Abtak Media Google News

આજથી વિકાસ યાત્રા રોજ બે વોર્ડમાં ફરશે

ભારતની આઝાદીના 75 વર્ષ નિમીતે સમગ્ર દેશમાં આઝાદી કા અમૃત મહોત્સવની ઉજવણી કરવામાં આવી રહી છે. જેના ભાગરૂપે ગુજરાતમાં છેલ્લા 20 વર્ષમાં થયેલ વિકાસ કામોની વિગતો લોકો સુધી પહોંચાડવાના પ્રયાસરૂપે, રાજ્ય સરકાર દ્વારા રાજ્યના તમામ જિલ્લાઓમાં વંદે ગુજરાત વિકાસ યાત્રા કાર્યક્રમનુ આયોજન કરેલ છે. જેના અનુસંધાને રાજકોટ મહાનગરપાલિકા દ્વારા   વંદે ગુજરાત વિકાસ યાત્રાનો શુભારંભ, 69 ટીપરવાન તથા વોર્ડ નં.17માં નિર્માણ પામેલ વોર્ડ ઓફિસનું લોકાર્પણ રાજ્યના પશુપાલન અને ગૌ સંવર્ધન વિભાગના  મંત્રી  દેવાભાઈ માલમના વરદ હસ્તે કરવામાં  આવ્યું હતુ.

પશુપાલન અને ગૌ સંવર્ધન  મંત્રી દેવાભાઈ માલમે  જણાવેલ કે, ભારત દેશ પૂજ્ય મહાત્મા ગાંધી અને સરદાર વલ્લભભાઈ પટેલના આશીર્વાદથી ખુબ જ મજબુત બની રહ્યો છે. પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદીના શાસનકાળમાં દેશને વિશ્વમાં આગવું સ્થાન મળેલ છે. ગુજરાત રાજ્યમાં મુખ્યમંત્રી તરીકેના 14 વર્ષ અને દેશના પ્રધાન મંત્રી તરીકેના

આ વિકાસ યાત્રા વર્તમાન મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલ આગળ વધારી રહયા છે. રાજ્યમાં કાયદાની કડક અમલવારીના કારણે લોકો સલામતીનો અહેસાસ કરી રહયા છે. રાજ્યના નગરજનની સુખાકારી માટે ઘેર ઘેર નર્મદા નીર, શાળાઓમાં આધુનિક શિક્ષણ સહીતની સુવિધાઓ, આયુષ્માન કાર્ડ, પૌષ્ટિક આહાર, જેવી અનેક યોજનાઓ અમલમાં છે. તો, મહિલાઓના સશક્તિકરણ માટે પણ રાજ્ય સરકાર દ્વારા મહાનગરપાલિકાની ચુંટણીમાં 50% અનામત અને નોકરીમાં પણ  મહિલાઓને આ અધિકાર પ્રાપ્ત થયો છે.

આ પ્રસંગે પ્રાસંગિક ઉદબોધન કરતા  મેયર ડો.પ્રદિપ ડવે જણાવેલ કે છેલ્લા 20વર્ષથી ગુજરાતનો વિકાસ થઇ રહ્યો છે.

ત્યારે વંદે ગુજરાત વિકાસ યાત્રાનુ આયોજન કરવામાં આવેલ છે. રાજકોટને ક્યારેય પણ પાણીનો પ્રશ્ન ન રહે તે માટે પણ ગુજરાત સરકાર સતત ચિંતિત છે. જયારે જરૂર પડે ત્યારે રાજ્ય સરકાર દ્વારા નર્મદાના નીર આપવામાં આવે છે. 20 વર્ષ પહેલા રાજકોટની પાણીની કફોડી સ્થિતિ હતી. તે હવે સ્વપ્ન બની ગયું છે. પુરતા પ્રમાણમાં આજે રાજકોટને પાણી મળી રહે છે. અને પાણીની ખુબ સારી આજે પરીસ્થિત છે.

ડાયસ કાર્યક્રમ બાદ માન.મંત્રીશ્રી દેવાભાઈ માલમ તથા ઉપસ્થિત મહાનુભાવો દ્વારા ફ્લેગ આપી  વંદે ગુજરાત વિકાસ યાત્રાના રથને પ્રસ્થાન કરાવેલ  તેમજ  69 ટીપરવાન તથા વોર્ડ નં.17ની નવનિર્મિત વોર્ડ ઓફિસનું માન.મંત્રીશ્રી વરદ હસ્તે લોકાર્પણ કરવામાં આવ્યું.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.