Abtak Media Google News

પરીક્ષાને લઇ તમામ કેન્દ્રો પર બોર્ડ દ્વારા ચાંપતી નજર રખાશે: રાજકોટની 20 સ્કૂલોમાં 9,000થી વધુ વિદ્યાર્થીઓ 11 દિવસ સુધી પરીક્ષાઓ આપશે

અબતક, રાજકોટ

ગુજરાત માધ્યમિક અને ઉચ્ચત્તર માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા માર્ચના અંતમાં લેવાનારી ધો.12 સાયન્સની પરીક્ષા પહેલા આજથી ધો.12 વિજ્ઞાન પ્રવાહના પ્રાયોગીક વિષયોની પરીક્ષાનો પ્રારંભ થયો છે. અગાઉ બોર્ડ દ્વારા આ પરીક્ષા 14 ફેબ્રુઆરીથી લેવાની જાહેરાત કરવામાં આવી હતી. જો કે, કોરોનાને કારણે સરકાર દ્વારા તમામ પરીક્ષાઓ બે સપ્તાહ પાછળ લઇ જવાનું નક્કી કરતા હવે આજથી રાજ્યભરમાં પ્રેક્ટિકલ પરીક્ષાઓનો પ્રારંભ થયો છે. રાજકોટમાં અંદાજે 9,000થી વધુ વિદ્યાર્થીઓ 20 જેટલી સ્કૂલોમાં 11 દિવસ સુધી બે સત્ર એટલે કે સવારે 10:00 થી 1:00 અને બપોરે 2:00 થી 5:00 દરમિયાન પ્રેક્ટિકલ પરીક્ષા આપશે.

પ્રાપ્ત માહિતી મુજબ શિક્ષણ બોર્ડ દ્વારા ધો.12 સાયન્સના મહત્વના વિષયોની પ્રાયોગીક પરીક્ષા શિક્ષણ બોર્ડ દ્વારા જ લેવામાં આવતી હોય છે. આ વખતે કોરોનાને કારણે પરીક્ષાનું થોડી મોંડુ આયોજન કરવામાં આવ્યું છે. આ પરીક્ષાનો આજથી પ્રારંભ થયો છે અને 12 માર્ચે પૂર્ણ થશે. પરીક્ષા માટે બોર્ડ દ્વારા તમામ વિદ્યાર્થીઓની હોલ ટિકિટ ઓનલાઇન જ અપલોડ કરવામાં આવી છે. બોર્ડ દ્વારા સાયન્સ પ્રાયોગીક પરીક્ષાને લઇ તમામ કેન્દ્રો પર ચાંપતી નજર રાખવાનું આયોજન કરવામાં આવ્યું છે. ઉપરાંત સ્કૂલોમાં ગેરરીતી ન થાય તે માટે બોર્ડ દ્વારા જિલ્લા કક્ષાએ ખાસ વોંચ રાખવા માટે ટીમોને સૂચના આપી હોવાનું પણ જાણવા મળે છે. જેથી હવે સાયન્સ પ્રાયોગીક પરીક્ષામાં સ્કૂલો દ્વારા ચલાવવામાં આવતી પોલંપોલ પર બ્રેક લાગશે.

Vlcsnap 2022 03 02 13H15M29S193

પરીક્ષા પહેલા પાંચ મિનિટ વિદ્યાર્થીઓને કાઉન્સિલ અપાઈ છે: દિનેશભાઈ ભૂત (પી. વી. મોદી સ્કુલ)

પી.વી મોદી સ્કૂલના દિનેશભાઈ ભૂતએ અબતક સાથેની ખાસ વાતચીતમાં જણાવ્યું હતું કે, બોર્ડના નિયમ અનુસાર ફિઝિક્સ, બાયોલોજી અને કેમેસ્ટ્રીની પ્રેક્ટીકલ પરીક્ષા મોદી સ્કૂલ ખાતે શરૂ થઇ છે.100 ટકા વિદ્યાર્થીઓની હાજરી સાથે પરીક્ષા શરૂ કરવામાં આવી છે. ઉત્સાહભેર વિધિયાર્થીઓ પરીક્ષા આપવા પોહચ્યાં છે. બે વર્ષની સ્થિતિને ધ્યાને લઇ તો વિધિયાર્થીઓ માટે પ્રેક્ટીકલ અભ્યાસ ને લઈ મુંજવણ ઘણી હતી પરંતુ રાજકોટની તમામ સ્કૂલોએ સારા પ્રયત્નો કરી વિદ્યાર્થીઓને પ્રેકટીકલ શીખડાવવા માં પાછી પાની કરી નથી. એક્સ્ટ્રા ક્લાસ માં બોલાવીને વિદ્યાર્થીઓને પ્રેકટીકલ પરીક્ષા માટેની પૂર્વ તૈયારીઓ કરાવી છે. અલગ-અલગ સ્કૂલ ખાતેથી આવતા વિદ્યાર્થીઓને પરીક્ષા શરૂ થાય તે પહેલાં પાંચ મિનિટનું કાઉન્સલીંગ અમારા દ્વારા કરવામાં આવે છે જેથી તેઓ મુક્ત મને પરીક્ષાનો હાવ રાખ્યા વગર પરીક્ષા આપી શકે.અમારી સ્કૂલ ખાતે દરેક વિષયનું પ્રેક્ટીકલ કરાવી તેનું પુનરાવર્તન પણ કરાવવામાં આવ્યું છે.

શાળાની મોક ટેસ્ટ વિદ્યાર્થીઓની પ્રેક્ટીકલ પરીક્ષાનો હાઉ દૂર કરે છે: સતીશભાઈ તેરૈયા (પ્રિન્સીપાલ)

જી.ટી શેઠ વિદ્યાલયના પ્રિન્સિપલ સતીશભાઈ તેરૈયાએ અબતક સાથેની ખાસ વાતચીતમાં જણાવ્યું હતું કે, પરિપત્ર ની જાણ થતાં જ સ્કૂલ ખાતે ત્રણે લેબના તમામ સાધનોની સાફ સફાઈ કરવામાં આવી. વિદ્યાર્થીઓ માટે મહિના અગાઉથી જ લેબની તમામ વ્યવસ્થાઓ પૂરી પાડી તૈયારીઓ કરવામાં આવી છે. ત્રણ મહિના પહેલેથી જ પ્રેક્ટીકલ ની તૈયારીઓ અમારે ત્યાં શરૂ કરી દેવામાં આવી હતી. 15થી 18 દિવસ પ્રેક્ટીકલ એકઝામ ચાલતી હોય છે જે સ્કૂલમાં કેન્દ્ર ફાળવવામાં આવ્યું હોય છે ત્યાં કોર ટીમ બનાવી તેના હસ્તક મોનીટરીંગ કરી પરીક્ષા ની દેખરેખ રાખવામાં આવતી હોય છે. પ્રેક્ટીકલ એક્ઝામ વર્ષમાં એક વખત બોર્ડ દ્વારા લેવામાં આવતી હોય છે. પરંતુ સ્કૂલ ખાતે સેમેસ્ટર સમાપ્ત થાય ત્યારબાદ પ્રેક્ટીકલ એક્ઝામ નું આયોજન કરાય છે. જેને મોક ટેસ્ટ કહે છે.મોક ટેસ્ટ આપીને વિદ્યાર્થીઓને પ્રેક્ટીકલ એક્ઝામનો હાવ દૂર કરે છે.

 

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.