Abtak Media Google News

9890 પરીક્ષાર્થીઓ આગામી 10 દિવસ પરીક્ષા આપશે વિદ્યાર્થી ગેરરિતી કરતા ઝડપાશે તો તેની કાર્યવાહી કરવામાં આવશે

સૌરાષ્ટ્ર યુનિવર્સિટીમાં આજથી જુદા જુદા કોર્સના યુજીના સેમેસ્ટર-5 અને પીજીના સેમેસ્ટર-3ના વિદ્યાર્થીઓની પરીક્ષાનો પ્રારંભ થઇ રહ્યો છે. રાજકોટ સહિત સૌરાષ્ટ્રના જુદા જુદા પરીક્ષા કેન્દ્રોમાં 9890 વિદ્યાર્થી પરીક્ષા આપશે. અગાઉ કોલેજના જુદા જુદા સેમેસ્ટરમાં ફેલ થયેલા વિદ્યાર્થીઓનું વર્ષ ન બગડે તે માટે યુનિવર્સિટીએ આ પરીક્ષાનું આયોજન કર્યું છે.

જેમાં વર્ષ 2016 અને 2019ના વિદ્યાર્થીઓ પરીક્ષા આપશે. સેમેસ્ટર -5 માં સૌથી વધુ બી.કોમ.માં 5760, બી.એ.માં 1727, બી.સી.એ.માં 433 અને બી.બી.એ.માં 392 વિદ્યાર્થી પરીક્ષા આપશે. અગાઉ એક કે બે વિષયમાં ફેલ થયેલા વિદ્યાર્થીઓની પરીક્ષા લેવા માટે વિદ્યાર્થીઓ અને વિદ્યાર્થી સંગઠન દ્વારા પણ કુલપતિ સહિતનાઓને રજૂઆત કરવામાં આવી હતી. હાલ જ્યારે યુનિવર્સિટીમાં એડમિશન પ્રક્રિયા ચાલી રહી છે ત્યારે આ પરીક્ષામાં પાસ થનારા યુજીના વિદ્યાર્થીઓને પીજીમાં પ્રવેશ આપવા પણ માગણી કરવામાં આવી છે.ઉલ્લેખનીય છે કે, દરેક પરીક્ષા કેન્દ્ર પર સ્કવોડ રહેશે આ ઉપરાંત પરીક્ષા કેન્દ્રના સીસીટીવી પણ સતત ચાલુ રહેશે. જો કોઈ વિદ્યાર્થી ગેરરિતી કરતા ઝડપાશે તો તેની કાર્યવાહી કરવામાં આવશે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.