Abtak Media Google News

રાજકોટ જિલ્લાની 113 વિદ્યાર્થીનીઓને અપાઇ સ્કોલરશિપ

અબતક-રાજકોટ

 

મેયર ડો.પ્રદિપ ડવ સહિતના મહાનુભાવો રહ્યા ઉપસ્થિત

Vlcsnap 2022 02 19 11H33M37S554

મલબાર ગોલ્ડ એન્ડ ડાયમંડ ખૂબ જ જાણીતું નામ છે જેવુ નામ છે તેવું જ કામ કરતું સંસ્થા છે. મલબાર ગોલ્ડ એન્ડ ડાયમંડ રાજકોટ દ્વારા સૌરાષ્ટ્ર હાઇસ્કૂલ ખાતે જિલ્લાની 113 દિકરીઓને શિષ્યવૃતિ આપવામાં આવી હતી. ધો.10 બાદ વધુ અભ્યાસ માટે હોંશિયાર 113 વિદ્યાર્થીનીઓને શિષ્યવૃતિ આપવામાં આવી હતી. આ તકે મેયર ડો.પ્રદિડ ડવ, જિલ્લા પ્રાથમિક શિક્ષણાધિકારી સરડવા સાહેબ સહિતનાની ઉ5સ્થિતિમાં 9,52,000 રૂપિયાની સ્કોલરશિપ આપવામાં આવી હતી.

મલબાર ગ્રુપ ખૂબ જ ઉમદા કાર્ય કરી રહ્યું છે: ડો.પ્રદિપ ડવ

‘અબતક’ સાથેની વાતચિતમાં મેયર ડો.પ્રદિપ ડવએ જણાવ્યું હતું કે મલબાર ગ્રુપ દ્વારા રાજકોટ જિલ્લાની હાઇસ્કૂલની જે દિકરીઓ ભણવામાં હોંશિયાર     હોય તેઓ વધુ અભ્યાસ કરી શકે તે માટે કુલ 113 દિકરીઓને સાડા નવ લાખ રૂપિયાની શિષ્યવૃતિ આપવામાં આવી છે. તમામ 113 દિકરીઓના ખાતામાં અંદાજીત નવ થી દસ હજાર રૂપિયાની રકમ આર.ટી.જી.એસ. કરવામાં આવેલ. તે બદલ મલબાર ગ્રુપને શુભેચ્છા પાઠવું છું. શિષ્યવૃતિ મેળવનાર તમામ દિકરીઓને ઉજ્જવળ ભવિષ્ય માટે તથા રાજ્ય અને દેશનું નામ રોશન કરે તેવી પ્રાર્થના કરૂં છું. આવા ઉમદા કાર્યો કરવાથી સમાજના બીજા લોકોને પણ પ્રેરણા મળી રહે છે. સમાજના દરેક વ્યક્તિ મલબારની જેમ પોતાની ફરજ સમજે તો સમાજમાં કોઇ પીડીત વ્યક્તિ જોવા મળશે નહીં દરેકનું ઉત્થાન થશે.

મલબાર ગ્રુપ અનેકવિધ સમાજકાર્યોકરે છે: વિજયભાઇ બુલચંદાણી

Vlcsnap 2022 02 19 11H33M45S802

‘અબતક’ સાથેની વાતચિતમાં મલબાર ગોલ્ડ એન્ડ ડાયમંડના વિજયભાઇ બુલચંદાણીએ જણાવ્યું હતું કે મલબાર ગ્રુપ દ્વારા સામાજીક પ્રવૃતિઓ પણ કરવામાં આવે છે જે અંતર્ગત આજે 113 દિકરીઓને ધોરણ-10 બાદ વધુ અભ્યાસ માટે અમે સ્કોલરશીપ આપી છે. જે દિકરી ભણવામાં હોંશિયાર હોય આગળ વધવા માંગતી હોય તે રાજકોટ જિલ્લાની 113 દિકરીને સૌરાષ્ટ્ર હાઇસ્કૂલના હોલમાં મેયર ડો.પ્રદિપ ડવ, જિલ્લા પ્રાથમિક શિક્ષણાધિકારી સરડવા સાહેબ સહિતના મહાનુભાવોની ઉપસ્થિતિમાં 9,52,000 રૂપિયા સ્કોલરશીપ આપવામાં આવી છે.મલબાર દ્વારા કોરોના સમયમાં જે જરૂરીયાતમંદ લોકોને દરેક વોર્ડમાં જઇને રાશન કીટ આપી હતી.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.