Abtak Media Google News

પ્રથમ દિવસે ડીઆરએમ ફૂંકવાલે રેલ કર્મીઓને સત્ય નિષ્ઠાના લેવડાવ્યા શપથ

પશ્ર્ચિમ રેલવેનાં રાજકોટ ડિવિઝન દવ્રા તા.૨૭ થી ૨.૧૧ સુધી સર્તકતા જાગૃતિ સપ્તાહની ઉજવણીનો પ્રારંભ થયો છે. આ વખતેની થીમ છે ‘સતર્ક ભારત, સમૃધ્ધ ભારત’ છે.

રાજકોટ રેલવે ડિવિઝન કચેરીનાં પટાંગણમાં સતર્કતા જાગૃતિ સપ્તાહના પ્રથમ દિવસે શપથ સમારંભ યોજવામા આવ્યો હતો. ડિવિઝન જનરલ મેનેજર પરમેશ્ર્વર ફૂંકવાલે તમામ રેલવે અધિકારીઓ અને કર્મચારીઓને સત્ય નિષ્ઠાના સોગંદલેવડાવ્યા હતા.

આ તકે ફૂંકવાલે તમામ રેલવે કર્મચારીઓને ભ્રષ્ટાચાર દૂર કરવા માટે ઈમાનદાર સત્યનિષ્ઠા અને પારદર્શકતાથી કામ કરી નીતિ સંહિતા સ્થાપવા આહવાન કર્યું હતુ. આ સપ્તાહની ઉજવણી દરમિયાન રેલવે કર્મચારીઓ માટે નિબંધ લેખન, સ્લોગન સ્પર્ધાનું આયોજન કરાયું છે. આ ઉપરાંત સ્થાનિક શાળા, કોલેજોનાં વિદ્યાર્થીઓ માટે કવીઝ ચર્ચા તથા લેખન હરીફાઈનું આયોજન કરાયું છે. આવા કાર્યક્રમો રેલવે કર્મચારીઓ અને નાગરીકો વચ્ચે સત્યનિષ્ઠા વધારવામાં મદદરૂપ બનશે. આ ઉજવણી વખતે વરિષ્ઠ રેલવે મેનેજર ગોવિંદ પ્રસાદ સૈની, વિભાગીય શ્રમ અધિકારી અવિનાશકુમાર તથા સમસ્ત શાખા અધિકારીઓ અને કર્મચારીઓ ઉપસ્થિત રહ્યા હતા.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.