સૌરાષ્ટ્ર યુનિવર્સિટીમાં ર૧મીથી પરીક્ષાના બીજા તબકકાનો પ્રારંભ

૧૦૯ કેન્દ્રો પર રર૫૨૪ વિઘાર્થીઓ પરીક્ષા આપશે

સૌરાષ્ટ્ર યુનિવર્સિટીમાં ગત તા.૧૦મી ડીસેમ્બરથી ૧પ હજારથી વધુ વિઘાર્થીઓની પરીક્ષા શરુ થઇ છે અને આ પરીક્ષા આગામી તા.૧૯ ડીસેમ્બર એટલે કે શનિવારના રોજ પૂર્ણ થશે હજુ આ પરીક્ષાઓ પૂર્ણ નથી થઇ ત્યાં તો યુનિવર્સિટીએ પરીક્ષાનો બીજા તબકકો જાહેર કરી દીધો છે. આગામી તા.ર૧મીથી ૧૦૯ કેન્દ્ર પરથી રર૫૨૪ વિઘાર્થીઓની પરીક્ષા લેવાશે. જેમાં જુનાગઢ, દીવ, વેરાવળ સહિતના કેન્દ્રો પણ ફાળવવામાં આવ્યાં છે. બીજા તબકકાની પરીક્ષામાં બી.એ. સેમ.-પના ૧૬૯૫૦, બી.બી.એ. સેમ.પના ૨૫૧૨, એલ.એલ.બી. સેમ.પ ના ૧૯૫૨, બી.એસ.સી. સ.ેમ-પ ના ૨૪૬, બી.એસ.ડબલ્યુ સેમ.પના અને એમ.એસ.સી. આઇ.ટી. સેમ.૩ ના ૧૨૯ વિઘાર્થીઓ ઉપરાંત બી.એ. બી.એડ. સેમ.પ અને ૭, બીપીએ, બી.આર.એસ., એમ.સી.એ. અને બી.એ. સેમ-ર, બી.એચ.ટી.એમ સેમ.૭, એમ.એસ.સી. આઇ.ટી. સેમ.૩ ના છાત્રો પરીક્ષા આપશે.બીજા તબકકાની પરીક્ષામાં વધુ વિઘાર્થી હોવાથી કેન્દ્રો પણ વધારે ફાળવવામાં આવ્યા છે. અને વિઘાર્થીઓ પોતાના જ શહેરમાં પરીક્ષા આપી શકે તેવી વ્યવસ્થા યુનિવર્સિટી દ્વારા ગોઠવવામાં આવી છે. હાલમાં કોરોનાની મહામારીને લઇ વિઘાર્થીઓને સોશ્યલ ડીસ્ટન્સ રહે તે રીતે બેસાડવામાં આવે છે જેથી ચોરીનું પ્રમાણ પણ ઘટયું છે.