ચોથી જાગીરને ‘તંદુરસ્ત’ રાખવાનો સરાહનીય પ્રયાસ

પત્રકારોએ કોરોના દરમિયાન ખૂબ જવાબદારી સાથે આરોગ્યના જોખમે કામગીરી  કરી છે: કલેકટર

અબતક, રાજકોટ

માહિતી કચેરી, રાજકોટ તેમજ એચ.સી.જી. મલ્ટીસ્પેશિયાલિટી હોસ્પિટલના સંયુક્ત ઉપક્રમે મીડિયા કર્મીઓ માટે હેલ્થ ચેકઅપ કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં પ્રિન્ટ તેમજ ઈલિક્ટ્રોનિક મીડિયાના 216 કર્મીઓએ બ્લડ તેમજ અન્ય ટેસ્ટ, 52 કર્મીઓનું ઈ.સી.જી. તેમજ એક્સપર્ટ્સ ડોક્ટર્સના ક્ધસલ્ટિંગનો લાભલીધો હતો.

માહિતી કચેરી અને એચ.સી.જી. હોસ્પિટલ દ્વારા હેલ્થ ચેકઅપ કેમ્પમાં 200થી વધુ મીડિયા કર્મીઓએ લાભ લીધો

કલેકટર અરુણમહેશબાબુએ માહિતી ખાતા તેમજ એચ.સી.જી. હોસ્પિટલ દ્વારા નિ:શુલ્ક કેમ્પના આયોજન બદલ અભિનંદન પાઠવી જણાવ્યું હતું કે, પત્રકરોએ કોરોના દરમ્યાન ખુબ જવાબદારી સાથે આરોગ્યના જોખમે કામગીરી કરી છે, ત્યારે તેઓના આરોગ્યની પણ ચિંતા કરવી જરૂરી છે. સાથોસાથ રાજકોટની તમામ હોસ્પિટલ્સ દ્વારા કોરોના સમયે ડોક્ટર્સ અને પેરામેડિકલ સ્ટાફ દ્વારા કરવામાં આવેલી કામગીરીને પણ કલેકટરએ બિરદાવી હતી. હાલમાં જ પત્રકાર મીડિયાકર્મીઓ માટે આયુષ્માનકાર્ડ અને ઈ-શ્રમકાર્ડ આયોજિત કેમ્પમાં પણ વહીવટી તંત્ર દ્વાર ખાસ સહયોગ આપવામાં આવ્યો હોવાનુ કલેકટરએ જણાવ્યું હતું. જયારે પ્રવક્તા રાજુભાઈધ્રુવે જણાવ્યું હતું કે પ્રેસ, પોલીસ અને પોલિટિશ્યનની કામગીરી ખુબસ્ટ્રેસ ફુલહોઈ છે. અનિયમિતદિનચર્યાને કારણે આરોગ્યપર અસર પડતી હોઈ છે. આવનારા સમયમાં કોઈ પણ પ્રકારના પડકારોને પહોંચીવળવા મીડિયાકર્મીઓ સ્વસ્થરહેતે જરૂરીછે તેમ જણાવી રાજુભાઈધ્રુવે આતકે એચ.સી.જી. હોસ્પિટલની પહેલને પણ બિરદાવી હતી.

નિયમિતતા, સંતુલિત આહાર તેમજ યોગા અને કસરત પર ખાસ ભાર મુકતા તજજ્ઞ ડોક્ટર્સ

એચ.સી.જી. હોસ્પિટલના તજજ્ઞ ડોક્ટર્સસર્વેડો. ખુશાલીલાલ ચેતા (એમ.ડી. મેડિસિન), ડો. પાર્થલાલચેતા ( ન્યુરોસર્જન) , ડો. પ્રકાશ રાબડીયા (ક્રિટિકલકેર), ડો. અચલસરડવા (ઓર્થોપેડિકસર્જન) ડો. યશરાણા (પલ્મોલોજિસ્ટ) ડો. નિકુંજ કોટેચા (કાર્ડિયોલોજિસ્ટ) તેમજ ડો. ક્રિનાબેન જીવાણી (ડેન્ટલ)  દ્વારા તમામ મીડિયા કર્મીઓને વિશેષ માર્ગદર્શન પૂરું પાડ્યું હતું.

ડોક્ટર્સ દ્વારા પત્રકારોને નિયમિતતા, સંતુલિત આહાર તેમજ નિયમિતયોગા અને કસરત પર ખાસ ભાર મુક્યોહતો. કોરોના બાદ ફેફસા નબળા પડવાની અન ેહાફ ચડવાની કમ્પ્લેન જોવા મળી હતી. જેમાં ફેફસા સંબંધી યોગા અને શ્વસનતંત્ર મજબૂત બને તે માટ ડો. યશરાણાએ ખાસ ભાર મુક્યો હતો.

મીડિયાકર્મીઓ દ્વારા ડોક્ટર્સ અને સમગ્ર સ્ટાફનો આભાર માનતા જણાવ્યુંહતુંકે, ટીમ દ્વારા બ્લડસેમ્પલ, બીપી.સુગર, ઈ.સી.જી. ના જરૂરિયાત મુજબના રિપોર્ટ્સ તેમજ ખાસ કરીને મેડિકલહિસ્ટ્રી જાણી સંતોશકારક ખુબ સારું માર્ગદર્શન પૂરું પાડ્યુ હતું.

માહિતી કચેરીના સંયુક્ત માહિતી નિયામક શરદબુંબડીયા, નાયબ માહિતી નિયામક જગદીશસત્યદેવ, કેતનદવે અને ટીમ દ્વારા સમગ્ર કેમ્પનું એચ.સી.જી.ના માર્કેટિંગ મેનેજરહેડ પ્રભુદાસ જાજલ સાથે વિનિયોગ કરી સફળતાપૂર્વકનું આયોજન કરવામાં આવ્યો હતો.

આ કેમ્પમાં એચ.સી.જી.ના બ્રાન્ડ માર્કેટિંગ ચિરાગદવે, નર્સીંગ હેડ મહેન્દ્રરાદડિયા, હિરેનબુચ, મિનાઝદલ, નિશાજહા, જ્યોતિ મકવાણા તેમજ નર્સિંગ સ્ટાફનો પૂર્ણ સહયોગ પ્રાપ્ત થયો હતો.

હોસ્પિટલ દ્વારા પત્રકરોના રજીસ્ટ્રેશન, સેમ્પલ કલેકશન તેમજ ડોક્ટર્સના માર્ગદર્શન માટે ખાસ તૈયારી કરી હતી. તેમજ બ્લડ રિપોર્ટ એસ.એમ.એસ. દ્વારા ગણત્રીના સમયમાં જ મોકલી આપવામાં આવ્યા હતા.

કોરોના બાદ મીડિયા ક્ષેત્રે સંકળાયેલા કોરોના વોરિયર્સ એવા પત્રકાર મિત્રો માટે આ પ્રકારે સમયાંતરે હેલ્થચેકઅપ કેમ્પની માંગ હોઈ માહિતી ખાતા દ્વારા પહેલ કરવામાં આવી હતી.