્રણ દાયકાથી ઓર્થોપેડિક સર્જન તરીકે કાર્યરત ડો.કે.પી.તરાવીયા, ત્રણ દાયકાના અનુભવી ડો.સી.પી.રબારા, ડો.હિરેન કોઠારી, ડો.રાજેશ જાની (ઉના), ડો.ભાવેશ સચદે અને સ્પાઈન સર્જન ડો.અમિષ સંઘવી એમ સુપર-૭ તબીબોની ટીમ દ્વારા ઓર્થોપેડિક અને તેને સંલગ્ન તમામ પ્રકારની સારવાર સૌરાષ્ટ્રના લોકોને એક સ્થળે ઉપલબ્ધ કરાવાઈ છે. સુપર-૭ ડોકટરોના સ્વપ્ન સમાન શિવ હોસ્પિટલમાં સંપૂર્ણ માનવીય અભિગમ સાથે અદ્યતન કોર્પોરેટ કક્ષાની વિશ્ર્વની અદ્યતન સારવાર મળશે. આ પ્રકારની સૌરાષ્ટ્રની કદાચ પ્રથમ કહી શકાય એવી શિવ હોસ્પિટલ રાજકોટના અતિ વિકસીત એવા ૧૫૦ ફુટ રીંગ રોડ પર મહાપૂજાધામ ચોક, બાલાજી હોલ પાસે નિર્માણ પામી છે. શિવ હોસ્પિટલમાં ઓપેરશન થીયેટરના તમામ સાધનો સહિત હોસ્પિટલના તમામ ઈકવીપમેન્ટ આંતરરાષ્ટ્રીય કક્ષાના છે. ફાયર સેફટી માટે તમામ સરકારી ધારાધોરણનું પાલન કરવામાં આવ્યું છે, સ્પ્રીંકલર, સ્મોક ડિટેકટર સહિત તમામ વ્યવસ્થા છે.

શિવ હોસ્પિટલ ખાતે કોઈપણ પ્રકારના અકસ્માતથી થતી ઈજાઓ, એકસીડન્ટલ ફેકચર, સાંધા બદલવાની સર્જરી (જોઈન્ટ રીપ્લેસમેન્ટ), અગાઉ કોઈએ સાંધા બદલ્યા હોય છતાં હજુ દુ:ખાવાની ફરિયાદ રહેતી હોય તો તેના માટે સર્જરી, મણકા તથા કરોડરજજુની સારવાર (સ્પાઈન સર્જરી), આર્થોસ્કોપી (દૂરબીનથી થતી સાંધાની સર્જરી), બાળકોમાં થતી હાડકાની સારવાર (પિડિયાટ્રીક ઓર્થોપેડિકસ), હાથની ઈજાઓની સારવાર (હેન્ડ સર્જરી), હાડકાના કેન્સરની સારવાર (ઓર્થોપેડિક ઓન્કોલોજી), રશિયન પઘ્ધતિથી વાંકાચૂકા અને ન સંધાતા ફેકચરની સારવાર (ઈલીઝારોવ), માથાની તથા મગજની તમામ સારવાર (ન્યુરોસર્જરી), ક્રિટીકલ કેર અદ્યતન આઈસીયુ, પેટ તથા આંતરડાની તકલીફોની સારવાર-લેપ્રોસ્કોપીક સર્જરી, જનરલ સર્જરી, લોહીની નળીની ઈજાઓ માટે વાસ્કયુલર સર્જરી, ફિઝીશ્યન, પ્લાસ્ટીક સર્જરી, ન્યુરોલોજી, સંધિવાની સારવાર (રૂમેટોલોજી), એનેસ્થેસીયા, એકસ-રે, સીટી સ્કેન, પેથોલોજી-લેબોરેટરી તથા ફિઝીયોથેરાપીની સંપૂર્ણ સારવાર એક છત નીચે ઉપલબ્ધ છે. કોઈપણ પ્રકારના અકસ્માત કે ઈમરજન્સી વખતે ગંભીર ઈજાના દર્દીની, માથાની કે મણકાની ગંભીર ઈજાના દર્દીની ઈમરજન્સી સારવાર માટે સી.ટી.સ્કેન દ્વારા નિદાન કરવાની જરૂર ઉભી થતી હોય છે, શિવ હોસ્પિટલમાં અદ્યતન સીટી સ્કેન મશીનની સુવિધા સાથે સતત ૨૪ કલાક ઓર્થોપેડિક સર્જન, સ્પાઈન સર્જન, ન્યુરોસર્જન, ઈન્ટેસ્ટીવીસ્ટ, એનેસ્થેસીયાના તબીબની ટીમની સેવા મળી રહેશે. ગંભીર પ્રકારના ઓપરેશન માટે અત્યંત જરૂરી એવા બે કલાસ ૧૦૦ મોડયુલર લેમીનર ઓપરેશન થીયેટર તથા જનરલ સર્જરી અને અન્ય સર્જરી માટે અન્ય બે ઓપરેશન થીયેટર એમ કુલ ચાર ઓપરેશન થીયેટર છે.

શિવ ઓર્થોપેડિક સુપર સ્પેશ્યાલીટી હોસ્પિટલ અને ટ્રોમા સેન્ટર (બાલાજી હોલ પાસે, મહાપૂજાધામ ચોક, ૧૫૦ ફુટ રીંગ રોડ, રાજકોટ ઈમરજન્સી મો.૯૫૧૯૫ ૨૯૫૯૫) ખાતે ઓર્થોપેડિક અને ટ્રોમાની સંપૂર્ણ સારવાર ઉપલબ્ધ કરાવવાની નેમ સાથે સૌરાષ્ટ્રના લોકોને રાજકોટ ખાતે જ તમામ સારવાર મળે એ માટે રાજકોટ ઉપરાંત અમદાવાદના સુપર સ્પેશ્યાલીસ્ટ તબોબીની સેવા પણ ઉપલબ્ધ કરાવવામાં આવી છે. અમદાવાદના નિષ્ણાંત અને અનુભવી તબીબો નિયમીતરૂપે શિવ હોસ્પિટલ ખાતે ઉપલબ્ધ થશે જેમાં બાળકોના હાડકાની સારવાર માટે પિડિયાટ્રીક ઓર્થોપેડિક સર્જન ડો.કમલેશ દેવમુરારી દર મહિનાના બીજા અને ચોથા શુક્રવારે, હાડકાના જટીલ ફેકચરની સારવાર ઈલીઝારોબના સ્પેશ્યાલીસ્ટ ડો.પુરવ કંસારા દર મહિનાના બીજા શુક્રવારે, હાડકાના કેન્સર માટેના ઓર્થોપેડિક ઓન્કોસર્જન ડો.જૈમીન શાહ દર મહિનાના ચોથા શનિવારે તથા સંધિવાન  દર્દીઓ માટે રૂમેટોલોજીસ્ટ ડો.મિતુલ કોટેચા દર મહિનાના બીજા અને ચોથા શનિવારે શિવ હોસ્પિટલ ખાતે મળશે. શિવ હોસ્પિટલના મીડિયા કો.ઓર્ડિનેટર તરીકે વૈભવ ગ્રુપના વિજય મહેતા સેવા આપે છે.

ઓર્થો-ન્યુરો, ટ્રોમાનો સમન્વય

શિવ ઓર્થોપેડિક સુપર સ્પેશ્યાલીટી હોસ્પિટલ અને ટ્રોમા સેન્ટર ખાતે ઓર્થો-ન્યુરો અને ટ્રોમાના ઈલાજનો સમન્વય જોવા મળશે. ડો.શ્યામ ગોહિલ (એમ.એસ., ઓર્થો), ડો.કે.પી.તરાવીયા (એમ.એસ., ઓર્થો), ડો.સી.પી.રબારા (એમ.એસ., ઓર્થો), ડો.હિરેન કોઠારી (એમ.એસ., ઓર્થો), ડો.રાજેશ જાની (એમ.એસ., ઓર્થો), ડો.ભાવેશ સચદે (એમ.એસ., ઓર્થો) અને ડો.અમિત સંઘવી (એમ.એસ., ઓર્થો) (એફ.એન.બી., સ્પાઈન)ની ટીમ સેવા આપશે જયાં ટ્રોમા ઓર્થોપેડિક સ્પાઈન અને ન્યુરો સહિતની તકલીફોનું નિદાન-સારવાર થશે. આ તમામ તબીબો ૨૫ થી વધુ વર્ષનો અનુભવ ધરાવે છે. અબતકની મુલાકાત દરમિયાન તેમણે કહ્યું હતું કે, તમામ સેવાઓ એક સ્થળે મળી રહે તે માટે આ હોસ્પિટલનો પ્રારંભ કરવામાં આવ્યો છે. સામાન્ય રીતે જે-તે રોગમાં શરૂઆતનો સમય મહત્વનો હોય છે તે ચાલ્યો જાય તો સારવારનો અગત્યનો સમય ચાલ્યો ગયો કહેવાય. અત્યારે જાગૃતતા અને કોમ્યુનિકેશન ગેપ જોવા મળે છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.